સ્મશાન,શિખર અને સિંહાસન પર વ્યક્તિ હમેશા એકલો જ હોય છે...

આવી ગઈ ઊર્મિ આજે મુજમાં,
વહી ગઈ લાગણી આજે તુજમાં.

હતો ખાલીપો એ સદંતર મુજમાં,
ભરાઈ ગઈ લાગણી હવે તુજમાં.

આવી ગયો આજે શંકર મુજમાં,
આવી ગઈ આજે ઊર્મિલા તુજમાં.

લી. રૂદ્ર રાજ સિંહ
તા. ૦૪/૦૭/૨૦૨૧

-Rudrarajsinh

Read More

કરવા છે વાર પર વાર મારે,
પણ હજી તો બહુ વાર છે.

તું ધીરજ રાખ રિપુ તું મારા,
તુજની પણ હવે વાત છે.....લી. રૂદ્ર રાજ સિંહ

Read More

ખુદને શોધવામાં,
અહીં ખુદને ભૂલી જવાય છે.

બીજાને શોધવામાં,
અહીં ભૂલા પડી જવાય છે.

લી. રુદ્ર રાજ સિંહ

હતી મારી મહેચ્છા કે વાત હું કરું,
હતું મારું મન કે હજી રાહ જોઉં.

હજી થઈ હતી થોડી તો શરૂઆત,
હજી થઈ હતી ક્યાં કોઈ મુલાકાત?

ઓળખ્યા વગર અનુમાન કર્યું આપે,
તોડી નાખ્યો વૈચારિક સાથ તે આજે.

લી. રુદ્ર રાજ સિંહ

Read More

શબ્દ અને પેન ભીંજાયા છે લાગણીથી,
તો શાને જરૂર છે હવે તારે કોઈ હૂંફની?

દુનિયા અહીં છે સ્વાર્થી અને મતલબી,
તો શાને જરૂર છે હવે તારે કોઈ પ્રેમની?

લી. રુદ્ર રાજ સિંહ

Read More

મૌન પણ બોલતું રહ્યું હતું ને,
સંવાદને પણ ત્યાં સ્થાન હતું.

આંખોથી આંખો મળી હતી ને,
હૃદયથી હૃદય પણ મળ્યા હતા.

મિલન માટે તરસુ છું આજે હું,
અને તમે રાહ જોવડાઈ બેઠા.

આશ રાખી બેઠો હતો આપની,
પણ આપનું ત્યાં સ્થાન નહોતું.

લી. રુદ્ર રાજ સિંહ

Read More

ઠંડીની શરૂ થઈ મોસમ આજે,
ઠંડી પણ ગુમ થઈ ગઈ આજે.

ધુમ્મસ પણ નથી ક્યાંય આજે,
હું પણ બહુ ગુમ થયો છું આજે.

હતો જૂની યાદોનો પહેરો આજે,
તોડી નાખ્યો તે એ ચહેરો આજે.

લી. રુદ્ર રાજ સિંહ
૧૨/૧૨/૨૦૨૦

Read More

નવો દિવસ છે નવી વાત કરીએ,
કાલે હારી ગયા'તા તો શું કરીએ?

ચાલો જૂની વાતો ભૂલી જઈએ,
ફરી આજે નવી શરૂઆત કરીએ.

કળિયુગમાં પણ હવે રહી લઇએ,
સતયુગ માટે રાહેય જોઈ લઈએ.

આજે પાંચમ છે લાભ માટેની તો,
નવીન શરૂઆત પણ કરી લઈએ .

લી. રુદ્ર રાજ સિંહ

Read More

લાખો પથ્થરની ઠોકર ખાધી છે,
પારસમણી મળ્યો ના તને કોઈ.

જ્યારે મળ્યો પારસમણી આજે,
ત્યારે પથ્થર સમજી બેઠા કોઈ.

લી. રુદ્ર રાજ સિંહ

Read More