Tejal Vaghasiya .

Tejal Vaghasiya .

@tejalvghasiya4768

(26)

3

2.4k

11.8k

About You

I like reading and writting ...

કોણ શું છે એની ક્યાં, કોઈને અહીં ખબર છે?
જીંદગી તો રોજ દફનાતી ઈચ્છાઓની કબર છે
ખોદીને કબર નથી કાઢવું એકેય શબ બહાર, તેજલ
પોતાની મોજમાં જીવી જાણે એ જ અહીં ગબ્બર છે.
©® તેજલ વઘાસીયા
1/12/2021

-Tejal Vaghasiya

Read More

સ્ત્રીની લાગણી ક્યારેય કામચલાઉ હોતી નથી,
થાય જો લાગણીની ઈજ્જત તો,
સ્ત્રી પાછું વળીને જોતી નથી.
- તેજલ
#કામચલાઉ

Read More

"સાંભળો છો, સાંજે થોડા વહેલા ઘરે આવી જજો."
"કેમ? "
"આજે સાંજે માતાજીની આરતી અને પ્રસાદનો વારો લીધો છે દેવેનના નામે, એટલે આપણે પણ સાથે જવાનું છે."
"જી, આવી જઈશ."
પુત્ર અને પુત્રવધૂનો વાર્તાલાપ સાંભળી રહેલા, ઘરના ખુણામાં બેઠેલા મણીમા સજળ નયને મનમાં જ માતાજીને આરતી પ્રસાદના વધામણા આપવા લાગ્યા.

સમી સાંજના થાળી આવી, બપોરનું શાક, છાશ અથાણું ને રોટલી, "જમી લેજો. અમારે રાતના આવતા મોડું થશે. માતાજીનો પ્રસાદ લઈને જવાનું છે."

લાડુ ભરેલા થાળ તરફ એક મીટ માંડીને મણીમાએ પોતાનું જમવાનું જમી લીધું.

તેજલ વઘાસીયા

#મંદિર

Read More

હોય જો વિશ્વાસ અંતરમાં,
મંદિર જવાની જરૂર નથી.
હોય જો ઘરમાં માતા પિતા,
મંદિર જવાની જરૂર નથી.
મળે જો દિલથી ભુખ્યાના આશિષ,
મંદિર જવાની જરૂર નથી.
ઘણા પુજ્યા પથ્થર મંદિર,
તન મન રાખી શુદ્ધ સોનાના,
પુજી લે મનવા હૃદયમંદિરને
મંદિર જવાની જરૂર નથી.

#મંદિર

તેજલ વઘાસીયા

Read More

રામકથા સાંભળી આવ્યા પછી પણ.....
જો સીતાજીને સમજી ન શક્યા હોઈએ તો એ સાંભળ્યું કહેવાય ખરું?
#કથા

વ્રત વરતુલા કર્યા નથી
કથા કિર્તન સાંભળ્યા નથી
તોય મળ્યા ભરથાર મુને એવા કે,
કોઈનોયે શાબ્દિક માર ખાવા દેતા નથી.
🙏🙏🙏
તેજલ
😜😜😜
#કથા

Read More

જગત છે આ જંજાળ ભરેલું
પરંપરા નામની કેટલીયે પાળ કરેલું
રીતરસમો બહુવિધ છે કેટકેટલી
ના દેખાયું કોઈને તેજ આળ ઘરેલું
તેજલ
#બહુવિધ

Read More

વાણીની મીઠાશ

"એની વાણીમાં કેટલી મીઠાશ છે, નહીં?"
"હા, એમ જ થયા કરે કે, તેઓ બોલ્યા જ કરે ને આપણે સાંભળ્યા જ કરીએ."
અમે દેરાણી જેઠાણી બંને લગ્ન પછીના દસેક વર્ષ પછી, બાજુના ગામમાં યોજાયેલ ભાગવત સપ્તાહ સાંભળવા ગયા હતા. ત્યાંથી આવીને અમે બંને જે કંઈ સાંભળ્યું હતું એના પર સંવાદ કરતા હતા. ત્યાં જ જેમ શાંતિથી બેઠેલી બે કાબર વચ્ચે કાગડો આવી જાય એમ અમારી વચ્ચે અમારા પાડોશી કાળીકાકી આવી પહોંચ્યા.
"હુ હવે... આવુ તે કાંય ભાગવત હોતા હયસે? નય કાંય હલવાનુ ક નય સલવાનું. અન દાત તો હસોડા નો કઢાવે." કાળીકાકીએ આઘેરાકથી અમારો થોડો સંવાદ સાંભળ્યો હશે એટલે આવતાવેંત જ પોતાનો અંગત વિચાર મુકી દીધો.
કાળીકાકી એની આદતને લીધે આખા ગામમાં ''તાજા સમાચાર'' તરીકે જાણીતા. ગામમાં કંઈ પણ સમાચાર ફેલાવવા હોય તો એને એકને ખબર આપી દો એટલે અર્ધા કલાકમાં વાયુવેગે આખા ગામમાં પ્રસરી જાય.
કાળીકાકી સાથે વિવાદ વધારવો એટલે "ભસતા કૂતરા ન કરડે" એ કહેવતને ઉલટાવીને "ભસતા કૂતરા કરડ્યા વગર રહે નહીં" એ જ બરાબર ફીટ બેસે. એ કારણથી એમની વાત સાથે સહમત નથી એવું બતાવવા માટે, હું મારા ઘર તરફ રવાના થઈ.
કાળીકાકીએ તો ધર્મના નામે ઢોંગ રચતા અને આપણા મહાન ગ્રંથ એવા શ્રીમદ્ ભાગવતને હાસ્ય કથા કરી નાખનારાઓને જ કદાચ સાંભળ્યા હશે. અને એટલે જ, એમને આ મૂળભાગવત સંભળાવાનરાની મીઠી વાણીની મધુરતા કહો કે મધુર વાણીની મીઠાશ... એ કેવી રીતે દેખાય?

જે વ્યક્તિને હંમેશા કર્કશતા જ પસંદ પડી હોય એને મીઠાશ પચે નહીં. (પચાવવાની કોશિશ કરે તો કદાચ ડાયાબિટીસ થયા વગર રહે નહીં.) વાણીમાં જેટલી મીઠાશ હશે એટલું જ જીવન મધુરૂં થશે.

- તેજલ વઘાસીયા (ઉમરાળી, જૂનાગઢ)
14/08/2020

Read More

લોખંડ સમજી ચુંબકની જેમ ચોંટી ગયા હતા,
નીકળ્યું જેવું એ ધાતુ-સ્ટિલ, મુંહ મોડી ગયા હતા.
તેજલ
#ચુંબક

જન્મદિવસ મુબારક બંને ભાઈઓને

જોડીયા બે ભાઈનો બર્થડે આજે
એક બોલકો બીજો બોલતા લાજે

બોલકો બોલી બોલીને બગાડે બાજી
મૌન રહી બીજો સુધારે બનીને કાજી

કિશન કિશોર બે નામ એવા અટપટા
બહેનો થઈ તૈયાર બર્થડેમાં ચટપટા

ભાઈ ભાઈ ની પ્રીત છે એવી ન્યારી
માત પિતા માટે બન્યા તુલસી ક્યારી

જન્મદિવસ મુબારક કરે તેજલ વીરોને
વિનવે છે દીર્ઘાયુ માટે કર જોડી પીરોને.

તેજલ વઘાસીયા
ખમ્મા મારા વીરાઓને
ઘણું ઘણું જીવો ને દુધ સાકર પીવો

Read More