મન એ દુખોનું મેન્યુફેક્ચરિંગ કરે છે,જ્યારે સ્વભાવ અને જીભ તેનુ ટોપ ક્લાસ માર્કેટિંગ કરે છે...

#AJJAINI ......
#AJDENISHA ......

"મારા મનની કલ્પના...."


એના ચેહરાની ચમક મારી આંખે અંજાઈ ગઈ,
એની નીચી નજર મારા હદયે છવાઈ ગઈ,
એનુ રૂપ તો જાણે પૂર્ણિમાના ચંદ્રની ચાંદની,અને
એ જ સૌંદર્ય રૂપી કટાર મારા દિલમાં ઊતરી ગઈ...

એને જોઈને જાણે મૌસમની સુહાની રુતુ આવી ગઈ,
ગુલઝારના દરેક ગુલશનની મહેક પ્રકૃતિમા પ્રસરી ગઈ,
એનુ યૌવન તો જાણે ઉગતા સૂરજની રોશની,અને
એ જ સૌંદર્ય રૂપી કટાર મારા દિલમાં ઊતરી ગઈ...

અમારા નયનો મળ્યા ને તે એ રીતે શરમાઈ ગઈ,
જાણે પવનની મીઠી લહેર સળગતા તણખલાને ઊઠાવી ગઈ,
એનુ સ્મિત તો જાણે દરેક આહત માટેની એક ઔષધ,અને
એ જ સૌંદર્ય રૂપી કટાર મારા દિલમાં ઊતરી ગઈ...

એની એ ખામોશી મારા બંધ હોઠોને ખોલી ગઈ,
અને એ જ ખુલેલા હોઠો પર ઘણી ગઝલો છોડી ગઈ,
એ દરેક ગઝલ પણ જાણે એના જ મિલન માટે તરસતી,અને
એ જ સૌંદર્ય રૂપી કટાર મારા દિલમાં ઊતરી ગઈ...

એટલામાં જ,
મારા મનની આંખો મને એ કલ્પનાનો એહસાસ કરાવી ગઈ,
મેં જોયુ,
તો એ મને તે કલ્પનારૂપી અરીસામા જતો અટકાવી ગઈ,
મારા મને તો એને તે કલ્પના દ્વારા જ પામવા આતૂરતા,અને
એટલે જ એ સૌંદર્ય રૂપી કટાર મારા દિલમા ઊતરી ગઈ...

Read More

#AJJAINI ......
#AJDENISHA .....

"ઘણા ઓછા થઈ ગયા છે...!!"

જે ક્યારેક આંખો વાંચી પરિસ્થિતી વર્ણવી દેતા,
એવા મિત્રો આજે ઘણા ઓછા થઈ ગયા છે..
જે રાતમા આવી સવારની નવી ઉમ્મીદ આપી જતા,
એવા સ્વપન આજેે ઘણા ઓછા થઈ ગયા છે..
જેનો મધુર કલરવ સાંભળી મન મોહી જતુ,
એવા પંખીઓ આજેે ઘણા ઓછા થઈ ગયા છે..
જેના ફળમા મીઠાસ અને છાંયડામા શીતળતા હતી,
એ ઘરડા વૃક્ષો આજેે ઘણા ઓછા થઈ ગયા છે..
જેના આગમનથી ઉપવનના દરેક ફૂલ મેહકી ઉઠતા,
એ સુહાના મૌસમ આજેે ઘણા ઓછા થઈ ગયા છે..
જે પોતાના કરતા પારકાનું પેહલા વિચારતા,
એ સ્વાભિમાની માણસો આજેે ઘણા ઓછા થઈ ગયા છે.
જે શબ્દોમાં દેખાતા અને આંખોમાં છલકાતા,
એ પ્રેમના સંબંધો આજેે ઘણા ઓછા થઈ ગયા છે..
હું જાણુ છુ કે એ જાણે છે આખી દુનીયા,
તેમ છતા પણ...
એ હદયથી હદયના અતૂટ બંધનો આજેે ઘણા ઓછા થઈ ગયા છે.....

Read More

# AJ JAINI...
"રાતનુ મહત્વ"

સારા સપનાઓ માટે એ રાતની જરુર છે,
ફૂલોને ખીલવા માટે પણ એ રાતની જરુર છે,
અંધારી કહીને અપમાન ના કરશો એ રાતનુ દોસ્તો,
કારણ કે,
તારાઓને ચમકવા માટે પણ એ જ રાતની જરુર છે.....

Read More