હું કોઈ અનુભવી લેખક નથી પરંતુ ૧૫ વર્ષ ની ઉમર થી લખું છું. ભણવા માં અત્યંત રુચિ પેલે થી જ રહી છે. આજે એક સોફ્ટવેરે ડેવલપર છું. પણ લખવાનો શોખ એવો જ છે જેવો પેલા હતો કદાચ વધ્યો હોય એવું લાગે છે. મોટીવેટે કરતું લખાણ લખવું ગમે છે. ગાંધી ના વિચારો ને માન આપું છું.

keep yourseft so busy, so you don't have time to regret your past.
#Keep

ખુશ રહેવા માટે સ્મિત ખિસ્સા માં રાખવું પડે.
હસવાના કારણો હાથવગા રાખવા પડે.
કોકની રાહે બેસસો તો કઈ નહિ વળે,
મલકતા હોઠ પાછળ કારણ ખુદ બનવું પડે.

#રાખવું

Read More

માતૃત્વનો કોઈ દિવસ ન હોય. મમતા એવો કોઈ વિષય જ ન હોય. વ્હાલનો કોઈ નિબંધ ન હોય. પણ એક દિવસ મા, માતૃત્વ, મમતા અને એનું વ્હાલ ને જો યાદ કરવાનો અવસર મળે તો કરી ચોક્કસ લેવાય.
દુનિયાની દરેક મા ને સમર્પિત...

Read More

મને ક્યારેક શબ્દો થી વિખુટા પડવું ગમે.
મને ક્યારેક મૌનને અંગત બનાવવું ગમે.
મને મારુ એક બીજું જ વિશ્વ રચવું ગમે.
હા, મને ફરી મારા પ્રેમ માં પડવું ગમે..
- રવિના

Read More

આપણે ત્યાં સુખ શોધવાનો જાણે રિવાજ લાગે.. માણસ ખુશીઓ શોધવા નીકળી પડે.. અને ન મળે એટલે ફરી એજ.. નિરાશ ને અશાંત... બધા લખે કે આ સુખની ચાવી છે.. અરે મારા ભાઈ, સુખ ને તાળા કોણે માર્યા પહેલા એ તો કહો!
સુખ, આનંદ , ખુશી એ શોધવાનો વિષય જ નથી.. માણવા નો વિષય છે. ગોતવાનો વિષય જ નથી.. અનુભવવાનો વિષય છે. તમે તમારી જાતને સવારે અરીસા માં જોઈ ખુશ ન થઈ શકતા હોવ તો ધૂળ પડી તમારા જીવન માં... હવે તમને ભગવાન પણ ખુશ ન કરી શકે.
#ખુદ ને ખુશ રાખો ને ખુદ થી ખુશ રહો
#આનંદ

Read More

Design your future with today's effort.
#Design

કુદરત શબ્દ જ કાફી છે...
ના કોઈ દેહ ના કોઈ આકૃત્તિ
પણ જ્યારે વિફરે ત્યારે
દરેક જીવ નો પ્રલય નિશ્ચિત...

#આકૃત્તિ

Read More

चहेरे की बनावट भले अलग ही क्यों न हो।
मानवता से भरा दिल एकसा होना चाहिए।

#बनावट

ભીડમાં શોધતા એકાંત, એવું ક્યાં હવે થાય છે!
તું જોવે ને પલકારો ચુકાય, એવું ક્યાં હવે થાય છે!
સ્મિતની સાથે મળતા ખંજન, એવું ક્યાં હવે થાય છે!
હું શોધુ ને તું મળે, એવું ક્યાં હવે થાય છે!
- રવિના

Read More

શબ્દે શબ્દે મને ફેર વર્તાય છે.
માણસ જાણે લાગણીહીન જણાય છે.
કેવી રીતે શોધું એક સાચા હૃદયને!
એકમુખી ચહેરો મને બહુરૂપી દેખાય છે.
- રવિના

Read More