️️@

95 % જયોતિષ ઉપર જીવે એવું લાગે છે. લગ્ન નો થાય તો જ્યોતિષ પાસે જાય છે. બાળક નો થાય તો જ્યોતિષ, નોકરી નો મળે તો જ્યોતિષ, જોતું હોય તેવું મકાન નાં મળે તો જ્યોતિષ, ઘરમાં ઝગડા થાય તો જ્યોતિષ, માણસ ને વ્યસન મુક્તિ મેળળવી હોય તો જ્યોતિષ, કોઈ લાંબા ગાળે બીમાર હોય તો જ્યોતિષ......... અઘરું કામ સરળતાથી થઈ જાય તે માટે પણ જ્યોતિષ પાસે જાય છે.

કોઈ ને મેહનત નથી કરવી મેહનત વગર કાઈ નાં મળે. 🙏🙏🙏

Read More

આરામ કરવો હરામ છે.
આપડે આરામ જ કરવાનો હોત તો કુદરત નાં ખોળે નાં હોત આપડે, મૂંગા જાનવરો પણ મેહનત કરે છે તો આપણી પાસે તો નથી માંગ્યું એ પણ ભગવાને આપ્યું છે વગર માંગે તો પછી આરામ શું કામ કરવો જોઈએ.

અને આપણે આપણી રીતે નક્કી કરેલું છે કે કયારે આરામ કરવો ને કયારે કામ.

કામ કરવાથી જે શાંતિ આપણાં મન ને શરીર ને મળે છે એ આરામ કરવાથી નથી મળતી.😊💐😊

Read More

આં એક ફોટો ઘણું બધું કહી જાય છે. નાં એમની પાસે સ્માર્ટ ફોન છે. નાં ચપ્પલ, તો પણ તેઓ ખુશ છે.😘😘😘

happy friendship all friends💐💐

સહેલું કાંઈ હોતું નથી. પોતાની જાતને ઘસી ઘસી ને સહેલું કરવું પડતું હોય છે.

એમા પણ એક મજા છે.😔

Read More

હવે દરેક વ્યક્તિ ને જેમ જેમ સુખ સગવડ પૈસા મળે છે તેમ તેમ વ્યક્તિ ની લાલશ વધતી જાય છે. એમા પણ બીજા લોકો ને દેખાવ કરવા માટે પોતાની પાસે એટલી સગવડ નહીં હોય, જરૂરિયાત વાળી વસ્તું નહીં હોય તો પણ તે લાવી ને રહશે. કારણ કે બીજા ને દેખાડવું બધાં માટે જરૂરી થઈ ગયુ છે. પછી ભલે તેની જરૂર છે કે નથી પણ સામે વાળા ને ખબર પડવી જોઈએ આપણી પાસે આટલું છે.

પણ વ્યક્તિ એવું નહી વિચારે આ આપણને ગમે છે કે નથી ગમતું, આપણાં માટે, આપણાં પરિવાર માટે સારુ છે કે નહીં બસ બીજા ની કરતાં આપણે ચડિયાતા દેખાવા જોઈએ.મારા દોસ્ત પાસે આ છે, પેલું છે, મારી પાસે કેમ નહીં?? એની પાસે મોંઘો ફોન છે તો હું પણ તેનાથી વધુ મોંઘો ફોન લઈશ.તેની પાસે મોટી ગાડી છે. તો મારી પાસે કેમ નથી. અને આવી નાની નાની વાત મન માં ઘર કરી જાય છે. તેની અસર પરિવાર માં જોવા મળે છે. માતા પિતા પાસે એટલી વ્યવસ્થા હોય કે નાં હોય પણ તેનાં બાળક બધી વ્યવસ્થા કરી આપે છે. પછી બાળક હોય કે ઘર નુ કોઈ પણ નાનું વ્યક્તિ માંગે અટલે ઘર નાં વડીલો ને લાવી દેવું પડે છે.

અને જો નાં પાડવામાં આવે તો દવા પી જાય, ગળાફાંસો ખાય જાય, હાથ ની નસ કાપી નાખે, પણ એક વાર પણ આપણે આપણા પરિવાર વિશે વિચાર નથી કરતાં. અને જો નો કરતાં હોઈએ તો ખરેખર કરવો જોઈએ.જેમણે નાના થી મોટા કર્યા આપણને અમને શું કાઈ તકલીફ નહી પડી હોઈ? પેલા તો આવી સગવડ નહોતી તો પણ બધાં શાંતિ થી જીવન જીવતાં હતાં ખુશ રેહતા હતાં. અને હાલ માં પેલાં કરતાં પણ વધું સુખ સગવડતા છે, છતાં વ્યક્તિ ખુશ નથી રેહતા.

Read More

#પાગલ

જીંદગી માં થોડુ પાગલપન પણ જરૂરી જ છે.

કાંઈક બનવા માટે,
કાંઈક પામવા માટે,
કોઈક ને ખુશ જોવા માટે,

પાગલ બની ને પણ કોઇક નાં ચહેરા પર ખુશી લાવી શકાય છે. કાંઈક નવું કરવા માંગતા હોય તો તે કરી શકીયે છીએ.ઘણી બધી વાર એવું બને કે ધ્યાનમાં નો લેવાની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીયે છીએ અને જ્યાં ધ્યાન દેવાનું હોય ત્યાં થી નજર સામે હોય તો પણ જોતાં નથી. અને જે કામ કરવા માંગતા હોય તે કામ બાજુ માં મુકી નો કરવાનું કામ કરવા લાગીએ છીએ.

પાગલ બનવું અટલે જરૂરી છે કે કોઈ સારુ કરવા જતું હોય તો તને રોક ટોક લાગવા વાળા ઘણાં હોય છે. આપણને ખબર પણ નાં હોય તેવી વાતો સામે વાળા કરતાં હોય છે.આપણે આગળ વધવા નો પ્રયાસ કરતાં હોય અને સામે વાળા આપણે પાછળ લઈ જવાનો પ્રયાસ કરતાં હોય છે. જો પાગલ બની ને કરીશું તો આ બધી બાબતો આપણે જલદી થી આપણાં દુર કરી શકીએ છીએ. જેવી રીતે નાના બાળકો સાથે નાના બાળક બનવું પડે છે. તો બાળક પણ ખુશ થઈ જાય છે. તેવી જ રીતે કાંઈક બનવા માટે પાગલ બનવું પડે છે.

બસ કોઈ ની પાછળ એટલું પાગલ નહી બનવાનું કે આપણી પાસે હોય તે બધું ગુમાવી દઈએ અને સામે વાળા ને આની કોઈ કદર નાં હોય. આપણાં પાગલપન થી કોઈ ને હિંસા નાં થવી જોઈએ, કોઈ ને દુઃખ નાં થવું જોઈએ,


અને એટલું બધું પાગલ પણ નહી બનવાનું કે કોઈ પાગલખાને મુકી આવે.આપણે આપણી જીંદગી માં બધું માપસર હોવું જરૂરી છે. વધારે પડતો પ્રેમ પણ સારો નથી, નફરત પણ સારી નથી, અને વધારે પડતું પાગલપન સારુ નથી.

Read More