માતૃભારતીનો વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" મેળવનાર લેખક રાકેશ ઠક્કરની ઇબુક્સના ૪૫૫૦૦૦ ડાઉનલોડ થઇ ચૂક્યા છે. હોરર/ પુનર્જન્મની નોવેલ "આત્માનો પુનર્જન્મ" માતૃભારતીની "લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦" માં વિજેતા બની છે. સૌથી વધુ વંચાયેલી "રેડલાઇટ બંગલો"માં કોલેજની યુવતીને વેશ્યા બનાવનાર મહિલા સામેની લડાઇની રહસ્ય, રોમાંચ સાથેની વાર્તા છે. "લાઇમ લાઇટ" એક રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષને આવરી લે છે. હત્યાનું રહસ્ય ખોલતી આ પ્રકારના વિષયની એકમાત્ર સીરીઝ "ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી" પણ છે.

એનું સરનામું કે નંબર કંઈ નથી તો શું થયું?
આંખ મીંચીને મનોમન નામને ડાયલ કરો.
– મધુસૂદન પટેલ ‘મધુ’

નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.
– ખલીલ ધનતેજવી

જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.
– કિરીટ ગોસ્વામી

આમ તો માણસ દરેક મુશ્કેલીઓ સામે લડવા સક્ષમ હોય જ છે, જો કમી હોય તો એ ઉત્સાહની છે.
#સક્ષમ

આપણે જેટલી મહેનત કરીએ તેટલા સ્વાભિમાનથી રહેવા માટે વધારે સક્ષમ થઈએ છીએ....
#સક્ષમ

આપણે કોઈને માફી આપીએ છીએ ત્યારે વધારે સક્ષમ બનીએ છીએ....
#સક્ષમ

શાંતિના રસ્તામાં આવતો સૌથી મોટો અવરોધ જો કોઈ હોય તો એ વધારે પડતી અપેક્ષાઓ છે....
#અવરોધ

જીવનમાં ઘણી વખત પોતાના લોકો તરફથી જ અવરોધ વધુ અનુભવાતા હોય છે...
#અવરોધ

આપણા માટે સૌથી મોટો અવરોધ એ હોય છે કે, "લોકો શું વિચારશે?" એવું વિચારીએ છીએ...
#અવરોધ

સર્કસના દોરડા પર ચાલવા જેવું જ જીવન છે, જરાક ધ્યાન ભંગ થયો અને સંતુલન ગુમાવ્યું તો પડવાનું નિશ્ચિત છે.
#સંતુલન

Read More