"ચાલ મળીએ કોઈપણ કારણ વગર

રાખીએ સંબંધ કંઈપણ સગપણ વગર"

- બાબુભાઈ પટેલ

"તારું કશું ન હોય તો છોડી આવ તું......

તારું બધું જ હોય તો છોડી બતાવ તું......"

(આ રચવામાં મારુ કશું યોગદાન નથી)

બીજાને ખોતરીને ભૂલ શોધવાના શોખીન માણસે, ક્યારેક

પોતાની જાતને પણ ખોતરી જોવી જોઈએ. શી ખબર !

અંદર ભૂલોનો ભંડાર જ દબાયેલો હોય....!

Read More

'જે નજીકની નાની જવાબદારીમાંથી છટકી જતું હોય,

તે દૂરની મોટી સફળતા ક્યારેય પ્રાપ્ત કરી શકે નઈ....'

વ્યસ્ત લાઈફમાં કોઈ તમારી જોડે બે ઘડી વાત કરે, મોજ-

મસ્તી કરે ને 'મસ્ત' બને એ સામાન્ય વાત છે.પણ, પોતાની

મસ્ત લાઈફમાં કોઈ તમારા માટે 'વ્યસ્ત' બને એ ખૂબ જ

મોટી વાત છે

Read More

'જ્યારે પણ કોઈ બાબતનું અભિમાન કરવા લાગો છો તે

જ ક્ષણે તે માટેની પાત્રતા ગુમાવો છો.'

સમયના માથે આગળના ભાગમાં વાળ હોય છે અને પાછળના ભાગમાં ટાલ હોય છે. એટલે આગળથી પકડે
એ જ પકડી શકે છે, બાકી લિસ્સી ટાલ હાથમાંથી લસરી
જાય છે. - એક ચિંતક

Read More

બાકી રહેતી હોય - એ ઈચ્છાઓ

બાકી, જરૂરિયાત તો ઉપરવાળો પહોંચાડતો જ હોય છે.

"પ્રણયના પાઠ હું ભુલ્યો છું જ્યાંથી

ચાહું છું કે યાદ કરી લઉ ત્યાંથી

છતાં મારા જીવનનું આજ 'આસીમ'

વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?"

- આસીમ ચંદેરી

Read More