આનંદ

ઓગળી જાય છે લાગણી અહિં બરફ જેમ‌ જો,
પ્રેમથી તો ભળી જાય છે ,દિલ તરત એમ જો.

વાયુ સંગે જરા ખોલવી પાંખ મનની પછી,
ઊડતા આસમાને, સહજ દિલ ફરત એમ જો.

ધૂતની જેમ હારી જવાનાં જીવન અહિં જરુર,
પાંડવો કેમ હારી ગયા ? એ શરત એમ જો.

ગૂંચવાડો કદી થાય ઊભો પછી કરવું શું?
ખોલતા રહેવું ત્યા વિચારોની પરત એમ જો;

ઝૂલતું છે મૃગ તૃષામાં જ મન હંમેશા આપણું,
ખોલતા રહેવું દિલથી ને તારા ખરત એમ જો;

-Mohanbhai Parmar

Read More

સમજણ પડે ક્યાં, શબ્દ ની ઠાકરી,
શાસ્ત્રો ભુલી ખોટો , ઠરે મન છાવરી.

કાયમ કરે છે તું ,ભૂલો મન માનતી,
થોડી સજા મળશે પછી થી આકરી.

અસ્તિત્વ ખોઈ ને ,જરા પામી જવું,
ઓળખ છતી થઇને, દશા છે બાવરી

ભેદો બધા પાડી ને ભ્રમણા માં જીવે,
છટકી જશે તારી, પછી જો ડાગરી.

પકવાન દુર્યોધન નાં જો પડ્યા રહે,
આનંદ ભાવે , કૃષ્ણ ને તો ભાખરી.

-Mohanbhai Parmar

Read More

જો ખરેખર કોઈ પોતે જાણે છે
સાચું સુખ જો ભીતર માણે છે.

ચાંચ ચૂગવા જો મળી છે એમને,
છે લખાતું ભાગ્ય એ જો દાણે છે.

કર્મ છે સાક્ષાત, દર્શન ફળ તણું,
ઊંઘ પ્હેલાં રોટલો જો ભાણે છે.

ઊડવા નું આસમાને પ્રતિ દિવસ,
મનનાં પંખી માળે સંધ્યા ટાણે છે.

ઊગવું ને આથમવુ ,પ્રાકૃતિક છે,
પ્રેમ માયિક ખેલ તો ખેચાણે છે.

-Mohanbhai Parmar

Read More

જો મૌન માં છૂપો જરા અણસાર હોય છે
ઝાંઝર તણો કોઈ ,ખનક ઝણકાર હોય છે.

ઋજુ છે હ્દય જો છે ખરેખર જેમનું,
તેઓ જરા તો લાગણી કરનાર હોય છે.

જ્યાં છે શરારત જો સ્વભાવિક દિલની ત્યાં,
પ્રેમાળ જો ચૂંટણી જરા ખણનાર હોય છે.

તત્વો માં બાંધે છે સદા માયાની દોરડી,
ચાદર કબીરો ત્યાં ખરો વણનાર હોય છે,

બલિદાન દેનારા માં ,ભારત કાજ માવડી,
ભડવીર એવા જો સપૂત જણનાર હોય છે

-Mohanbhai Parmar

Read More

સ્વપ્ન શીલતા જ સદૈવ, મનોરથ પૂર્ણ લોભાવે,
મન જ મિત્ર બને શત્રુ, અણસમજુ ને સતાવે;

મન માંડવે છે ,ઈચ્છાઓ, જીજીવિષા માં જગાવે;
મનથી જ મનનો લય કરી,આનંદ અનુભૂતિ,કરાવે;

-Mohanbhai Parmar

Read More

ઈચ્છા તણી માખી જો બણબણે,
ને એકડો મન ત્યાં જો ભણભણે.

ચાહત છે પૈસા ,પામવા ખરી,
લાલચુ થઈ તૃષ્ણા જો ખણખણે.

આવ્યો લઈ રૂડું તું ભાગ્ય અહિં
કર્મોનું ફળ મળશે જો ક્ષણ ક્ષણે.

જાણો જરા તકદીર , તર્ક નહિ,
ખોંખારતું મન તું જો હણહણે.

આનંદ મય , તું છે સદાય દિલ,
સાધીને શ્વાસે જપ જો ગણગણે.

-Mohanbhai Parmar

Read More

શ્રાવણ માસ.
=========
જીવ અને શિવની મુલાકાત એટલે શ્રાવણ મહિનો.આ માસ દરમિયાન ભાવ ભક્તિ નું ઘોડા પૂર ઉમટી પડે. એટલે
એનું વિશેષ મહત્વ હોય જ. ભગવાન શિવ ને ભોળાનાથ કહેવાય છે કારણકે સમુદ્ર મંથન કર્યું એટલે ચૌદ રત્નો માં
વિષ હળાહળ હતું એને ગ્રહણ કરવાનું કાર્ય ભગવાન શિવજી એ કર્યું .વિષને કંઠમાં ધારણ કરી સૃષ્ટિની રક્ષા કરી તેથી તેમના શરીરમાં દાહ ઉત્પન્ન થયો તેને શાંત કરવા
ઈન્દ્ર દેવતા એ વરસાદ વરસાવ્યો ,આમ શિવ અભિષેક શરૂ થયો.ભગવાને ઠંડક માટે મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો.
આવું પૌરાણિક કથાઓ માં માહાત્મ્ય છે.

આપણા ભારતીય પંચાંગ પ્રમાણે નક્ષત્ર પ્રમાણે માસ ‌શરુ થતા હોય છે. જેમકે કૃતિકા થી કાર્તિક, મૃગશીર્ષ થી માગશર એમ શ્રવણ નક્ષત્ર થી શ્રાવણ માસ શરુ થાય છે.
શાલિવાહન શક નું વર્ષ ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદા થી થાય છે. વિક્રમ સંવત ભારતમાં કાર્તિક, ચૈત્ર કે અષાઢ એમ
અલગ અલગ રીતે શરૂઆત થાય છે.

શ્રાવણ માસ નું નક્ષત્ર શ્રવણ છે.જે મકર રાશિમાં રહેલું છે
શ્રવણ નક્ષત્ર ના દેવતા ભગવાન વિષ્ણુ અને ઉપદેવતા માતા સરસ્વતી છે. નક્ષત્ર પર ચંદ્ર દેવનું પ્રભુત્વ છે. જલ તત્વ નો કારક ચંદ્ર માં છે,. નક્ષત્ર ની સંજ્ઞા ( આકૃતિ) કાન છે. તેથી ભાવની વિશેષ પ્રધાનતા હોવાથી આ માસ માં વિશેષ કથા શ્રવણ , ભક્તિ યોગ જ્ઞાન સત્ર યોજાય છે.
શ્રવણ નક્ષત્ર ‌શબ્દગ્રાહી છે તેથી કિર્તન, જપ ,વ્રત કથા શ્રવણ ઈત્યાદિ દ્વારા ભક્તિ ભાવથી મનોકામના પૂર્ણ થાય છે. ભક્તિ શક્તિ અને મુક્તિ નું ફળ મેળવવા નું મહાત્મ્ય એટલે જ શ્રાવણ માસ.

આ. માસ માં પ્રતિપદા થી લઈને અમાવસ્યા સુધી નિત નવીન તિથિ પ્રમાણે પૂજન અર્ચન નો મહિમા છે.આ માસ માં વિશેષ કરીને નાગપંચમી , શિતળા સાતમ જન્માષ્ટમી
નાળિયેરી પૂનમ, રક્ષાબંધન એવા તહેવાર આવે છે.
વ્રતો માં સોળ સોમવારનું વ્રત, જીવંતિકા વ્રત. મંગળાગૌરી
પૂજન તથા પર્યુષણ નો પ્રારંભ થાય છે.

આ વખતે સોમવતી અમાસ છે.તેથી સ્નાન દાન નું વિશેષ
મહત્વ છે.શ્રાવણ માસ સોમવાર થી શરૂ થ ઈ સોમવારે પૂર્ણ થાય છે ( પાચ સોમવાર છે).તે ઉપરાંત હરિયાળી ત્રીજ, બોળચોથ, નાગપંચમી,પુત્રદા એકાદશી, પવિત્રા એકાદશી, પવિત્રા બારસ,વિષ્ણુ પવિત્રારોપણ.

દામોદર દ્વાદશી, વ્રત,શનિપ્રદોષ ,ઋક-શ્રાવણી,હયગ્રીવ જયંતિ, અઘોરા ચતુર્દશી, સોમવતી અમાસ.વગેરે વ્રત ઉપાસના ઓ છે.

ભગવાન શિવની પૂજા અને અભિષેક નું શ્રાવણ માસ માં
ખૂબ માહાત્મ્ય છે. ભગવાન શિવ ઉપર જલ, દૂધ, ઘી, શેરડી નો રસ ઈતર થી અભિષેક કરી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન ને બિલ્વપત્ર અને ધતૂરાના ફૂલો અર્પણ કરવામાં આવે છે, તેથી આશુતોષ ભગવાન શિવ પ્રસન્ન થઈ મનોવાંછિત ફળ આપે છે.

માતા પાર્વતી એ આ માસ દરમિયાન જ ભગવાન શિવ ની કઠોર આરાધના કરી હતી. ફક્ત પર્ણ ખાઇ ને ઉપાસના કરી હતી તેથી તેમનું નામ અપર્ણા પડ્યું.તેમની સાધના ફળીભૂત થઈ ને ભગવાન શિવ સાથે તેમનું વરણ થયું

ચાતુર્માસ દરમિયાન સંતો પારિવ્રાજકો એક જગ્યાએ રોકાણ કરી , ભજન સત્સંગ કથા વાંચન ઈત્યાદિ દ્વારા
ભક્તોને જ્ઞાન પીરસે છે,આને પોતે પણ સાધના માં લીન રહે છે.મૌન વ્રતનું પાલન કરે છે.ધ્યાન સમાધિ કરેછે.

ઉપવાસ કરવાથી શરીર નો નકામો કચરો કે બેક્ટેરિયા મરી જાય છે.તેથી નવા કોષો પેદા થાય છે અને સ્વાસ્થ્ય નું રક્ષણ થાય છે.માટે શ્રાવણ માસમાં ઉપવાસ નું મહત્વ છે

Read More

દોસ્ત મારો, હીર લાગે,
ધડકનો માં , ધીર લાગે;

વાત કૈ દઉં , કાન માં હું,
એ છૂપો જો પીર લાગે;

આંખ ખોલી , સપનું જોતો,
દિલ મહીં જો , મીર લાગે;

હોઠમાં છે , વાત છાની,
મૌન માં એ , ધીર લાગે;

ખેલ શ્વાસો ,માં છે જીવન,
વ્હેતુ જો તકદીર, લાગે;

-Mohanbhai Parmar

Read More

શબ્દ સણકા વળગતા જો વેણ માં.
ને સરકતાં છે , સમયના વ્હેણ માં,

ઝેર જેવાં જો તું, ચટકે છે કદી,
ના બને અમૃત, કટાક્ષો ફેણ માં?

અવતરણ અહિં ,ઋણ‌ થકી ફેડવુ રહ્યું
દિલથી દેવું આપણું જે બધું દેણ માં.

સાધવાનો છે સમય જો કર્મ થી,
પામવાની તૃપ્તિ બસ છે કહેણ‌ માં.

જો સ્વયં આનંદ નિખરે મન મૂકી,
કોઈ શ્યામલ, કાનૂડા ના નેણ માં.

મોહનભાઈ " આનંદ "

Read More

હું જરા સમજાય તો વાત બને
તું જરા પરખાય તો વાત બને.

ગુંચવાયો જો , વિચારો માં કદી,
‌સ્થિર મન જો થાય તો વાત બને.

વેતરી નાખ્યું , કદી વેતા વગર,
ક્યાંક જો અથડાય તો વાત બને.

ભાવ જાણો , ભેદ છોડી ને જરા ,
હું મટી હરખાય તો વાત બને.

સાદુ સીધું જો તું માને નહિ મન,
રોફ થી અકળાય તો વાત બને.

હોય છે આનંદ, નિશદિન અમથો,
જો મનોરથ , થાય તો વાત બને.

મોહનભાઈ " આનંદ "

Read More