માતૃભારતીના વાચકો માટે મિતલ ઠક્કરનું નામ હવે અજાણ્યું નથી. તેમની રસોઇ ટીપ્સ અને બ્યુટી ટીપ્સ બુક્સને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અને વિવિધ વાનગીઓની અલગ-અલગ બુકને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. વાનગીઓની રીત સાથે તેના વિશે આરોગ્યલક્ષી માહિતી પણ ઉપયોગી બની રહે છે. તેમની રસોઇમાં જાણવા જેવું દરેક મહિલા માટે ઉપયોગી છે. તેમની દિયર-ભાભીના સંબંધ પર આધારિત નવલકથા મોનિકા પણ પ્રગટ થયેલી છે. તેની વિશેષતા એ છે કે તેમાં રહસ્ય અને રોમાંચ છે.

સંબંધમાં અને સંબંધોમાં સંતુલન જરૂરી છે. કેમકે ક્યારેય કોની અપેક્ષાઓ વધી જાય, ઇચ્છાઓ વધી જાય તે કોઈ જાણતું નથી.
#સંતુલન

Read More

પ્રકૃતિનું સંતુલન જાળવી રાખીશું તો જીવનનું સંતુલન પણ સારી રીતે જળવાશે.
#સંતુલન

સામાન એટલો બધો ભેગો કરી લીધો છે જાણે બધી ખબર છે. જાણે આગામી પળની પણ ખાતરી હોય.
#સામાન

ચાર દિવસ પછી આ શરીરનું મકાન ખાલી કરવાનું છે તો પછી શા માટે આટલો સામાન ભેગો કરવો?
#સામાન

આફત આસમાની હોય છે પણ શ્રદ્ધા ભગવાન પર હોય તો કશું થતું નથી.
#આસમાની

કોઈ પણ સંબંધ વિશ્વાસ પર જીવંત રહે છે.
#જીવંત

તોફાન કરવાની ઈચ્છા થાય તો સમજવું કે બાળપણ હજુ અંદર જીવંત છે!
#જીવંત

આપણા સપનાને જીવંત રાખવા જોઈએ. જો સપનાની ચિનગારી બુઝાઈ ગઇ છે તો સમજજો કે તમે જીવતા છે પણ આત્મહત્યા કરી લીધી છે.
#જીવંત

Read More

સપનામાં જીવનારા માણસને ઠોકર લાગે છે ત્યારે વાસ્તવિક દુનિયાનો પરિચય થાય છે
#વાસ્તવિક

જીવનની વાસ્તવિકતા એ છે કે જે વાસ્તવિક છે તે વાસ્તવિક નથી.
#વાસ્તવિક