કૃષ્ણપ્રીયા....કૃષ્ણમયી...નથી બનવુ મારે... રાધા...રૂક્ષમણી...કે મીરાંબાઈ...હું તો બસ મારા કૃષ્ણ ની મુરલી બનવા ચાહું છું...

શું આપ માંથી કોઈ સાથે એવું થયું છે?

...કે આપ કોઈ માટે કઈ પણ કરવા માટે તૈયાર હોવ...પણ સામેની વ્યક્તિ એ વાત ની નોંધ જ ના લે અથવા એને એ વાત નો એહસાસ જ ન હોય...પણ પછી તમને અવગણવામાં આવે કે ગ્રાન્ટેડ લઇ લેવામાં આવે ત્યારે તમે એ વ્યક્તિ માટે કઈ પણ કરવાનું બંધ કરો એટલે એને એવું લાગે કે તમે બહુ બદલાઈ ગયા છો....પેલાં તો આવા ના હતાં... હવે પોતાની મરજી મુજબ જીવવા લાગ્યા છો ...ને એવું બધું....

શું આપ માંથી કોઈ ની સાથે એવું થયું છે?...

-Khyati Soni ladu

Read More

ઘણાં દિવસે આજ ફરી કલમ ઉપાડી...
લાગ્યું જાણે હું ફરી ખુદ ને મળી...

ચિત્ર દોરતાં મેં સ્વ સાથે વાત કરી...
તણાવભરી જિંદગીને થોડી ખુદથી દુર કરી...

રાત પછી જ્યારે સવાર પડી...
તાજગી ભરેલી હું ખુદ ને મળી...

સમય છે હાથમાંથી સરતી રેતી...
ક્યારેક મનને ગમતી વસ્તુ કરી લેવી...

પીંછી ઉપાડી ચિત્રો બનાવી...
આજે "લાડુ" જાણે ખીલી ઉઠી...
✍️-ખ્યાતિ સોની"લાડુ"

Read More

થઈ અશ્વરથ પર સવાર..
આવ્યો આજ મારો રાજકુમાર...

અગ્નિદેવની સાક્ષીએ...
કર્યો આજ મારો સ્વિકાર...

સપ્તપદીના સાત વચન...
આપ્યા મને ઈશ્વરની સાક્ષીએ...

ઝાલીને હક થી હાથ...
કરી અમારાં સફરની શરૂઆત...

સમય કેમ વીતી ગયો...
ના પડી કોઈ જ ખબર...

થઈ ગયાં છ વર્ષ...
આંખના પલકારામાં...

પરણી મારાં પિયુંને...
લાગે જાણે હજી હમણાંજ...

આજનાં આ શુભ દીને...
બસ એજ માંગે "લાડુ" તારી પાસ...

રાખજે અમારી જોડીને...
હંમેશાં એકબીજાની સાથ..

Happy 6th Marriage Anniversary SAMIR...😘😘🤗🤗😘😘
✍️-ખ્યાતિ સોની"લાડુ"

Read More

Distraction will lead you towards Destruction..
✍- Khyati Soni "Ladu"

Your Pappa is working 12 hours a day...just to give you better life...and Your Mumma is working 24 hours a day...just to give you healthy life and good virtues..
You have no rights to disappoint and disrespect the 2 Living God in your life...🙏🙏
✍-Khyati Soni ladu

Read More

નવા વર્ષની કરીએ ઉજવણી રંગેચંગે,
ભૂલીને બધાં દુઃખસુખ આ પ્રસંગે.

કરીએ પ્રાર્થના પ્રભુ પાસે આજ દીને,
વીતે વર્ષ આખું વિના વિઘ્નએ.

નવા વર્ષની શુભકામના "લાડુ" આપે,
થાય સૌ કામના સૌની પુરી એજ માંગે.

©✍️- ખ્યાતિ સોની "લાડુ"

Read More

મનની વાત મેં લખી કવિતાઓમાં,
ઢાળી મેં લાગણીઓને શબ્દોમાં.

શીખવ્યું કાવ્ય રચતાં કોરોનાએ,
ખીલવ્યું અસ્તિત્વ લોકડાઉનએ.

પૂછે બધાં ક્યાંથી સુઝે છે શબ્દોની ગોઠવણ?,
જવાબ મારો એક જ મને પણ નથી ખબર!

બસ મનની વાત ને શબ્દોમાં લખું છું,
પોતાનાં જ મનથી કવિતા રચું છું.

આભાર માતૃભારતીનો જેણે તક મને આપી,
આંકડાથી રમનારી પાસે કવિતા રચાવી.

©✍️ખ્યાતિ સોની "લાડુ"

Read More

જોઈ વાટલડી, ઊભી રે હું દ્વારે;
ક્યારે પધારે, મારે ઉરને આંગણીયે...
હો...માવડી રે....મારી રાંદલ ભવાની...

ફૂલડાં વેરાવી ને, તોરણ બંધાવું;
કુમકુમ કેરાં, સાથિયા પુરાવું...
દિવડાં પ્રગટાવી ને, આરતી ઉતારૂં;
કુમકુમ ચોખલીયે, તમને વધાવું...
હો..માવડી રે...મારી રાંદલ ભવાની...

શુભ પ્રસંગે, માઁ ને હું નોતરૂં;
લોટા તેડાવું ને, કુમારીકા જમાડું.
માડી નાં મઢ ને, પ્રેમથી શણગારું;
સૌભાગ્ય કેરાં, શણગાર ધરાવું...
હો....માવડી રે...મારી રાંદલ ભવાની...

શ્રીફળ વધરાવું ને, છત્તર ચડાવું;
ખીર ને પળનાં, ભોગ ધરાવું...
હમચી ખૂંદાવું ને, ગરબા ગવડાવું;
સ્તુતિ ચાલીસાનાં, પાઠ કરાવું...
હો....માવડી રે...મારી રાંદલ ભવાની...

કર જોડી વિનવે "લાડુ", માડી તમે આવો;
દર્શનિયા આપી ને, પાવન કરાવો...
રાખજે અમર મારો, ચૂડી ને ચાંદલો;
આપજે માઁ તું, પગલી ને પાડનાર...
હો...માવડી રે....મારી રાંદલ ભવાની...

©✍️- ખ્યાતિ સોની "લાડુ"
૨૯/૧૨/૨૦૨૦

Read More

જોયું મેં શમણું મીઠું, પહેલાં પહોરે.
આવી હતી તું, એ શમણાંની કોરે.

નાની નાની મુઠ્ઠીએ, આંગળી તે ઝાલી'તી.
નાના નાના ડગલાંએ, પગલી તે પાડી'તી.

મીઠી મીઠી હસીએ, ઘરને મહેકાવતી'તી.
કાલીઘેલી ભાષાએ, વાત્યું તું કરતી'તી.

ફૂલ જેવી કોમળ ને, પરી થી પણ સુંદર.
લાગે જાણે ઉતર્યું, કોઈ દૈવી સ્વરૂપ જ.

જોયું મેં શમણું મીઠું, પહેલાં પહોરે.
આવી હતી લાડકી મારી,શમણાંની કોરે.

©✍️-ખ્યાતિ સોની" લાડુ"

Read More

નથી રોકાતો સમય, કોઈ ને માટે;
વહેતો રહેતો એ, સદાય ને માટે.

વહેવું પડે હંમેશા, સમયનાં વહેણમાં;
પૂરાં કરવાને, લક્ષ્ય જીવનનાં.

નહીં ચાલો જો, સમયની સંગાથે;
પશ્ચાતાપ કરશો, જીવન સંધ્યાએ.

નહીં કરો જો, કદર સમયની;
નહીં કરે કોઈ, કદર તમારી.

છે મુશ્કિલ, પણ અસંભવ નથી;
સમયની સાથે, તાલ મીલાવવી.

શીખી જા "લાડુ" સમયની મહત્તા;
મેળવી શકીશ તો જ તું સત્તા.

©✍️ખ્યાતિ સોની "લાડુ"

Read More