શબ્દોના પ્રેમમાં પડવાનો પ્રયાસ કરું છું.....

ચીરતી આવી વરસાદને કે હું જ ચીરાતી આવી,
કઈ ખબર ન પડી...
તારી યાદ આવી એટલે ભીંજાઈ  કે ભીંજાઈ એટલે તારી યાદ આવી,
કઈ ખબર ન પડી...
સમેટાતી ચાલી ખુદમાં કે વિસ્તરતી ચાલી તુજમાં,
કઈ ખબર ન પડી...
ઝરમર હતું બહાર કે ધોધમાર હતું ભીતર કશું,
કઈ ખબર ન પડી...
વૃષ્ટિની હતી બુંદો કે આંખોનો હતો થોડો ક્ષાર,
કઈ ખબર ન પડી...
ઠંડક હતી સર્વત્ર કે સ્થિર થઈ ગયું અસ્તિત્વ,
કઈ ખબર ન પડી...

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની અનોખી દાસ્તાન.. - ભાગ - 2' વાંચો
https://www.matrubharti.com/book/19870743/premni-anokhi-dastan-2

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની અનોખી દાસ્તાન..- ભાગ - 1' વાંચો
https://www.matrubharti.com/book/19870483/premni-anokhi-dastan-1

ક્યારેક એક સાથે કેટલુંય રચાઈ જાય,
તો ક્યારેક એક શબ્દ પણ ભીતરમાં જ મુંઝાય,
એવું ક્યારેય તમારી સાથે પણ થાય,
 કે, નિરાવકાશ અંદર ને અંદર ઘૂંટાતો જાય..

Read More

સ્પર્શક ગોષ્ઠિ મૌનની નિરંતર વહી રહી છે,
ભાષાની નિજતા આપણને ક્યાં નડી રહી છે !!

અનિમેષ આંખોથી ચર્ચાઓ થઈ રહી છે,
વાચાળતાની સીમા ક્યાં કદી કનડી રહી છે !!

અર્થો અનર્થોની ઉપાધિઓ શમી રહી છે,
સાર્વભૌમત્વ જ્યારથી સમજણ કરી રહી છે..

લૌકિક વહેવારની તો આશા સળગી રહી છે,
આપણી વચ્ચે નિઃશબ્દ ભાષા કેવી ફૂટી રહી છે !!

પ્રત્યક્ષતા આપણને ના મોહતાજ કરી રહી છે,
પરોક્ષ રહીને પણ વાતો ક્યાં ખૂટી રહી છે !!

Read More

જાત ઉવેખી નાખી મનવા,
જાત ઉવેખી નાખી,
તોય જ્ઞાનગીતા આઘી મનવા...

એક ઠોકર ખાધીને,
ધરાતલ દિલની જાગી, મનવા...

સંભારણું યાદોનું કરીને,
તાપણે આગ ચાંપી, મનવા...

સમયને માત આપીને,
લકીરો બદલી નાખી, મનવા...

સ્વાર્થના કાન પકડીને,
માનવતા ભૂંસી નાખી, મનવા...

મેલ મનનો ન ઓળખીને,
ગંગા ડહોળી નાખી મનવા...

જાત ઉવેખી નાખી મનવા,
તે તો જાત ઉવેખી નાખી...

Read More

અષાઢ તનેય હવા લાગી આધુનિકતાની કે શું ?
હોડ કરે છે ફક્ત અંબર ગજવવાની કે શું ?
હવે તો કઈકેય અષાઢ જાય છે કોરા ધાકોર,
ટકોર કરે છે તુંય, અમે કઈ ચુકી ગયાની કે શું ?

Read More