બધું જ છૂટ્યું મારાથી, સિવાય કે સત્ય..

હૃદયને નિનાદ મળ્યો એ તારા સ્મરણનો,
અહેસાસ અનુભવ્યો એ તારા સ્મરણનો,
દોસ્ત! હૃદયે સ્થાન સ્થાપ્યું કાયમી;
ઋણી બન્યું હૃદય એ પળ માટે જે પળ હોય તારા સ્મરણનો!

-Falguni Dost

Read More

ક્યારેક વિચાર મજબુર કરે છે કે શું દરેક સબંધ કરતા લોહીનો સબંધ જ શ્રેષ્ઠ હોય?

-Falguni Dost

જીવ એજ શિવ છે ને,
શિવને નમન મારા;
જગતના કણ કણમાં તું ને,
હું રહું મનમાં તારા;
દર્શન માત્રથી દુઃખ હરે ને,
સંકટ કરે નષ્ટ સારા;
સ્થાન ચરણમાં આપજે મુજને,
હે પ્રભુ! ભોલેનાથ મારા!
Mahadev Har🙏
-Falguni Dost

Read More

દોસ્ત! તકદીર આડે પાંદડું આડું આવ્યું,
તારું તસવીરમાં મુખડું જોઈ મન મનાવ્યું!

-Falguni Dost

read my first comedy story and give your opinion.


Falguni Dost લિખિત વાર્તા "ટોલા.. ટોલા.." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19905726/tola-tola

ચાંદા તારી ચાંદનીમાં અગાસીએ રાંધી ખીર,
કુદરત તારી બધી ઈચ્છા પુરી કરે મારા લાડલા વીર!
Happy Poshipunam 🙏
-Falguni Dost

હ્રદયમાં નામ તારું ધબકે એ પહેલા હૃદયએ તારી તસ્વીર જીલી છે,
દોસ્ત! તારા સ્મરણની અનુભૂતિ કંઈક એવી છે.

-Falguni Dost

Read More

નાનક્ડીક આકર્ષિત આંખડી,
એ લાગે મને ફૂલની પાંખડી,
નાજુક નમણું નાક,
મારે જોવું ક્યાંક ક્યાંક,
હળવા ફૂલ જેવા જેના હાથ,
જેનો જોઈએ છે મારે સાથ,
પાપા પગલી કરતા પગ
મનમાં મારા ભરે છે ઉમંગ,
મનમોહન જેનું હોય મુખડું,
આપે છે સંસારસાગરનું સઘળું સુખડું!
HAPPY PUTRADA EKADASHI

-Falguni Dost

Read More

દોસ્ત! ક્યારેક વિચાર મજબુર કરી દે છે કે, શું છે મારુ અસ્તિત્વ?
ક્યાંક અંદરોઅંદરની રમતમાં વપરાતું નથીને, એક મારુ જ વ્યક્તિત્વ?

-Falguni Dost

Read More

હાથની લકીરોમાં છે છતાં કિસ્મતમાં નહીં,
યાદોમાં જીવંત છે છતાં હકીકતમાં નહીં,
હૃદયમાં વસે છે છતાં જિંદગીમાં નહીં,
દોસ્ત! બધું જ મારુ છે છતાં મારુ કઈ નહીં!

-Falguni Dost

Read More