krishna

આવે જ્યારે મળવા તું,
ઘડિયાળ બંધ જ પેરી આવજે,
અતિ વ્યસ્ત તારા સમયને,
તારા ઘરે જ મૂકી આવજે.
B+ve

-Krishna

જો હું સફેદ કાગળ,
તું મારા પર છપાઈને વાર્તા બની જા,

જો હું રહું કોરી કટ્ટ,
તું લખાઈને મારી કવિતા બની જા,

રંગ ભરી દે તારા અવનવા મુજપર,
તું મારા જીવનનો સુવર્ણ ચિત્ર બની જા.

B+ve

-Krishna

Read More

(મોબાઈલ) સત્ય ઘટના

આજે એક ગામડાના વિધવા માજી તાલુકા મથકનાં મોબાઈલ વાળાને વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેંસ નાંખે,મારા દિકરાને મુંબઈ ફોન જ નથી લાગતો,
મોબાઈલવાળા ને મે પુછયુ ભાઈ શું છે??
મોબાઈલવાળા એ કહ્યું (ધીમા અવાજે)આ માજીને એકનો એક છોકરો છે ૪૦ વિધા જમીન છે.માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયા છે..સરકારી નોકરી હતી પેંશન આવે છે..પણ દિકરો અને વહુ મૂંબઈ લઈ જતા નથી વાડી સાંચવવા રાખ્યા છે .. મોટા બંગલા માં એકલું એકલું લાગે એટલે માજી મુંબઈ ફોન કર્યા કર થયા હશે..આધૂનીક વહુ ને આ નથી ગમતુ કે એમનો હસબંડ(માજીનો દિકરો)દિવસ માં દસ વાર એની મંમી સાથે વાત કરે એટલે માજીનો મોબાઈલ નંબર બંને એ બ્લોક કરેલો છે

મેં એક મોટો નીસાસો નાંખી મજબૂત થઈ માજી પાસે બેસી કહ્યું બા તમારો મોબાઈલ આપો હું રીપેર કરી આપું….
માજી માટે ચા મંગાવી હુ મોબાઈલવાળા એ બનાવેલી ચેમ્બરમાં ગયો માજી ના દિકરા ને મારા મોબાઈલ માંથી ફોન કર્યો ..

મારૂ નામ આપ્યું અને કહ્યું કે આ માજી જમીન વેચવા મારી ઓફીસ પર આવ્યા છે ૧ લાખ નો વિઘો જમીન કહે છે તમને મંજૂર છે ને??
મૂંબઈગરો ઉછાળ્યો અરે બાપુ ૧૦ લાખની વિઘો જમીન એમ એક લાખમાં થોડી વેચી દેવાઈ ચાર કરોડ ની જમીન ચાલીસ લાખમાં મારી બા ગાંડા થઈ ગયા છે
મે હંસીને કહ્યું મે પેપર ઓનલાઈન ચેક કર્યા માજીના નામે જ છે,
એ કહે રહો હું બા ને ફોન કરૂ

મે માજીના મોબાઈલમાં બંનને ના નંબર બ્લોક કર્યા હતા.
હું ચેમ્બરમાં થી બહાર આવ્યો.માજીને કહ્યું બા આ મોબાઈલ ૨૪કલાકમાં ચાલુ થઈ જશે.ત્યાં સુધી SwitchOffરાખવો પડશે..
માજી થોડી નીરાશ થયા મે કહ્યું “બા”હું તમારા ગામ બાજુ જાવ છું તમને ઘર સુધી ઉતારતો જાવ,મોબાઈલ વાળા સામે જોઈ માજી કહ્યું તમારા જેવો ભગવાન ય નહી
માજીને ઘરે ઉતારી દિધા.
હું ત્રીજા દિવસે માજી ના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશી એ કહ્યું કે બે દિવસ પહેલા દિકરો અને વહુ આવ્યા હતા માજી ને મુંબઈ લઈ ગયા અને વાડી ગામ ના કણબી પટેલને ૩૩% ભાગે વાવેતર કરવા આપી દિધી

મીશન માજી મોબાઈલ સફળ થયું ..મારી પાસે ફોનનંબર હતો મે ફોન કર્યો માજીને મે કહ્યું બા જય માતાજી મોબાઈલ ની દુકાને મળ્યો હતો એ બાપૂ બોલું છુ મોબાઈલ ચાલુ થઈ ગયો??

માજીએ કહ્યું હવે મોબાઈલ ની શું જરૂર દિકરો અને વહુ ના ઘરે મુંબઈ આવી ગઈ છું

એઈ બેય સામાને સામા જ હોય છે.

મે કહ્યું આ મારો નંબર છે મોબાઈલ બગડે તો ફોન કરજો..જય માતાજી🙏

cp

Read More

લાગણી એટલે શું?
મોજાંની જેમ પહાડ સાથે અથડાઇને
ચકનાચુર થઈ જવું....
લાગણી એટલે રેતી ના કોરા પટમાં લખવું
ને પાણીના વહેણમાં વિલીન થઈ જવું....
કે પછી નદીના પટમાં ઘર બનાવવું ને
મોજું આવતા ઘર રેતી થઈ જવુ....
લાગણી એટલે એવો પ્રશ્ન
જેનો કયારેય સાચો જવાબ મળ્યો જ નહી. ....
લાગણી એટલે મનમાં ઉમટે ઘોડાપુર
ને છતાંય કોરા ને કોરા જ રહી જવું.....
લાગણી એટલે દરિયા ના મોજાં ની જેમ ખૂબ ઊંચે ચડવું
ને પછી ધબ્બ કરતાં નીચે પડવું.......
લાગણી એટલે તરસ તરસ ને બસ તરસ..

-Krishna

Read More

નથી હક મુલાકાતનો ખબર છે મને,
નથી હક અધિકારનો ખબર છે મને,
પ્રેમ છે તું મારો મારા જીવથી પણ પ્યારો,
પણ નહિ મળે તુજ સંગ કિનારો ખબર છે મને,
નથી કરતી ફરિયાદ હું
કેમ કે ગુનેગાર છું હું તારી ખબર છે મને.
B+ve

-Krishna

Read More

પ્રેમ એટલે કે
પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો

પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય
છે મુશાયરો

cp

Read More

Krishna લિખિત વાર્તા "લલચાયલો પ્રેમ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19936861/red-love

: આ લેખ વાંચતા માત્ર 45 સેકન્ડ લાગશે અને તમારો વિચાર બદલાઇ જશે ..
એક દયાળું સ્વભાવની સ્ત્રી હતી. એને એવો નિયમ કરેલો કે રસોઇ બનાવતી વખતે પ્રથમ રોટલી તૈયાર કરીને એને બહારની શેરીમાં પડતી રસોડાની બારી પર મુકવી જેથી જરુરિયાત વાળી વ્યક્તિ એ રોટલીઓ ઉપયોગ કરી શકે.
એક વખત એક ભિખારીની નજર આ રોટલી પર પડી એટલે એ રોટલી લેવા માટે આવ્યો. રોટલી હાથમાં લઇને બોલ્યો “ જે ખરાબ કરે છે તે તેની સાથે જ રહે છે અને જે સારુ કરે છે તે તેને પાછુ મળે છે.” પેલા બહેનને આ કંઇ સમજાયુ નહી.
બીજા દિવસે ભિખારી પાછો આવ્યો. પેલી સ્ત્રી રોટલી મુકે તેની રાહ જોઇને બેઠો જેવી રોટલી મુકી કે ફટાક દઇને ઉઠાવી લીધી અને બોલ્યો “ જે ખરાબ કરે છે તે તેની સાથે જ રહે છે અને જે સારુ કરે છે તે તેને પાછુ મળે છે.” પેલી સ્ત્રી વિચારવા લાગી કે એણે મારો આભાર માનવો જોઇએ કે કૃતજ્ઞતા વ્યકત કરવી જોઇએ એને બદલે એ તો રોજ એક સરખો ઉપદેશ આપે છે.
હવે તો આ રોજનો ક્રમ બની ગયો. જેવી રોટલી બારી પર મુકાય કે ભિખારી એ ઉઠાવીને ચાલતી પકડે. પેલી સ્ત્રીને હવે ગુસ્સો આવ્યો. રોજ મારી રોટલી લઇ જાય છે પણ આભારના બે શબ્દો પણ બોલતો નથી.

એક દિવસ ગુસ્સામાં ને ગુસ્સામાં રોટલી પર ઝેર ચોપડીને બારી પાસે મુકવા ગઇ. ભિખારી ત્યાં રાહ જોઇને બેઠો જ હતો. રોટલી બારી પર મુકતા એ સ્ત્રીનો જીવ ન ચાલ્યો એણે ઝેરવાળી રોટલીને ચુલામાં નાખીને સળગાવી દીધી અને બીજી રોટલી બનાવીને બહાર મુકી જે લઇને ભિખારીએ ચાલતી પકડી.
થોડા સમય પછી કોઇએ એના ઘરનો દરવાજો ખખડાવ્યો. એણે દરવાજો ખોલ્યો તો એ ફાટી આંખે સામે ઉભેલી વ્યક્તિને જોઇ જ રહી. ઘણા સમય પહેલા ઘર છોડીને જતો રહેલો એનો યુવાન દિકરો સામે ઉભો હતો. ભિખારી કરતા પણ ખરાબ હાલત હતી. આખુ શરીર ધ્રુજતું હતું. સ્ત્રી તો પોતાના દિકરાને ભેટીને રડી જ પડી.
છોકરાએ કહ્યુ , “ હું ઘણા દિવસનો ભુખ્યો હતો. માંડ માંડ આપણા ગામના પાદર સુધી પહોંચી શક્યો. વધુ ચાલવાની મારી કોઇ જ ક્ષમતા ન હતી. હું બેભાન જેવી અવસ્થામાં પડેલો હતો. ત્યારે ત્યાંથી એક ભિખારી પસાર થયો એના હાથમાં એક રોટલી હતી. હું ટીકી ટીકીને એ રોટલી જોવા લાગ્યો. ભિખારીએ રોટલી મને આપી અને કહ્યુ , “ હું રોજ આ રોટલી ખાઉં છું પણ આજે મારા કરતા આ રોટલીની તને વધારે જરૂર છે. માટે તું ખાઇ જા.”
પેલી સ્ત્રી ત્યાં જ ફસડાઇ પડી. “ અરે મારા પ્રભુ ! આજે ગુસ્સામાં ને ગુસ્સામાં ઝેરવાળી રોટલી એ ભિખારીને આપી હોત તો ?…….ઘણા સમય થી મારો દીકરો ગૂમ થયો હતો તે મારા હાથેજ મૃત્યુ પામત . હવે મને સમજાય છે એ જે બોલતો હતો તે બિલકુલ સાચુ હતુ.”
મિત્રો, કોઇપણ કામ કરવામાં આવે ત્યારે વહેલું કે મોડુ એનું પરિણામ અવશ્ય મળે છે. સદભાવથી કરેલા કાર્યનું પરિણામ સુખદ હશે અને દુર્ભાવથી કરેલા કાર્યનું પરિણામ દુ:ખદ હશે. માટે જીવન માં બને તેટલા સારા કર્મો કરો ઈશ્વર ને ત્યાં દેર છે અંધેર નથી કર્મ નો બદલો ચોક્કસ મળેછેજ
તમારું શું કહેવુ છે, મિત્રો, ??????
મને ગમ્યું તો શેર કર્યું તમને ગમ્યું તો શેર કરો..

🌹🌹🌹

Read More

અધુરા દિલનાં આ અધુરા છે ઓરતાં,
આવને તું વ્હાલમ મને મળવા,
સ્પર્શથી તારા આ પોષમાં પણ,
થઈ જાય આસોના નોરતાં.
B+ve

-Krishna

Read More