રાખો ભરોસો તમે ખુદ પર શાને શોધો છો ફરિશ્તાઓ..? પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ તોય શોધી લે છે ને રસ્તાઓ !!

કોણ અંદર બ્હાર આ વરતાય છે
શ્વાસ નામે રોજ કૌતુક થાય છે

જીર્ણ થઈ ને ઓગળુ છું તોય પણ
હુંપણા નો રોગ ક્યાં સમજાય છે ?

લાગણી ના છોડ આ કરમાય નૈ
આંખ મારી એટલે છલકાય છે

કેટલા વીત્યા હશે કોને ખબર ?
ક્યાં હિસાબો જન્મ ના સચવાય છે

યાદ આવું હું ય પણ ગિરનાર ને
એ જ સપનું આંખ માં પથરાય છે

હું તને ત્યાં લઈ જવાનો જીંદગી
માર્ગ જ્યા થી આપણા બદલાય છે

સુપ્રભાત મિત્રો..?

કવિશ્રી - દિલીપ દવે

Read More

તુ ચલાવે રોજ કારોબાર આખા ગામ નો
તોય તારે જોઈએ આધાર આખા ગામ નો

જાણવા આજે મળ્યું કરણ હૃદય ના રોગનું
સાચવી રાખ્યો હતો ભંગાર આખા ગામ નો

શ્વાસ ને પળવાર આપ્યું તે શરીરી આવરણ
તોય માથે લઈ ફરે છે ભાર આખા ગામ નો

ઘાવ લીલા રાખવામાં વાંક ક્યાં છે કોઈ નો ?
મે જ માગ્યો પ્રેમથી સહકાર આખા ગામ નો

હોય નરસી એ જ છોડાવી શકે છે આખરે
છે હજી એ ગીરવે કેદાર આખા ગામ નો
સુપ્રભાત મિત્રો..
- કવિશ્રી દિલીપ દવે

Read More