Gujarati Good Night videos by AJ Arpit Watch Free
Published On : 11-Dec-2018 09:00pm1 views
62 Comments


સબંધ કયો છે નથી જાણતો, દિલ બસ નિભાવવા ઈચ્છે છે.
હૃદય માં છુપાયેલી લાગણી ઓ , ક્યારેક હોઠો પર આવી પહુચેછે .
છતાં નથી કાઈ બોલી શકાતું , શબ્દો રસ્તા બદલી નાખે છે .
આંખો બધું કહી દે છે ,
પણ કાન સાંભળવા તરસે છે .
સબંધ કયો છે નથી જાણતો,
દિલ બસ નિભાવવા ઈચ્છે છે

ઉદિત ભાઈ, ખૂબ જ સરસ વર્ણન કર્યું તમે તમારી સમજ પ્રમાણેના સંબંધનું. પણ તમારી કાવ્યાત્મક શૈલીમાં કૈક રચનાત્મક વર્ણનની આશા છે?

તન્વી બેન, અને આ વ્યસન નુકસાન નહીં કરે કરે..પરંતુ જીવનમાં બીજા વ્યસનોથી થતા નુકસાનથઈ બચાવશે.

સબંધ એટલે શુ?
સબંધ શબ્દ બે અલગ અલગ શબ્દો નો બનેલો છે સબ અને અંધ . સબ એટલે મડદું .મડદા ની કોઈ કિંમત નથી હોતી .પણ જો તે મૃત વ્યક્તિ ની આંખ કોઈ અંધ ને લાગી જાય તો તે આંખ થઈ કિંમતી કઇ નથી. સબંધ નું પણ કંઈક આવુજ છે . જેની સાથે હોય તેનું પોતાનુજ અંગ બનીને નિભાવીએ તો ક્યારેય ના તૂટે . અને આપણા સ્વાર્થ પૂરતો સીમિત રાખીયે તો સબ ની માફક તેની કોઈ કિંમત નથી .

બસ આપનો સાથ રેહશે તો અમે મહેનત માટે તૈયાર જ છીએ... હું પણ કવિતાનું વાંચન કરી યુ ટ્યુબ પર મારી ચેનલ પર મુકુ છું. તમને જોઈ મને પણ વધુ શીખવા મળશે. મારી લખેલ મારા પાસે ૧૦૦ થી વધુ કવિતા છે હું પોસ્ટ કરતો રહીશ. અને થોડી ઘણી તો bites ma મૂકી પણ છે.

મિલન ભાઈ, મંઝિલ તરફ નજર માંડીને જ મેહનત છે તમારી. એક દિવસ માતૃભારતી ઉપર એ મંઝિલ પ્રાપ્ત થશે જ તમને. અમારો વિશ્વાસ અને તમારી મેહનત સાથે છે તમારી.?

સાહેબ આમ ના કહેશો.... અમે ખાલી મિલન લાડ જ છીએ... કવિરાજ ની મંજિલ તો ખૂબ દૂર છે હજી.

દિનેશભાઇ, ના. તમારી આ પ્રમાણે વાત કરવાની પદ્ધતિ સંબંધોના વિરોધી નહિ પણ સંબંધોના હિમાયતી તરીકે તમને દર્શાવે છે?

હા દિનેશભાઈ. અને કોઈ માપે તો પણ શું ? એ એમનો વ્યક્તિગત અભિપ્રાય છે.બાકી માણસ માત્ર ભૂલને પાત્ર.અને એક બેન તો ભાઈને ના જ માપે....

હા ભાઈ પણ એ ભૂલ થી સેન્ડ થઇ ગયું હતું,એ તમને જાણ ન હતી,એટલે તમે એવું ધારી લીધું હતું ને કે હું,સંબંધ નો વિરોધુ છું???

દિનેશ ભાઇ, તમારી વાત સાચી પણ આપણે અહીં લોકોને 'માપવા' નહીં 'માણવા' ભેગા થવાનું છે.?

દિનેશ ભાઈ, અરે મિત્ર એમા માફી શેની માંગવાની. લાગણીઓનવા સ્વતંત્રતાથઈ અભિવ્યક્ત કરવા માટે જ તો આ માધ્યમ છે.

આભાર ભાઈ,પણ ભૂલ થાય તો જાણ કરવી જરૂરી છે શબ્દો નો સવાલ છે લોકો ના સમજી ને પણ માપી લે છે આપણે ને કે આપણે કેવા છીયે?

સ્વાર્થી દુનિયામાં ક્યારેક કોઈ એવું સ્નેહીજન પણ મળી જતું હોય છે, જેને આપવા માટે દુનિયાના બધા સુખો ઓછા લાગે.આવી વ્યક્તિ જોડે ક્યારેય સ્વાર્થી બનવાનું પાપ ન કરવું.કારણ કે, ભગવાને એ વ્યક્તિની જવાબદારી આપણને સોંપી હોય છે.

સહુ કહે આ સમય માં ક્યાં કોઈ અંગત મળે છે, બસ દિલ માં જાંખી જુવો સારી સંગત મળે છે.

દિનેશ ભાઈ, એના માટે આપણે પણ કોઈનું અંગત બનવું પડે....કોઈના દુઃખમાં કોઈના સુખમાં ભાગીદાર થઈને હરખાવું પડે...અને મળી જશે તમને પણ તમારા '?અંગત'

આ video..૩g વાળા ય જોઈ શકે એવું કૈક કરાય હો.....અમારે ક્યાં જવું....wifi ગોતવા..

aaj kal no samy jota kalam-mitro karta fingertip-mitro vadhu bandbestu lage chhe.

પણ આ બધામાં પ્રશ્ન ત્યાં આવીને ઊભો થઈ જાય છે કે આપણે કોઈ માટે કંઈજ નથી કરતા.. ના પ્રેમ, ના દોસ્તી, ના કોઈ સંબંધ... આપણે તો બધું દુનિયાને બતાવવા માટે કરીએ છીએ.. સ્ટેટ્સમાં, પોસ્ટ માં દુનિયાને બતાવીએ છીએ કે હું આને આટલો પ્રેમ કરું છું. આ મારો જીગર જાન દોસ્ત છે.. આ વ્યક્તિ સાથે મારો આ સંબંધ છે..

જી જરૂર... એક કહેવત છે.. "જેવું વાવશો એવું લણશો"...જો પોતે જ મનમાં સ્વાર્થ રાખી નિઃસ્વાર્થ સંબંધોની શોધમાં નિકડીશું તો એ ક્યારેય નહીં મળે.

નીરવ ભાઈ, ખૂબ સરસ વાત કરી આપે. આપણે પણ હંમેશા એ જ પ્રયાસ કરવો જોઈએ કે આપણે પણ કોઈના જીવનમાં એ પ્રકારની ભૂમિકા ભજવીએ કે જેથી એ વ્યક્તિ પોતાની જાત ને આપે કરેલી 'કિસ્મત' વાળા વ્યક્તિની વ્યાખ્યામાં ગણી શકે?

loko na virtual circle ane actual circle ma aaj kal ghano virodhabhas dekhay chhe.

અમિતા બેન, આભાર આપનો. ક્ષણે ક્ષણ સાહિત્યની "જાહોજલાલી" બની રહે એ જ માતૃભારતીનો હંમેશા માટે પ્રયાસ રહ્યો છે.?

સ્વાર્થના સંબંધો વચ્ચે એક નિઃસ્વાર્થ સંબંધ શોધવો ઘણું મુશ્કેલી ભર્યું છે ... ક્યારેક એવી વ્યક્તિ મળી પણ જાય છે, પરંતુ આપણે એના નિઃસ્વાર્થ ભાવને સમજવામાં ક્યાંક ભૂલ કરી બેસીએ છીએ અને એ ભૂલની સજા એ સંબંધ તૂટવાના આરા ઉપર લાવી ને ઊભા કરી દે છે.. પણ હું માનું છું કે જો તમને જીવનમાં કોઈ નિઃસ્વાર્થ સંબંધ નિભાવનાર વ્યક્તિ મળી જાય તો ક્યારેય એનો સાથ ના છોડશો.. આ દુનિયામાં સ્વાર્થના અઢળક સંબંધો મળી જશે પણ નિઃસ્વાર્થ સંબંધ નિભાવવા વાળા કિસ્મત વાળાને જ મળે છે

દિલીપસિંહ, માણસો 'જમા' કરવા માટે કમાવાના હોય..માણસો તો પોતાની જાતને જ ખુશ રાખવા કમાવાના હોય?

હાં અર્પિતજી, અહીં જે કલમ થકી મિત્રો ને પરિવાર બન્યો.. એ જાહોજલાલી નો વારસો તો ખાલી માતૃ ભારતી જ આપી સકે.ખૂબ સરસ વાત તમે કરી ને તે પણ ખૂબ સરસ શૈલી માં... ખૂબ સરસ..

રવિના બેન, સરસ વાત કરી આપે. માતૃભારતી એ એક 'એપ્પ' નથી, એપ્પથી વિશેષ છે. લાગણીઓ વ્યક્ત કરવાનું સરનામું છે મારા અને તમારા જેવા વ્યક્તિઓ માટે...પરિવાર છે.

આ જે અંગત મિત્રો ની વાત કરી ને તમે કે જેને તમે બધું કહી શકો ને એ તમારી સારી ને ખરાબ બધી વાતો જણાવી શકે... તો આવા મિત્રો મને તો mb માં જ મળ્યા...એટલે આ કોઈ app નથી અમારા માટે... પરિવાર છે...
ધન્યવાદ માનસી