કોઈના જીવનમાં આવવાથી જિંદગી કેટલી બધી બદલાઈ જાય... નહિ ??? મારી સાથે પણ કંઈક આવું જ થયું. એના આગમનથી હું સાવ જડમૂળથી બદલાઈ ગયો. મારા શબ્દો, મારી વાર્તાઓ, મારા આર્ટિકલમાં જાણે એક નવો જ નશો ચઢી ગયો. પહેલા માત્ર લખવા માટે લખતો. આજે ચોક્કસ લક્ષ સાથે લખી રહ્યો છું. જીવનના ઘણાં ઉતાર ચઢાવ જોયા. ઘણી વ્યક્તિઓનો ભેટો થયો. પણ દિલને સ્પર્શી જાય એવી એક જ વ્યક્તિ આ જીવનમાં મળી. ઓછા શબ્દોમાં એના વખાણ કેમ કરું ? એ આજે મારા જીવનમાં નથી પણ મારુ જીવન બની ગઈ.. એ છે મારી"કેપ્ટન".

વિશ્વાસ છે મારી જાત કરતા પણ વધારે, કોઈ વાતનો ક્યારેય શક નથી,
પરંતુ દુનિયા સામે એને મારી કહી બોલાવી શકું, એટલો પણ હક નથી.!!!

#કેપ્ટન @શ્યામ

Read More

લેટ નાઈટ સુધી તમને શું ગમે ?

A) ગમતા વ્યક્તિની જૂની ચેટ વાંચવી ?
B) કોઈ વેબ સિરિઝના બધા પાર્ટ જોવા ?
C) કોઈ નોવેલ અથવા બુક વાંચવી ?
D) શાંતિથી વહેલા સુઈ જવું ?

Read More

ये बात
ज़रा गहरी है,,,
मेरी ज़िन्दगी
तूम में ठहरी है...!!!

#केप्टन @श्याम

મારી દરેક સવાર તારા અવાજ સાથે થાય,
અને દરેક રાત તારા નામ સાથે હોય,
આ આયખું પણ ટૂંકું પડે છે તારી સાથે જીવવમાં
મારો દરેક જનમ બસ તારી સાથે હોય !!!

#કેપ્ટન @શ્યામ

Read More

પ્રેમના બદલામાં પ્રેમ જ મળે એવી આશા રાખી પણ નથી મેં,
બસ એના તરફથી નફરત ના મળે મને એ જ પૂરતું છે !!!


#કેપ્ટન @શ્યામ

Read More

કોઈ વાત ના કરે તો એમ ના સમજી લેવું જોઈએ કે,
એને બીજું કોઈ ગમવા લાગ્યું હશે કે નવા મિત્રો મળી ગયા હશે,
કદાચ, એમ પણ બને કે એને તમારા માટે તમારી પાસેથી બ્રેક પણ લીધો હોય !!!
કે પછી, કદાચ એવી કોઈ મજબૂરી પણ હોઈ શકે જેના કારણે એ તમારાથી થોડા અળગા રહેવા માંગતા હોય !!!

@શ્યામ

Read More

ચાલ, હસવું નથી હવે તારી સામે,
બસ મન ભરીને રડવું છે...
આવવું નથી સામે તારી હસતો ચહેરો લઈ,
ભીની આંખે તને મળવું છે !!!

#કેપ્ટન @શ્યામ

Read More

"તું"
એટલે મારી આંખોમાં રમતું એ સ્વપ્ન
જેણે રોજ ના સેવું તો હૈયું પણ અધીરુ બને છે !!!

#કેપ્ટન @શ્યામ