હું મિલન લાડ વલસાડ થી છું, એમ. બી. એ. માં પોસ્ટ ગ્રેજયુએટ છું અને હાલ સુરત માં જોબ કરું છું. ભાષાકીય એટલું ઊંડાણમાં જ્ઞાન તો નથી પણ વાંચન ના શોખ અને જીવનના કેટલાક અનુભવે લખતા શીખ્યો છું. જે હાલ આપની સમક્ષ કવિતા તેમજ વાર્તા રૂપે રજૂ કરતો રહું છું. આશા છે આપને પસંદ આવે. મિલન લાડ. વલસાડ, ગુજરાત. FB: @lagninopaheloahesaseprem (લાગણી નો પહેલો અહેસાસ એ - પ્રેમ ) વોટ્સએપ: ૯૬૦૧૦૨૪૮૧૩

*આદત બની ગયા...!*

પ્રેમ શોધવા જ નીકળ્યો હતો ને તમે મળી ગયા,
જાણે મનગમતા સવાલોના જવાબ મળી ગયા !

સાંભળ્યું હતું, જોઈતું હોય એ જ તો નથી મળતું,
તો પછી ! મને કેમ આમ સરળતાથી જડી ગયા ?

દિલના આ ખૂણાઓમાં ચાહનાઓ અગણિત હતી,
પૂરી કરવાને અમેય એ પ્રેમસાગરમાં ભળી ગયા !

આનંદિત થઈ મન હિલોળા ખાતું જાય છે, જોને
સ્પર્શ માત્રથી એમના અમે લજામણી બની ગયા.

ખૂલવું ફરી બંધ થવુ આંખોનું આમ જ ચાલતું રહ્યું,
હતા અજનબી હમણાં હમણાં, આદત બની ગયા.

*મિલન લાડ. " મન "*

Read More

હા 'મન' સમજે છે !

લાગણી જ્યાં મળી મન ત્યાં રહી ગયું !
આખરે પારકામાં એને અંગત મળી ગયું.

મહેંક માટીની હતી વાતાવરણમાં આજે,
જાણે કોઈ વાદળું હમણાંજ વરસી ગયું.

આંખોને અનુભવ ના હતો રાહ જોવાનો,
સમજાયું ત્યારે, જ્યારે પોતાનું છોડી ગયું.

હસી લઉં છું હું હવે એની દરેક વાતો પર,
જાણે ખુદને છેતરવાનું બહાનું મળી ગયું !

તારા દિલની વ્યથા શું આ 'મન' ના સમજે ?
જો મને ! તારા વગર જીવતા આવડી ગયું.

મિલન લાડ. " મન " વલસાડ.

Read More

મિસ્ડકોલ ની ૬ પાર્ટ ની આખી વાર્તા લખાઈ ચૂકી છે. પ્રેમ અને રહસ્ય થી ભરપુર આ વાર્તા વાંચવાનું ચૂકી ન જવાય માટે આજેજ વાંચો.... MATRUBHARTI પર

હાય, માતૃભારતી પર આ વાર્તા 'મિસ્ડકોલ' વાંચો
https://www.matrubharti.com/book/19867038/missed-call

Read More