Varsha Shah

Varsha Shah

@varsha51


About You

Hey, I am reading on Matrubharti!

'આજે જાઉ છું' !
પરોક્ષ કહેવા આવ્યા તમે !
શુભાગમને પરોઢિયે, દેવ !
વધાવીશું અવશ્ય અમે!

--વર્ષા શાહ

સુપ્રભાત
તમ દર્શન જગ અજવાળે,
નયન યથાતથ સકળ નિહાળે !
કિરણ અંગુલ અંતર દ્વાર ખોલે,
નિષ્કામ કર્મયોગ! સૌને શીખવે !-
વંદન અષ્ટ પ્રહરનાં તમને!

વર્ષા શાહ

Read More

ઝિલમિલ સંધ્યા

ભ્રમ અદ્દભૂત અહીં કેવો ?
પ્રખરતાને સાચવે કુમળો સ્પર્શ!
---વર્ષા શાહ
સુપ્રભાત

આંખોમાં ચમકતા સિતારા,
હાથમાં લાવવા સહેલા ક્યાં ?
--વર્ષા શાહ

बात फुलोंकी चल रहीहै,
तो हमें भी याद किया जाए ।
कुछ खासियत हमारी खुली है,
गौर उस पर भी फरमाया जाए!
खुशमिज़ाजी हमने कायम रखी है,
कुछ सैर बियाबान में भी की जाए । (बियाबान =जंगल )
बात होती क्यों है,गुलाब की फकत ?
खुद ही पनपनेकी जो फितरत
हमारी भी जरा देखी जाए।

-वर्षा शाह

Read More

વિચારોના આ વાયરા,
ફંગોળે મનને આમતેમ
એક ઝોલો લાવે એની તરફ,
ત્યાં તો બીજો હડસેલે દૂર.
ચાર અંગુલ ચરણથી છેટું તે
જોજન દૂર ઘડીકમાં વર્તાય.
પળમાં હાથવગું દર્શન એનું,
જન્માંતરે ઠેલાય! રે વિધિ!

--વર્ષા શાહ

Read More

એક ગાંડુ સ્વપ્ન એવું લઈ ફરૂં,
જન્મોજનમ, વ્હાલા તને મળું !

ધરવ નથી,અધૂરા રસપાનથી,
આકંઠ પીઉં, ડૂબું માથા સુધી !

કંઈક એવું માધુર્ય છલકે નિત તારું,
આસપાસ સદા રહું, ઝંખે મન મારું !

મૃગ કસ્તુરી ભર્યું હું, સુગંધ માટે બાવરું,
રોમરોમમાં તું જ સમાયો એવું કાં ન ભાળું!

--વર્ષા શાહ

Read More

ધરતીની વાયુમાં વહેતી થઈ,
મોંઘી એવી મદમાતી સુગંધ.
શ્વાસમાં ભળે ને હસી ઉઠે આંખ.

આભેથી ઉતર્યાં શીતળ જળ,
નીલાશ જાણે, લીલાશ બની!
મૃદુ છાંટ ભીંજવવા આવી,

કોરાં કેમ રહીએ ગોરાંદે !
પહેરણ અમારું ને પાલવ તમારો,
તનમન ભેળાં પલાળીએ !

શાણપણને છેટે વળાવીને
ઉમરમાં મસ્તી ઉમેરીએ.
રંગ ને સુગંધનો મેળાપ એને,
અવસર જાણીને ઉજવીએ.
--વર્ષા શાહ.

Read More