Hey, I am reading on Matrubharti!

સંગ પૂરા કરવા સપના આપ્યો તે હાથમાં હાથ,
સમય જતાં આવી ગયા કેવા બન્ને બથમબાથ..

હનીમૂન કેરી સ્વર્ગ સફરે રાખતા એકબીજાનુ ધ્યાન, 
હવે મંદિરની સીડી પર બેસી રાખતો ચપ્પલનુ ધ્યાન..

પવનથી ઉડી ચહેરો ચુંબતો લાગતો દુપટ્ટો કમાલ,
હવે ચોમાસે માથે જુલતા ચણિયાને આપતો સો સલામ...

બોલે બોલે ઘાયલ કરતી જીભમા જાણે સિતાર,
હવે છુટ્ટા વેલણ ઘા કરતી બચ્યો તેનો બેડોપાર..

વાતે વાતે હવે આપણે મચાવતા બહું ધમાલ,
સ્વિકારુ છું તોય મને મળી છે સંગીની કમાલ..

Read More

એના આગમનના આજ ભણકારા એવા વાગે..
Bhavesh
શાંત જળ પણ જાણે કોઈ મધુર સંગીત વગાડે..