Hey, I am reading on Matrubharti!

આ ઢળતી સાંજ અને એમાં વળી તારો સાથ
આ ઢળતી સાંજ અને એમાં વળી તારો સાથ
પછી કેમ ચાયની ચુસ્કી લઉં ને કેમ ગાંઠિયા ભણી જોવાય...?

-Rupal Solanki

Read More

લેખન નો શોખ ત્યારે જ જાગતો થયો જ્યારે મારાં દરેક શબ્દોને એ નકારતો રહ્યો.😔


-Rupal Solanki

દુઃખને ખુદની અંદર કેદ કરવું છે.
સુખ ને દુઃખ કરતા વધારે સતેજ કરવું છે.

કર્મ તણો આ કાફલો સાથે ઉઠાવી ચાલ્યા કરું...
ના સુખની શાને રમુ, ના દુઃખ તણાયે રોદણા રોવું...
વણઝારા સમા આત્માને ક્યાં એક ઠેકાણે કહેવું છે ?
દુઃખને ખુદની અંદર કેદ કરવું છે

સુખની ભરતી દુઃખની ઓટો, દુખની ભરતી સુખની ઓટો...
ભવસાગર તરવા ને કાજે, અહીં માંઝીં તણો છે તોટો...
આશાઓના હલેસા લઈને તોયે આગળ વધવું છે
દુઃખને ખુદની અંદર કેદ કરવું છે.

રામના વેગડા વેણ ક્યારેક સીતાએ પણ ખમ્યા હશે...
એટલે જ સ્વાભિમાન સાચવી, એ વગડે વગડે ભમ્યા હશે...
શીલની અગ્નિપરીક્ષામાં હવે મારે નથી ઉતરવું છે

દુઃખને ખુદની અંદર કરવું છે.
સુખને દુઃખ કરતા વધારે સતેજ કરવું છે.

~રૂપલ સોલંકી

Read More

સર્જનહાર તારી આ સૃષ્ટિમાં તેં  સમતા ક્યાં  સંતાડી છે  ? 
માનવ માં માનવ પ્રત્યે પ્રેમ કરતા વેર કેમ ભારી છે  ? સર્જનહાર તારી આ સૃષ્ટિમાં તેં  સમતા ક્યાં સંતાડી છે   ?

 ચકલી ને બોલાવી ચણ નાખતો,
 ચકલી ને બોલાવી ચણ નાખતો
 અને માણસ માંગે તો કેહતો એ ભિખારી છે
 સર્જનહાર તારી આ સૃષ્ટિમાં તેં  સમતા ક્યાં  સંતાડી છે   ?
 
 જ્ઞાનનું દાન તો સર્વોપરી તું જાણે છે
 જ્ઞાન નું દાન  તો સર્વોપરી તું જાણે છે
તો પછી આ સ્કૂલ ટ્યુશન નો ચાર્જ  કેમ આટલો ભારે  છે  ?
 
સર્જનહાર તારી આ સૃષ્ટિ માં તેં સમતા ક્યાં સંતાડી છે  ?
માનવમાં માનવ પ્રત્યે પ્રેમ કરતા વેર કેમ ભારી છે   ? 

~રૂપલ સોલંકી.

Read More

સરી પડે છે સંસ્મરણો સરી પડે છે
વર્તમાન શુ ભૂતકાળના ભુવનોય એમા ખરી પડે છે
સરી પડે છે સંસ્મરણો સરી પડે છે....

રમતા રમતા સંતાકૂકડી કયાંક પાછળથી
માના હાથના ધોકાયે ખાવા પડે છે
સરી પડે છે સંસ્મરણો સરી પડે છે...

બપોર ટાણે ભણતા ભણતા ઉંઘવામા
કયાંક થી શિક્ષકના ચોકનો ઘા પણ આવી પડે છે
સરી પડે છે સંસ્મરણો સરી પડે છે...

કેરી ચોરવા જતા ભરબપોરે વાડીઓમાં
ને અચાનક રખેવાળો લાકડી લઈ પાછળ પડે છે
સરી પડે છે સંસ્મરણો સરી પડે છે...

નજીવી બાબતમાં ઝઘડતા વાર નોતી લાગી
પણ સામેથી વાત કરવામા બંને પાછા પડે છે
સરી પડે છે સંસ્મરણો સરી પડે છે...

જુઠ્ઠુ રુદન અને સાચ્ચું હાસ્ય અદભૂત હતુ એ
આજે સાચ્ચું રુદન અને જુઠ્ઠુ હાસ્ય જ સૌને મળે છે
સરી પડે છે સંસ્મરણો સરી પડે છે

વર્તમાન શુ ભૂતકાળના ભુવનોય એમા ખરી પડે છે
સરી પડે છે સંસ્મરણો સરી પડે છે

~ રૂપલ સોલંકી

Read More

પ્રકૃતિના પ્રેમને માણવા દે મને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને...

ના તોડ આ કોમળ કળીઓને સાજણ,
સુંદર સુમન બની ખીલવા દે એને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને...

ના રોક આ ધસમસતી નદીના વહેણ,
પ્યારા પીયૂ સમા સમુદ્રમાં ભળવા દે એને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને...

વસંતે ખીલવ્યો છે બાગ રંગબેરંગી પુષ્પોભર્યો,
ઘડી બે ઘડી ભ્રમર બની ગુંજવા દે મને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને

ઝરણાંઓએ સુમધુર સંગીત રેલાવ્યુ છે,
શાંત સરિતાને પણ ખળખળ વહેતી નિરખવા દે મને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને...

અવનીને મેહુલીયે લીલાછમ ચુંદડી ઓઢાડી છે,
એને સિંચતી કુદરતની ઝારીમાં ભીંજાવા દે મને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને...

ના પડદા કર આ ઝરૂખાને એ પીયૂ,
ચંદ્રની શીતળ ચાંદનીને આપણા ઘર આંગણે વહેવા દે હવે
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને

મસ્તીમાં ગાંડો ઘેલો થયો છે મુજ બાળ "વત્સ "
શૈશવ છે એનુ જરૂરતથી વધારે પણ ધીંગામસ્તી કરવા દે એને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને
પ્રકૃતિના પ્રેમને માણવા દે મને...

~રૂપલ સોલંકી

Read More

અધૂરી પ્રીતની વાત જ નિરાળી છે,
રાધા તારી જુદાઈ તો કૃષ્ણ પર પણ ભારી છે...

તારા વિરહની વેદના એણે જગથી પણ સંતાડી છે,
સ્નેહાળ સ્મિત મુખ ધરી એણે આખી દુનિયાને ભરમાવી છે
રાધા તારી જુદાઈ તો કૃષ્ણ પર પણ ભારી છે...

સઘળી આ વસૂધા તરસે જેનો પ્રેમ પામવા,
એજ કાનો તુજ પ્રેમ કાજે તરસે એ વાત કયા અજાણી છે
રાધા તારી જુદાઈ તો કૃષ્ણ પર પણ ભારી છે...

ખુદ જગતનો નાથ થઈ અવતાર ધર્યો જેણે તારે કાજે,
વળી પ્રેમની મૂર્તિ તરીકે હે રાધે... કૃષ્ણે તને જ બિરદાવી છે
રાધા તારી જુદાઈ તો કૃષ્ણ પર પણ ભારી છે...

પ્રેમની વ્યથા પ્રેમ જ સમજે જગ ને કયા એ સૂઝ આણી છે
એટલે જ તો રાધાકૃષ્ણ સરખી બીજી કયા કોઈ પ્રેમ કહાની છે...
રાધા તારી જુદાઈ તો કૃષ્ણ પર પણ ભારી છે...

~ રૂપલ સોલંકી

Read More