ભટકેલો માણસ છું , ભટકતા ભટકતા માતૃભારતી એપમાં આવી ગયો.લખવાનું ચાલુ કર્યુ.તેમાં વાંચકોનો સાથ મળી ગયો એટલે કલમ ચાલવા લાગી. કલમનો સાથ અને વાંચક નો સાથ પછી જોઇએ બીજું.બિન્દાસ્ત માણસ.

કોઈના હિતની એટલી બધી ચિંતા ના કરો
જાણે-અજાણે એનું અહિત થઈ જાય.

સામાન્ય માણસે અત્યારે અસ્તિત્વ ટકાવવા કરવા પડતા અસામાન્ય સંઘર્ષને સલામી આપતી Raeesh Maniar ની મોટીવેશનલ ગઝલ 👌👍 :

રોદણાંથી પર થવાની રીત શીખી જાય છે
જાત પર નિર્ભર થવાની રીત શીખી જાય છે

એક બે વાર જ પડે, એકાદ બે ઈજા પછી
બાળકો પગભર થવાની રીત શીખી જાય છે

કેટલો લાંબો સમય નુકસાનમાં જીવી શકે?
માણસો સરભર થવાની રીત શીખી જાય છે

દે નહીં ખપ્પરમાં હોમાવા કદી પરિવારને
માણસો છપ્પર થવાની રીત શીખી જાય છે

છે નમક પ્રસ્વેદનું, મોતી સમું ચમક્યું, જુઓ!
વેદના હુન્નર થવાની રીત શીખી જાય છે

જો સમય પણ નીતનવા પ્રશ્નો બની પ્રગટ્યા કરે
આદમી ઉત્તર થવાની રીત શીખી જાય છે

કોઈ દુ:ખથી મૂઢ ક્યાં બનતું! કૃપા એ ગૂઢ છે!
જે ટકે, બહેતર થવાની રીત શીખી જાય છે

વિષ વિષમ સંજોગનું જે ભોળપણથી પી જશે
આખરે શંકર થવાની રીત શીખી જાય છે

~ *રઈશ મનીઆર*

Read More

શબ્દની આરપાર જીવ્યો છું
હું બહુ ધારદાર જીવ્યો છું

સામે પૂરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું

ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.

મંદ ક્યારેય થઇ ન મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું

આભની જેમ વિસ્તર્યો છું
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું

બાગ તો બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ
સર્વથા શાનદાર જીવ્યો છું

– અમૃત ‘ઘાયલ’🌷

Read More

બધા પોત પોતાનુ ધ્યાન રાખજો,
કેમ કે તમે પણ કોઇક માટે ઓક્સિજન છો...

कुछ मौसम रंगीन है कुछ आप हसीन हैं,
तारीफ करूँ या चुप रहूँ जुर्म दोनो संगीन हैं

“દ્વાર ખખડે અને કોઈ ટપાલી હોઈ શકે,
ન કોઈ હોય; ગલી સાવ ખાલી હોઈ શકે.

સમયના હાથને કઈ રીતે ઠેલશો પાછો ?
એ માગે ચીજ તે તમને’ય વ્હાલી હોઈ શકે.

કોઈ લઈ આવ્યું મને આ ધધખતા રણ વચ્ચે,
બીજું તો કોણ; આ શ્રદ્ધા જ સાલી હોઈ શકે.

જો સ્થાનભેદ ના ગણીએ તો એક સંભવ છેઃ
તમાચા જેવો તમાચો’ય તાલી હોઈ શકે.

અમે ન ચાંગળું ચપટીક માગી પીનારા,
હોય તો હાથમાં છલકાતી પ્યાલી હોઈ શકે.

રમેશ, હોય છે સાપેક્ષ સર્વ ઘટનાઓ,
તમારી પીડા બીજાની ખુશાલી હોઈ શકે !”

😊રમેશ પારેખ
🙏🏻

Read More

હારી આ સરહદ ને હાર્યા સીમાડા
પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ગુજરાત ના સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ🇮🇳
જય જય ગરવી ગુજરાત🚩

Read More

નાજુક હૃદય ને કાયમ બોજ ન આપી શકું,

પ્રેમ છે જ, પુરાવા રોજ ના આપી શકું .!!

वैक्सीन ले..
मित्रों और परिवार को भी दिलाए..

वैक्सीन लगाए.. कोरोना हराए..

પદ્મશ્રી કવિ દાદબાપુ આપણી વચ્ચે નથી રહ્યા ગુજરાતી સાહિત્યને ન પૂરી શકાય એવી ખોટ પડી છે.જાણીતા કવિ પદ્મશ્રી કવિ દાદની રચનાઓ સદાય ચિર સ્મરણીય રહેશે.એમની વિદાય ન માની શકાય તેવી છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના..
ૐ શાંતિ...

Read More