ક્ષણે-ક્ષણે તુજને મુજમાં ભરી લઉં છું આમ જ સ્મરણ સંગ વિસ્તરી લઉં છું જયારે -જયારે આંખ ઉભરાય છે ને તારી યાદમાં, આંખોને બંધ કરી લઉં છુ.

સંબંધોમાં વિશ્વાસની વાતો કરનારા મૂખોટા પહેરી ફરે છે,
નીચા પાડીને સંબંધના મૂલ્યને ખુદને સક્ષમ સમજે છે.

પદ્માક્ષી(પ્રાંજલ)

Read More

#સક્ષમ

સક્ષમતા મારી પૂરવાર શું કરું?
તારી ક્ષમતા પણ હોવી જોઈએ ને મારા પ્રેમને સમજવાની.
પ્રભુ છે જ એમ સ્વીકારવુ પડે વ્હાલા
તો જ ખરી મજા છે એને ભજવાની.

પદ્માક્ષી(પ્રાંજલ)

Read More

#સક્ષમ

જીવન કઠિન ,
મારગ કાટાળો,
મંજિલ કોસો દૂર
દ્વઢ નિશ્ચયે ભમ તું,
અસક્ષમ ભલે જાત લાગતી
આપબળે સક્ષમ બન તું.

પદ્માક્ષી(પ્રાંજલ)

Read More

મન મારી નાખવું એ સૌથી મોટો અવરોધ,
કોઈને દેખાય નહીં એ ઘાવ બસ અંતર લેતું એની નોંધ.

પદ્માક્ષી(પ્રાંજલ)

#અવરોધ

લક્ષ્ય પ્રાપ્તિમાં આવશે સ્રહસ અવરોધ
કરશે પારકા પોતિકાઓ તારો વિરોધ
સહેવો પડશે વળી અણધાર્યો ક્રોધ
છતાં હદય ચાલુ જ રાખવી તારી શોધ.

પદ્માક્ષી(પ્રાંજલ)

Read More

#સંતુલન

પ્રેમમાં કયાં હોય કોઈ સંતુલન?
એ અઢળક,અસંખ્ય, અપાર અને અસીમમાં રમે છે.
બાંધવા ચાહો મન હદયને ગમે તેટલું
એ અમર્યાદ થઈને પ્રિયમાં જ રમે છે.

પદ્માક્ષી(પ્રાંજલ)

Read More

#સંતુલન

વિપરીત પરિસ્થિતિમાં મૂશ્કેલ છે રાખવું સંતુલન
પરંતુ જે રાખી જાણે સફળ થાય તેનું જીવન.

પદ્માક્ષી(પ્રાંજલ)

Read More

#સંતુલન

દિનચર્યા,ઋતુચર્યા અને રાત્રિચર્યા મુજબ
જો જળવાય સંતુલન,
સુખપ્રદ વીતે જીવન
સ્વસ્થ અને તંદુરસ્ત રહે તન-મન.

પદ્માક્ષી(પ્રાંજલ)

Read More

ये अभिमान
ये अकड
ये सामान बस यहाँ तक,
बस वफा पहोंचे रब के वहाँ तक।

पद्माक्षी(प्रांजल)

#સામાન

અહીં જ રહી જશે વહાલા
આ સામાન, આ મકાન,
સંગમાં આવશે તારી
તેં કરેલા નિ:સ્વાર્થ કામ.

પદ્માક્ષી(પ્રાંજલ)

Read More