હાસ્ય થકી માણસ ઉજળો છે. હાસ્ય કલાકાર/ટી.વી.કલાકાર હરપાલસિંહ ઝાલા ના ઝાઝેરા હાસ્યાસ્કાર +૯૧ ૯૮૭૯૮૪૯૧૦૯

=વિશ્વ સંગીત દિવસ=
આફરીન આફરીન પોકારી ઉઠેલ બાદશાહ નાં વચનોથી જરા પણ પ્રભાવિત ન થયેલ તાનસેન ને જોઈ અકબરે કુતુહલતા પુર્વક પુછ્યું કે આપને જરા પણ ખુશી ન થઈ કે ભારત વર્ષનો એક મહાન સમ્રાટ તમારી પ્રસંસા કરી રહ્યો છે, ત્યારે તાનસેન બોલ્યાં કે આપે હજી મારાં ગુરૂને ક્યાં સાંભળ્યાં છે. ને જાગી તાલાવેલી હરિદાસને માણવાની. હુકમ છૂટ્યો કે હરિદાસને પુરાં માનસંન્માન સાથે તેડાવો ને જવાબ મળ્યો કે તેઓ નહીં આવે,રાજન તેઓ લાખ સોનામહોરો આપશો તો પણ નહીં આવે કારણ કે હું તમારાં માટે થોડી સોનામહોરોની લાલચે ગાઉં છું ને તેઓ આખાય જગતનાં પાલનહાર માટે વિનાં અપેક્ષા એ ગાય છે માટે તેઓ કદાપી નહીં આવે. ધન્ય છે ભારતી ને ધન્ય ભારતી નાં પનોતા પુત્રરત્નોને. હાસ્ય કલાકાર હરપાલસિંહ ઝાલા ના ઝાઝેરા હાસ્યાસ્કાર +91 9879849109

Read More

વિશ્વ યોગ દિવસ ની શુભકામના

હું એક દિવસ ગીતાજી પર પુસ્તક લખીશ-જરૂર લખીશ. આ સંકલ્પ બાળક ગંગાધરે પોતાનાં મિત્રને કહ્યો. ઘણાં વર્ષો વિત્યે એક દિવસ પેલાં મિત્રે ગંગાધરને કહ્યું કે પેલાં સંકલ્પનું શું થયું? હળવાં હાસ્ય સાથે તિલક મહારાજ બોલ્યાં કે જેલનાં કારાવાસે પાચસો પુસ્તકોને વાંચને 'ગીતા રહસ્ય' પુસ્તક નો જન્મ થઈ ચૂક્યો છે. આજરોજ ૮ જૂન ૧૯૧૫ ના પવિત્ર આ પુસ્તક નું પ્રકાશન થયેલ.

Read More

સંયમી જીવને જીવન નિર્વહન માયદું અટપટું,બાકી દુન્યવી વાસનાઓએ તો આપણે કરોડો જન્મ ખાડે નાખ્યાંજ છે.

હાસ્ય દરબાર માટે મળો +91 9879849109

એક ગરમ પાણી નું ટીપું જો શરીર પર પડે તો જીવ જાય ને આખે આખાં માનવ દેહને ભડભડતાં અગ્નિ એ હોમી દેવામાં આવે તો કેવી કરૂણાંતિકા સર્જાય. વંદન એ મહામાનવને કે જેમણે આ ખુનીખેલ બંધ કરાવ્યો.

Read More

કરોડપતિ-પતિને કરોડથી અલગ કરો

આજે બુદ્ધ પૂર્ણિમા
તથાગતે જીવનનાં જે ચાર આર્ય સત્યો શોધી કાઢ્યાં એ આજે પણ કેટલાં અસરકારક મિત્રો કે જો કોઈ ગાંઠ વાળી લ્યે તો અવતાર બની જાય. જીવન-મૃત્યું ને સંસાર નું મંથન કરતાં હાથ લાગેલ જડીબુટ્ટી બુદ્ધે આમ વર્ણવી કે દ્દુ:ખ એ પ્રથમ આર્ય સત્ય છે, દુઃખનું મૂળ (દુઃખ સમુદાય) એ બીજુ આર્ય સત્ય છે, દુઃખ નિરોધ એ ત્રીજુ આર્ય સત્ય અને ચોથું આર્ય સત્ય દુઃખ નિરોધ માર્ગ છે. માનવજાતને નવાઈ પમાડતાં બુધ્ધે કહ્યું કે તુજ તારો દિવો થા ને તારે ક્યાંય જવાની જરૂર નથી તું પોતેજ તારાં માયલાને ઢંઢોળ. વાત પણ આજે કેટલી સત્ય ઠરે છે કે આપણે અવાર નવાર લંપટ બાબાઓની લીલાઓનાં પરાક્રમો સાંભળીએ છીએ તો શું કામ તેમની પાસે જવું. બુદ્ધ પૂર્ણિમા નાં આપનાં હાસ્ય સેવક હાસ્ય કલાકાર હરપાલસિંહ ઝાલા-ગાંધીનગર-અમદાવાદ વતી સાદર વંદન

Read More