Hey, I am reading on Matrubharti!

*એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.*

*તે જ ક્ષણે અચાનક... તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.*

*હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.*

*આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.*

*તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ?*

*શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી...*

*દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ?*

*શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.*

*શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.*

*શું હરણી આગળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.*

*શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.*

*જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.*

*તે કંઈજ કરતી નથી. તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.*

*એ ક્ષણ પછીની ફક્ત બીજી જ઼ ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.*

*એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે. આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.*

*તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.*

*એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.*

*આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.*
*પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.*

*ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.*

*Be Positive*

*ગમે તો આ સ્ટોરી તમારા ફ્રેન્ડ્સને શેર જરૂર કરજો, જેથી તેમના વિચારો પણ પોઝીટીવ અને ડગમગીયા વગર શક્તિશાળી બને...!!!*

*ફકત ઈશ્વર માં શ્રધ્ધા રાખો.*એક સુવિચાર જે વાંચીને અમને ગમ્યો એટલે તમને મોકલ્યો....
🙏🙏🙏🙏🙏

Read More

_*કડવું સત્ય*_

એક સાધુ નદી કિનારે પત્થરનું ઓશીકું બનાવી સૂતો હતો.

ત્યાંથી પનિહારીઓ નીકળી..

એક કહે , "સાધુ થયો પણ મોહ ગયો નહિ. ઓશિકા વગર ન ચાલ્યું. પત્થરનું તો પથ્થરનું પણ ઓશીકું જોઈએ."

સાધુએ તે સાંભળી પત્થર ફેંકી દીધો...
ત્યાં વળી બીજી બોલી , " સાધુ થયો પણ તુમાખી ગઈ નહિ. આપણે જરાક બોલ્યા એમાં તો પથ્થર ફેંકી દીધો."

*સાધુ વિચારે કે હવે શું કરવું* !

ત્યાં તો ત્રીજી બોલી , "મહારાજ બધા તો બોલ્યા રાખે તમે તમારે હરી ભજન કરો."

પરંતુ , ચોથીએ એકદમ સાચી વાત કરી.
"મહારાજ , તમે બધું છોડ્યું પણ તમારું ચિત્ત ન છોડ્યું. નહિતર આ લોકોની વાતમાં ધ્યાન ન આપત."

*સાચી વાત છે ને* !!!

_*લોકો આપણું અપમાન કરવા નિંદા કરવા દ્વેષ કરવા ઉતારી પાડવા હંમેશા તૈયાર જ હોય છે.*_

∆ *ઊંચે જોઈને ચાલો તો કહેશે કે , અભિમાની છે.*

∆ *નીચું જોઈને ચાલો તો કહેશે કે , જાણે મોટો લાટ સાહેબ હોય એમ કોઈ સામે જોતો નથી.*

∆ *આંખ બંધ રાખી બેસો , તો કહેશે કે દુનિયા સાથે લેવા દેવા નથી.*

∆ *બધે જોયા રાખશો તો કહેશે કે ચકળ વકળ જોયા રાખે છે. નજર કેવી છે , જો તો....*

∆ *આંખ ફોડી નાખો તો કહેશે કે , જો અંતે કર્મો ની સજા ભોગવી.*

*લોકો ને તમે પહોંચી શકતાં નથી. બસ સારા કર્મ કર્યે જાવ. કર્મ કરતા રહો .*

🙏 🙏

Read More

🙏🏻🌧✉
*વરસાદને વિનંતીપત્ર*

રોજ રોજ આમ નખરા ન કર ,
ખોટા ખોટા આમ વાયદા ન કર .

દાનત હોય વરસવાની , વરસી જા ,
બિનજરુરી આંટા ફેરા ન કર .

સારું નથી લાગતું આ બધું તને ,
હાલત પર અમારી હસ્યા ન કર .

સો વાતની બસ એક જ વાત ,
લાંબી લાંબી આમ ચર્ચા ન કર .

વિનંતીઓ , પ્રાર્થનાઓ સૌ કરે છે ,
હવે વધારે રાહ જોવડાવ્યા ન કર .

💦💦💦
*વરસાદનો જવાબ..*

મારા માટે તુ આમ કરગર્યા ન કર!
સાવ આડેધડ વૄક્ષો કાપ્યા ન કર!

'કાર્બન', 'ગ્રીન હાઉસ' વાત ન કર,
વાતોના વડાથી જખમ ખણ્યા ન કર!

વાદળો બનાવવા રોજ મથ્યા કરુ છુ,
તુ ઓઝોનમાં ગાબડાં પાડ્યા ન કર!

સૂકીભઠ્ઠ ધરા તો છે મારી પ્રિયતમા,
મને પ્રિયતમાથી દૂર રાખ્યા ન કર!

સમયસર આવતો રહીશ, શર્ત એટલી,
પ્રકૃતિ સાથે આમ ખેલ્યા ન કર! 🌳☝🏽🌿

Read More

"તું વરસે તો મન મૂકીને વરસજે,
કોઈ તને કંઈ નહિ કહે......
રસ્તાના ખાડા તો અમે પુરી દઈશું,
પણ પેટના ખાડા તારી સિવાય
કોઈ નહિ પુરે!"
🌾🌾🌾 HAppy monsoon🌾🌾🌾

Read More

ડિયર મોન્સૂન,

કેરળ-તમિલનાડુથી
ગુજરાત સુધી પહોંચતાં
આટલી બધી વાર?

_જલ્દી આય ભાઈ,_
_અહીંયા એસીનાં બિલો વધે છે._

_રસ્તાઓ ધોવાઈ જવા માટે_
_બેબાકળા બન્યા છે._
_કોન્ટ્રાક્ટરોનાં છોકરાં_
_નવી ગાડી માટે કજિયો કરે છે,_
_ને એના પપ્પાઓ_
_*એક વરસાદ પડી જવા દે*_
_એવા વાયદાઓ કરે છે..._

_ઘણા બધાને સ્વિમિંગ શીખવું છે,_
_રેઇનકોટ-છત્રીઓ_
_માર્કેટમાં ખડકાઈ ગયાં છે,_
_પણ તારા અભાવે_
_વકરો શરુ થવાને વાર છે._

_દાળવડાં-ભજિયાં વગર_
_લોકોની આંતરડી કકળે છે._

_ફેસબુક પર સેલ્ફીઓ પણ_
_સાવ નપાણિયા થઈ ગયા છે..._

_ટિટોડીનાં ઈંડાંમાંથી_
_બચ્ચા પણ આવી ગયાં
_'ને_
_સૂકવેલા ગોટલાના_
_મુખવાસ પણ બની ગયા..._

_તારા વગર_
'અમીછાંટણાં',
'ધડાકાભેર',
'મેઘસવારી',
'સર્વત્ર શ્રીકાર',
'નવી આવક',
'જળબંબાકાર',
'સાંબેલાધાર', '
ઓવરફ્લો',
'ખતરાના નિશાનથી ઉપર',
'ઉપરવાસમાં',
'નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ'
'ડિઝાસ્ટર મેનેજમેન્ટના દાવા પોકળ'
'પ્રિમોન્સૂન પ્લાન ધોવાયો',
'ઠેર ઠેર ભૂવા પડ્યા'
_જેવા શબ્દપ્રયોગો વિના_
_ગુજરાતી ભાષા_
_ઑક્સિજન લેવા માંડી છે._

_હજારો દેડકાઓ અને_
_કરોડો કવિઓ પણ_
_તારા વિના ટળવળે છે._

_તારા વિના_
_'પલળેલાં ભીનાં બદન'નાં લેખો_
_સૂકાભઠ ચિંતનાત્મક થઈ ગયાં છે..._

અમારી ભાષા મરી પરવારશે
એનું તને કંઈ ભાન છે?!

એટલે ભાઈ,
તને પણ
વિજય માલ્યાની જેમ
ભાગેડુ જાહેર કરાય
એ પહેલાં આવી જા...

*- લિ.ટુવાલથી પરસેવા લૂછતો એક કોરોધાકોર ગુજરાતી*😄😄🙂🙂🙃🙃

Read More