પરિચયઃ જન્મ સ્થળઃ ૧૦ ઑક્ટોબર ૧૯૩૦ (૧૦-૧૦-૧૯૩૦) અમદાવાદ શૈક્ષણીક કારકીર્દીઃ પ્રાથમિક,માધ્યમિક અમદાવાદ.કૉલેજ એમ જી સાયન્સ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ. કાર્ય ક્ષેત્રઃ ૧૯૫૬ થી ૧૯૮૮ ' ધી અતુલ પ્રોડટ્સ લિમિટેડ 'વલસાડ ખાતે ,પ્રોડક્ષન કેમીસ્ટ, સીની. એક્ઝીક્યુટીવ , આસી સેફ્ટી ઑફીસર' તરીકે નિવૃત્ત.(૧૯૮૮) ઈતર પ્રવૃતિઃસર્વિસ દરમ્યાન સંસ્થાની સાંકૃતિક,સામાજીક સંસ્થાઓ 'ઉદય ' ઉત્કર્ષ ' 'વિજ્ઞાન મંડળ ' 'નૂતન કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટીવ સોસાયટી ' વગેરેમાં માનદ મંત્રી તરીકે સેવા. હાલ નિવૃતઃ છેલ્લા દસ વર્ષથી (૨૦૦૯થી) ન્યુ જર્સી ખાતે રહુ છું.

📝 *07.11.2019* 🌞

*લાલાની ફરિયાદ..*

ફરિયાદો સાંભળીને થાક્યો છું હું હવે
મારે પણ ઘણી ફરિયાદ રે...
હું એકવીસમી સદીનો કાનુડો
મને બોલાવો Mr. Krushnalal રે...

પાંચ વાગ્યામાં વાગે ચાંદીની ઘંટડી
મને ઉઠાડે વૈષ્ણવ માત રે...
મારે પણ કહેવું છે ' Good Morning'
જ્યારે ઘડિયાળમાં વાગે બાર રે...

કેસર ઘોળી ઘોળીને મને કરી નાખ્યો કેસરી
હવે લગાવો ફૅશવોશની કતાર રે...

પહેરીને થાકયો છુ જરીયલ જામા
મને ડિઝાઈનરનો લાગ્યો નાદ રે...

મીસરી ને માખણ ક્યાં સુધી ખાવા ?
ખાવા છે મારે બ્રેડ- જામ રે...

રસોડેથી આવે છે ભાત ભાતની સુગંધ,
કેમ આરોગવાના દાળભાત રે...

નુડલ, પાસ્તા, બર્ગર ને ફ્રેન્કી,
મારે ખાવા વિધ વિધ ફરસાણ રે...

કડક કડક પેલા ઠોર ખાઈ ખાઈને,
દુખી ગયા છે મારા દાંત રે...
ખાવો છે મારે બોક્સવાળો રોટલો,
જે ખાવાથી છુટે મજાની લાળ રે...

રાતના ઉડાવે આઈસ્ક્રીમ ની જયાફત,
મને ધરાવે તુલસીનું પાન રે...

એક્ઝામ સમયે લળી લળીને
સૌ લાગતા મારે પાય રે...
પતે એક્ઝામ એટલે વિદેશ ભાગે,
મને પધરાવી બીજે નિવાસ રે...

મારે પણ ફરવું UK ને US,
જુનો લાગે છે જમનાઘાટ રે...

ક્રિકેટના બૅટ બૉલ લાવોને વૈષ્ણવ,
નથી રમવી હવે ચોપાટ રે...

ઝુમબા ને સાલસા મારે પણ શીખવા,
કેમ રમ્યા રાખું હું રાસ રે...

બાળક સમજીને ઘરમાં ઘાલી રાખે,
લગાવી દે સાવ લગામ રે...

ઘુઘરા, ભમરડા બહુ થયા હવે
લાવી આપો લેપટોપ, મોબાઇલ રે...

વાંસળીથી નથી ભોળવાતી ગોપીઓ,
શીખવી પડશે હવે ગીટાર રે...

ગદા ને ચક્ર ઘસાઈ ગયા છે સાવ,
શીખવું છે મારે માર્શલ આર્ટ રે...

કથા- કવિતામાં ઘણો ગાજ્યો આજસુધી,
ગજાવવા પડશે સેમીનાર રે...

યુધ્ધભુમિમાં દોડાવ્યા ઘોડા ઘણા,
ચલાવવી પડશે મોટર કાર રે...

શૅકહેન્ડ કરે નહીં કોઈ મારી સાથે,
કરતા બસ પ્રણામ રે...
ઓળખ આપવા મારે, મારી લોકોને,
છપાવવા છે વીઝીટીંગ કાર્ડ રે...

કશું શીખવાડે નહી, મોટો થવા દે નહીં,
રાખશે સાવ મને પછાત રે...

પ્રાણથી પણ પ્યારો છે લાલો એમ કહી,
કરતા સાવ જ પક્ષપાત રે...

સમજતા નથી ફરિયાદ મારી એકેય,
હું ન ઈંગ્લીશમાં કરી શકું વાત રે...

હું એકવીસમી સદીનો કાનુડો,
મને બોલાવો, Mr. Krushnalal રે..

🙏🙏🙏🙏🙏
Thank you Mr. Krushanlal, Good Morning 🙏

Read More

*जिंदगी के हर मोड़ पर* *हमे**वही करना चाहिये.....*
*जो हमारा दिल हमसे कहे *क्योंकि*
*जो दिमाग कहता है*
*वो "मज़बूरी" होती है,*
*और जो दिल कहता है वो*
*"मंजूरी" होती है....*
🌹 *सुप्रभात* 🌹
*************************

ઉપગ્રહ છોડવા સહેલા છે
પણ
પૂર્વગ્રહ છોડવા અઘરા છે...!

*આ "એપ" આવ્યા પછી
સંબંધોમાં "ગેપ" વધી ગ્યા છે.*
*"માઈન્ડ"માં ઓછા
ને "ઓનલાઈન" વધુ રે છે*

હું પરંપરાનો વીરોધી નથી;
પણ
આંધળી પરંપરાનો વીરોધી છું

શુપ્રભાત 🙏

Read More

જન્મ અને મૃત્યુ મુહૂર્તને પાબંધ નથી 👇🏿

વધારે મળે તેને નસીબ,
ઘણું હોય અને રડતા રહે એ કમનસીબ,
કાંઇ પણ ન હોય અને ખુશ રહે એ ખુશનસીબ

વ્યક્તિ જ્યારે કોઇનું અપમાન કરે છે,
ત્યારે પોતાનું સ્વમાન ગુમાવી દે છે.

મનની વાત હમેશાં સાંભળવી
તમારૂં દિલ કહે એજ કરવું,
જીવન દિલથી જીવો
દિમાગથી નહિ.

વિણેલા મોતી “ગુજરાત દર્પણ”

Read More

👇🏿 ‘ને શબ્દોની મારામારીમાં
સત્ય-સાચું સંતાઇ જાય છે 🤫

*જાદુ...*
હૃદયસ્પર્શિ વાર્તા 🙏

લોકોનું ટોળું જામેલું હતું. એક લઘરવઘર જેવા કપડા પહેરેલો માણસ પોતાને જાદુગર કહેતો હતો અને એના મેલાઘેલા કોથળામાંથી કાંઈક ને કાંઈક કાઢીને લોકોને બતાવતો. ઘર પરિવારની, દુનિયા જહાનની પરેશાની એકબાજુ મુકીને લોકો એ જાદુનો આનંદ માણી રહ્યાં હતાં.
હવે, એ જાદુગરે રમત બદલી. એ ત્યાં ઉભેલા લોકોને કહેતો "તમે કહો એ આ કોથળામાંથી કાઢી બતાવું" એક પછી એક ફરમાઈશ આવતી ગઈ ને લોકો ને મજા આવતી ગઈ.
એક નાનકડો છોકરો ક્યારનો આ બધું જોઈ રહ્યો હતો. જાદુગર એની પાસે આવ્યો અને બોલ્યો "બોલ બચ્ચા, તારે કાંઈ કહેવું છે? આ કોથળામાંથી તું કહે એ કાઢી બતાવું" એ છોકરો ક્યાંય સુધી એ જાદુગરને અને આજુબાજુમાં ઉભેલા લોકોને જોઈ રહ્યો. પછી ઘણાં સંકોચ સાથે ધીમેથી બોલ્યો. "એકાદ રોટલી કાઢી દ્યો, ત્યાં પથરા ઉપર હમણાં કોઈ શાક નાખી ગયું છે...

*🖋દક્ષા દવે 'રંજન'*
અમદાવાદ

Read More

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
‘તેજ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયા કો નથી કૃષ્ણ તોલે!

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ, જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો!

– નરસિંહ મહેતા

Read More

હૈયે આજે
ખુબ અકળામણ થઈ,
અચાનક
બારી ઉપર નજર ગઇ.

એક ચકલીને
આનંદથી
ચિચિયારી કરતાં જોઈ.

અદેખાઈ થઈ
મને તેને આનંદિત જોઈ,
અનાયાસે જ
તેને વાત પૂછાઇ ગઇ...

"કેવી રીતે
આટલી આનંદિત રહી શકે તું,
સદીઓથી
ફક્ત ચોખાની ચણ લઈ ?"

વાત સાંભળી મારી,
એને મનુષ્યની વાચા થઈ.

રે ભલા આદમી...
બુદ્ધિ તો તને
અમારા કરતા
અનેક ઘણી મળી ગઇ,

પણ ઇચ્છાઓની
વણઝાર લગાવી તેં,
તેમાં તારી ખુશી રોળાઈ ગઇ.

મળ્યુ જે,
એ મોજથી માણી લે,
ભેગું કરવાની ઇચ્છા તજી દે.

સંતોષની
મૂડી તુ સાચવી રાખ,
દેખા દેખીમા ન ખોયી દે.

હૈયાની
અકળામણ ઓછી કરી,

નાની સી ચકલી,
આર્ટ ઓફ
લિવિંગ શીખવાડી ગઇ.

Read More

માણસની ઑકાત - ઑળખાણ !!!
ધી નો એક લોટો અને,
લાકડા ઉપર લાશ,
થઈ થોડા કલાકમાં રાખ,
બસ આટલી છે
*માણસની ઓકાત...*

એક બુઢા બાપ
સાંજે મરી ગયા
પોતાની આખી જીંદગી
પરિવારના નામે કરી ગયા
ક્યાંક રડવાનો અવાજ
તો ક્યાંક વાતમાં વાત
અરે જલ્દી લઈ જાઓ
કોણ રાખશે આખી રાત
બસ આટલી છે
*માણસની ઓકાત...*

મર્યા પછી નીચે જોયું
નજારો નજર સામે જોયો
પોતાના મરણ પર
કોઈ લોકો જબરજસ્ત
તો કોઈ લોકો જબરજસ્તી
રડતાં હતાં
નથી રહ્યા જતાં રહ્યાં
ચાર દિવસ કરશે વાત
બસ આટલી છે
*માણસની ઓકાત...*

છોકરો સારો ફોટો બનાવશે
સામે અઞરબતી મુકશે
સુગંધી ફુલોની માળા હશે
અશ્રુ ભરી શ્રધ્ધાંજલી હશે
પછી એ ફોટા પર
ઝાળા પણ કોન કરશે સાફ
બસ આટલી છે
*માણસની ઓકાત...*

આખી જીંદગી
મારૂ મારૂં કર્યુ
પોતાના માટે ઓછું
બીજાના માટે વધારે જીવ્યા
કોઈ નહીં આપે સાથ
જશો ખાલી હાથ
તલભાર સાથે લઈ જવાની
નથી ઓકાત
બસ આટલી છે
*માણસની ઓકાત...*

પહેલા ​પોતાને સમજ્યો નહીં.
એટલે બીજાને સમજી શક્યાે નહિં,
પછી તો બીજા પર ઘાત
અને ખુદ ઉપર આઘાત !!
બસ આટલી છે
*માણસની ઓકાત.

Read More

शतरंज में वजीर और जिंदगी में जमीर....
अगर ये मर जाए तो खेल खत्म समझिए ।

अदाकारी ज़रा सी जेब में रखकर...
सफ़र करना.....!!!!

अभी इस ज़िंदगी में और भी किरदार... जीने हैं......!!!!

મારી વાત ખોટી લાગશે....
પણ આજ ના માં બાપ 💁🏽👦🏻
સંસ્કાર આપે એ પેહલા
મોબાઇલ 📱આપી દે છે!!

મારા વિશ્વ ની વસ્તી ગણતરી કરવા જાવ તો,
ફક્ત *પપ્પા* નામ ના ગ્રહ માં મારુ આખું *બ્રહ્માંડ* આવી જાય...
*મમ્મી* ની વાત નથી કરતો કારણ કે વસ્તીગણતરી માં આપણે *ઈશ્વર* ની ગણતરી નથી કરતા..
સુપ્રભાત 💐

Read More