દિલ થી લખું છું ..દિલ થી વધાવજો ..રંગીલો માણસ છું .. રંગ માં જ રાખજો ..

શાંતિ-પ્રેમમાં આજે પણ તાકાત
છે કે યુદ્ધ રોકી લે,

પણ અફસોસ !
આજે નમીને કોઈ
કૃષ્ણ બનવા તૈયાર નથી..

#spshayar

તક ના મળી મને
તારા ગયા પછી તારા થઈને રેહવાની,

તારા જતા રહેવાના કારણ
પણ મારા આરોપ બનીને ઉભર્યા હતા..

- સાર્થક પારેખ (sp)

Read More

સમાધાનના વંટોળમાં જીવ્યા અમે,
ફંગોળાયા ખુબ છતાં ના જીત્યા અમે..

@spshayar 😊

તમે તો વરસાવ્યું આખું ગગન,
અમે જ આ નાદકર્તા વાદળમાં મોહાયા..

@spshayar

એક વાર ખામોશીનો અવાજ તો સાંભળો,
એ વાત કરે છે..

એની મોજુદગીને નજરઅંદાજ ના કરો..

@spshayar