hoy bhale aankh ma sagar bharelo, chahera par smit rupi par raakho

તમે જો ન આવ્યા હોત મારા જીવન પ્રાંગણમાં,
ન  ફેલાયો  હોત  આ  અંધકાર   હૃદય  ખંડમાં.

રહી  જે  ચિનગારી  હૃદયે  દબાઈને   યાદમાં,
ફરીથી ભભકાવી  દીધી  દઈ તમે  લોબાનમાં.

હું  ફૂલો  પથરાવું  આવતા   મોઘમ  ઇશારામાં,
ન જોતા વાટ ક્ષણ છું, એવું કહી  ગયા  કાનમાં.

હતા છૂપા ઘણા મતભેદો વણ વાંચી  આંખમાં,
કહી દેવાયા મત્લા  થી  મકતા સુધીની વાતમાં.

લહેરો  તારી  "સાગર"  ઉઠાવ નઈ ઊંચાણમાં,
દબાઈ  જઈશ  ઊંડાણે  તું  તારાજ વદનમાં.


        :-   જલ સાગર

Read More

શબ્દ સમે મૌનમાં મારા સાંભળવા આવજો.
અડકી નનામીએ  મારી માફ કરવા આવજો.

જુના ઘાવ હજી અકબંધ છે હૃદયના પટ પર.
દવા હવે શું કરશો, આસવ છાંટવા આવજો.

તમારા સ્મિતના જતનમાં ખર્ચી દીધી જિંદગી.
હજી હશે આંખ ભીની બસ લૂછવા આવજો.

ડાયરી તપાસતાં નીકળે લેવડદેવડ કોઈ જૂની.
લાગણી હોય કે સંસર્ગ બસ બતાવા આવજો.

નાહક લઈ જવું "સાગર" થોડુય પેલા ભવમાં.
સમજી જૂનો હિસાબ બસ પતાવા આવજો.

:- જલ સાગર

Read More

ખળીઆમાં સહી ખૂટી ગઈ. ને પછી કલમ અટકી ગઈ.
ત્રાંસી નઝરે તીર ખૂંપી ગઈ.ને પછી જીંદગી અટકી ગઈ.
:- જલ સાગર

પવનની લેરખીને હાંફતી હંફાવતી જીદે ચડેલી જ્યોત છું હું.
દરિયાની લહેરોને ડોલતી ડોલાવતી મક્કમ તરતી નાવ છું હું.

મને નિહાળવો છે ? તો વહેલી પરોઢે પંખીના સાદે, ઢળતી
સંધ્યાએ ઘરની વાટે, વરસાદી વાદળ કે તારાની સાથે.
અમાસને અંધારે કે પછી પૂનમની રાતે...
ઉઘડતા બપોરે ના જુઓ મને, સળગતા સૂર્યની આગ છું હું.

વાયદાઓ કસમોના તાંતણામાં બાંધવા નીકળ્યા છો મને.
એકલતાની ભઠ્ઠીમાં તપતી ખુદ ઘડેલી ધારદાર તલવાર છું હું

લોભી ને દંભી આંખે મોતી સમજી મરજીવાના ખેંચ  મને.
"સાગર"ના પેટાળે વર્ષોથી સીંચેલી શુષુપ્ત અગનજાળ છું હું

                             :- જલ સાગર

Read More

શ્રુષ્ટિમાં  ચોતરફ  રંગો વિખરાયા છે.
એકબીજાનાં નવા રંગો પરખાયા છે.

કોઈ પિચકારીની ધારે  ભીંજાયા છે.
કોઈ પેલી નમણી આંખે વીંધાયા છે.

પાણીમાં ડુબાડીને હળવેથી રંગાયા છે.
સ્નેહને તાંતણે નવા સંબંધ બંધાયા છે.

યૌવનનાં આંગણે તાજા શ્વાસ પરખાયા છે.
કળીના કમળ બનવાના એંધાણ વર્તાયા છે.

રંગોથી લથબથતા  જોબન પથરાયા છે.
પ્રેમ"સાગર"ની લહેરે વ્હાણ પિંખાયા છે.

                   :- જલ સાગર

Read More

રહેવાદે, આમ વારંવાર આવીને  કુરેદ નઈ ને,
ઘણા કાંટા છે અંદર જુના, નવા ઉમેર નઈ ને.

સળીઓ વીણી વીણી ને માળો કર્યો હતો મેં,
વિખેરી મને આમ રસ્તા પર  ચગદાવ નઈ ને.

ઘાર ગુંદી ગુંદીને  આંગણું  લિંપ્યું  છે પોતાનું,
માવઠું  વેરી પરવાળમાં  કાદવ બનાવ નઈ ને.

સમયનાં પ્રવાહે શાન્ત "જલ" થઈ ગયો છું હું,
અમસ્થો પથ્થર નાખી આમ ડોહળાવ નઈ ને.

           :- જલ સાગર

Read More

થયો રકાસ પ્રેમનો વફાની આબરૂ ગઈ.
પીતા બધા થઈ ગયા, શૂરાની આબરૂ ગઈ.
"મરીઝ" બની ગયા "તબીબ" અને પતી ગયો ઈલાજ.
રહી ના શાન દર્દની,દવાની આબરૂ ગઈ.
  કવિ શ્રી.  શૂન્ય પાલનપુરી

Read More