વિજ્ઞાનશાખામાં ભણી છું, ગણિત વિષય ભણાવું છું અને માતૃભાષાને ચાહું છું. સાહિત્યની પૂજા કરુંછું. માતૃભાષાને જીવંત રાખવામાં મારું શક્ય યોગદાન આપું છું. મારા લેખ થકી કોઈને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરું છું. મારા લેખ થકી સકારાત્મકતા ફેલાવવાનો પ્રયાસ કરું છું.

સૌંદર્ય નાશવંત છે એ સમજાવવા જ તો ભગવાને ફૂલોનું સર્જન કર્યું છે.
પણ માનવી આ સમજતો નથી. સૌંદર્યની પાછળ ઘેલો થાય છે. સ્ત્રીઓ તેમજ પુરુષો પોતાને સુંદર દેખાવવા પાછળ એટલાં ખર્ચા કરે છે કે એ કમાવવા માટે પણ ક્યારેક ખોટું કામ કરી દે છે.
સુંદર દેખાવ માનસિક છે. કહેવાય છે ને કે સૌંદર્ય જોનારની આંખોમાં વસે છે. ક્યારેય કોઈ માને એનું બાળક કદરૂપુ દેખાયું છે? ક્યારેય નહીં.

#શુભરાત્રિ

Read More

ક્યાં જતી રહી મમ્મી તું, મને આમ મૂકીને?
ક્યારેય કહેવું પડ્યું નથી તને કે મને શું થયું છે!
જોઈને ચહેરો મારો સમજી જતી બધુંય,
સાથ આપ્યો અને સાચી સલાહ આપી સદાય!
સ્વીકાર્યા મારાં તમામ મિત્રો અને સખીઓને,
આવકાર્યાં તેમને સદાય હસતાં મોંએ,
ક્યારેય ન કર્યો શક તેં મારા પર,
આથી જ છું આજે પણ શુદ્ધતાથી ભરેલ મૈત્રી સાથે!
હતી ઘણી જરુર મને તારી હજુ તો,
શા માટે જતી રહી આટલી જલદી છોડીને મને?
કોને કહીશ હું 'Happy Mother's Day'?
કોઈ ન લઈ શકે તારું સ્થાન ક્યારેય!
હતી મારી ખાસ સખી તું,
ચર્ચા કરી શકતી બધી જાતની જેની સાથે હું!
મોકલું છું સંદેશાઓ હું તને દરરોજ,
ક્યાં છે તું એ તો ખબર નથી મને,
મોકલું આ સંદેશાઓ તારી યાદોના સરનામે...
પ્રાર્થના ઓ ઈશ્વર તને રાખજે ખુશ એ આત્માને,
આવ્યો જે તારી પાસે અકાળે જોયાં વિના,
સંતાનોની ખુશી અને સફળતાનાં દિવસો!
અધૂરાં રહ્યાં છે તમામ સપનાંઓ એનાં,
પૂરાં કરજે આવતાં જન્મમાં એનાં🙏

Miss you mummy
😢😢

Read More

આજે શ્રી આદિ શંકરાચાર્યજીનાં જન્મોત્સવ પ્રસંગે વાંચો એમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર.
Mrs. Snehal Rajan Jani લિખિત વાર્તા "આપણાં મહાનુભાવો - ભાગ 10 - શંકરાચાર્ય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19912393/our-excellencies-part-10-shankaracharya

Read More

Mrs. Snehal Rajan Jani લિખિત વાર્તા "પરશુરામજીની પરશુ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19927376/parashuramji-39-s-parshu

ધન્ય ધરા ગુજરાતની,
થયાં કેટલાંય પાવન સંતો.
વખણાય જેનાં કાપડ દેશ વિદેશમાં,
ખાવાનાની તો પૂછો નહીં વાત...
ઘેલાં વિદેશીઓ ગુજરાતની કઢી પીવા,
બનતી જે અહીં ઘર ઘરમાં.
મીઠી બોલી ગુજરાતી,
આપે આવકાર મીઠો.
અપાવી આઝાદી બાપુએ,
કહેવાયા એ મહાત્મા,
હતા એ ય ગુજરાતી.
એક કર્યાં ભારતનાં રજવાડા,
કેમ ભૂલાય એ સરદારને?
થયાં અનેક સ્વાતંત્ર્ય વીરો અહીં,
કરું ચરણોમાં શત શત વંદન એમને🙏

સ્નેહલ જાની

Read More

આજનાં આ લીંબુના ભાવવધારા સામે કામ લાગશે કોકમ. વાંચો કોકમ વિશેની માહિતી મારાં આ લેખમાં.

Mrs. Snehal Rajan Jani લિખિત વાર્તા "કોંકમ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19926813/konkam

Read More

તમામ લેખકો તેમજ લેખિકાઓને વિશ્વ પુસ્તક દિવસની શુભેચ્છાઓ.

ચુપ થઈ જતી વ્યક્તિ હંમેશા રિસાયેલી નથી હોતી, ઘણીવાર પરિસ્થિતિ વધુ ન બગડે એ માટે એ ચૂપ રહેવાનું પસંદ કરતી હોય છે.

#શુભ સાંજ

Read More

ગણિત એક એવો વિષય છે જેનાથી લગભગ બધાં જ દૂર ભાગતાં હોય છે. આ લેખ વાંચો અને જાણો જીવનમાં ગણિત કેટલું મહત્ત્વનું છે.
Mrs. Snehal Rajan Jani લિખિત વાર્તા "International Dqy of Mathematics" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19926615/international-dqy-of-mathematics

Read More

કડવા લીમડાનાં મીઠાં ગુણો જાણો આ લેખ વાંચીને.

Mrs. Snehal Rajan Jani લિખિત વાર્તા "લીમડો - ભાગ 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19926555/limdo-2

Read More