....

એમ રિસાઈ ન જવાય અમારાથી,
અમે છીએ જ એવાં નટખટ.
મજાક કરી મસ્તી માં રહીએ છીએ.
અને રાખીએ છીએ પણ સૌને મસ્તીમાં.

#દ્રશ્ય
તારી યાદો નું દ્રશ્ય,
આજે ઉમટી આવ્યું બંધ આંખોમાં.
તારું સ્વપ્ન મને લઇ આવ્યું,
તારી સાથમાં.

શબ્દોના વાગ્બાણમાં તમે વિજયી નીવડ્યા.
ન દેખાય તમને પીડા અે દિલની,
જયાં અમે હારી ગયા.
-Punita

તારી સ્પષ્ટતાની રાહ જોઈ,
અમે અસ્પષ્ટ રહ્યા.
આ અસ્પષ્ટતામાં પણ,
અમે સ્પષ્ટ રહ્યા.
-𝓹𝓾𝓷𝓲𝓽𝓪

#અસ્પષ્ટ
સઘળું યે હવે અસ્પષ્ટ ભાસે છે તેને,
હવે તે સ્પષ્ટ થવા દે મને.
તારી સઘળી યે લાગણીઓ
સ્પષ્ટ થવા દે મને.
તારી અસ્પષ્ટ વેદનાઓને
હવે સ્પષ્ટ કરી દે મને.
હું જાણું છું તું ઝંખે મુજને,
હવે તો સ્પષ્ટ કરી દે મને.

Read More

શબ્દો ને મળ્યો સૂરનો સંગાથ.
ને,
સૂરને મળ્યો જો તારો અવાજ.
એકરૂપ બની કેવાં ગૂંજે આજ.
-𝓹𝓾𝓷𝓲𝓽𝓪

વર્તાય છે તારી અપૂર્ણતા
અહીં,છતાંય
કેવાં એકરૂપ છીએ આપણે.
-Punita

સંબંધો કામચલાઉ હોય, તે તારા થકી જાણ્યું.
બાકી અમે તો કાયમી સંબંધ રાખવા માંગતા હતા.
-𝓟𝓾𝓷𝓲𝓽𝓪

તું મંદિર જાય કે મસ્જિદ,
મળીશ તો તને હું જ.
તું ફૂલમાં શોધે કે પર્ણમાં,
મળીશ તો તને હું જ.
તું પ્રાણીઓમાં શોધે કે જીવજંતુ માં,
મળીશ તો તને હું જ.
તું અહીં શોધે કે ત્યાં,
મળીશ તો તને હું જ.
હું છું હર કણમાં અને હર ક્ષણમાં,
એટલે મળીશ તો તને હું જ.
-Punita

Read More

#સંઘર્ષ
સુખની ઈચ્છા એ સંઘર્ષ કર્યો.
દુઃખ નો પહાડ માથે પડ્યો.
સંઘર્ષોના વહાણમાં,
કંઈ કેટલાક અરમાન
બાકી રહ્યા.

Read More