आप ओर आप कि यादे हमे लिखने को मजबूर कर देती है

☕*ચા*☕

પધારો પધારો કહી આગ્રહથી કહે મહેમાનો ને ચા લેશો કે પાણી.
આસામ ના પહાડોમાં માંથી ચા તને અંગ્રેજ લાવ્યા ત્રાણી.
ચાય‌ ગરમ ચાય ગરમ, રેલવેના સ્ટેશન પર સંભળાય વાણી.
કામ કરતો નાનો મોટો મજુર હોય‌ કે ખેતર વાડી નો ધણી.
ઓફીસ નો વર્કર હોય કે કંપની નો માલિક ચા તું સહુની રાણી.
થાકી ને કંથ આવે ઘરે તો પ્રેમ થી ચા લાવે ઘર ધણીયાણી.
આ ચા ની તલબ માં હિતકારી દહીં છાશ ક્યાંક ખોવાણી.
નર કહે હજું ચા તું મારા ઘરે કેટલા દિવસથી છો રોકાણી.
તને જોઈ આ ભુલકાઓ ચા માંગે હજી આંખ નથી લુછાણી.
ન મળે જો કોઈને તું બહાનાં બનાવે ચા ના મોટા બંધાણી.
ચા તારી અજબ-ગજબ વાતો ને રસપ્રદ કહાની.

નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ

Read More

*જીયે જસ ન ખટેઆ, મોય ન હલધો માલ,*
*મિટ્ટી થીઁધો મેકણ ચે કાયરે જો કાલ,,.....*

*ખુશી એઁ જો ખુરો કરે,ઘમણ ઘોઁસ મ લાય,*
*કુડ જી ગારે કકરી,સચો સોન પાય...*

🙏🏻 *||જીનામ,,જીનામ,,જીનામ||*🙏🏻

Read More

*જ્ઞાન*

આત્માનો અંધેર દુર કરે સત્ય જ્ઞાન,
કહે કુષ્ણ નર ધર તું ગીતામાં ધ્યાન.

શ્યામ રંગ તારો મોહન સુંદર તારો જ્ઞાન,
જીવનના મુલ્યોનું પાર્થ ને કરાવ્યું ભાન.

નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ

Read More

સુણી સુણી સાદ દેને, મી તું કચ્છ તે માન દેને.
જોકો મનજી ગાલ વઈ, કચ્છ લા સોનજી સાલ થઈ.

શુભ પ્રભાત

નર

*ઘનઘોર*

તપે તડકા ભાદરવામાં ભર બપોરે ને વાદળ ઘેરાય ઘનઘોર.

વીજળી કરે ચમકારા ને ગગન ગાજે ભાદરવાનો ચારોકોર.

પિયુ મિલન ને હૈયુ તરસે જ્યારે વરસે કાળા વાદળો ઘનઘોર.

લીલુડી ધરતી કહે વરસી જા ને આ વર્ષે, તું મારા ચિતચોર. ‌

તડકા ભડાકા ભલે ને કરે, નર કહે ન કરજે તારાજી નો દોર.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ

Read More

પગ પગ પુલકિત થઇ ઉઠ્યા,
જડે હેન નીલી ધરા તે હલ્યા.
કંઢેજી વાળ તે સાંજ ખિલય,
હેન વરે ધરતી આભ કે મિલય.
ગાવલડી અચી ડેલી તે ભભ્ભરે,
મુંકે અજ ગામ જી ગાલ સભંરે‌.
ખેતરમે બાજર જુવાર ઝૂલા ખાય,
ગોવાર તેલીને મોગં જી મજા આય.
કાટોલા કુટીબા ને કુઢર સેઢે લજે,
જોકો ખાય એનકે પરયા માધાઈ ભજે.
ઝરણાં ને તરાજા પાણી કલકલ કરીયે,
ડેડર મોજ મેં અચીને ટર ટર કરીએ.
વાળ તે ફાગં ગલકા ને ગીસોડી જા ફુલ,
નર ચે તૂ જેરા વાર તે સીમ મેં મુ ભેગો હલ.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા

Read More

*ક્ષમતા*

અચંબામાં આશ્ચર્યમાં પડી જોઉં છું,જ્યારે નજર સામે માં ! જોઉ છું.

સાગર ની ગહેરાઈથી અતિશય દુઃખ સહન કરવાની ક્ષમતા માતામાં છે.

આમજ નથી જન્મ મળતું આ ધરતી પર માનવીને પીડા પ્રસવની વેઠે છે.

પિતાની ઊણપનો અણસાર પર આવવા નથી દેતી, કેવી! ગજબની ક્ષમતા છે .

દુઃખ ત્યારે થાય જુવાન દિકરાઓ ની માતા વૃધ્ધાવસ્થામાં ઘરડા ઘરમાં રહે છે.

નથી આપી મુજને એટલી ક્ષમતા હું એમની મદદ કરી શકુ, મારી રચના થી આ સંદેશો આપું છું.

સાચવજો આપના માં પિતા ને નહીં તો ફરી સમય આપણો એજ આવવાનું છે ‌.

કહે નર ક્ષમતા હતી એટલું કહું છું,સમજો ન સમજો એ તમ પર મુકુ છું.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ

Read More

30 ઓગસ્ટ પ્રતિયોગિતા શબ્દ ➖ અમાસ
*વિજેતા ક્રમાંક 2⃣*
🌑🌑🌑🌑🌑🌑🌑🌑🌑🌑

હે પ્રભુ ક્યારેક કોઈના જીવનમાં જો અમાસ બની ને જાવું પડે તો દિવાળી બની ને જાઉં,એના દુઃખ ને દિવાસળી ચાંપી સુખનો પ્રકાશ આપું.

નારાણજી જાડેજા ગઢશીશા
મુન્દ્રા કરછ

Read More

મી પાંજે મૌલકજો

શ્રાવણ સજો સુર મેં વઠ્ઠા, વેચમે વરી કોરાળો ડેઠ્ઠા.
તરાએ કે ઓગન ધે ડેઠ્ઠા, હેલી મેલી વધાઈ ધે ડેઠ્ઠા.
સુકે મૌલક જે માડુ કે મેળે મેં મલક ધે ને મોજ મેં ડેઠ્ઠા,
નર ચે હેન વરે કુદરત કે હરખ સે વરસ ધે ડેઠ્ઠા.
ભદરે મેં ભલે અચ અના ભદરેજા ભડાકા નાય ડેઠ્ઠા.
હાણે કોય ન ચે હેન વરે અસી દોકાર ડેઠ્ઠા.

નારાણજી જાડેજા
નર
ગઢશીશા

Read More

26 વર્ષની ઉંમરે સાહિત્ય કવિતાની પરાકાષ્ઠા સર્જનાર
નામ: નેકનામદાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ,
સાહિત્ય અને યુવાનો ના હૃદયમાં : કલાપી.
જન્મ : 26 જાન્યુઆરી 1874
*સ્વર્ગવાસ: 09 જૂન 1900 (માત્ર 26 વર્ષનું આયુષ્ય)*
અને એક માત્ર ગરસિયો જેનું સાહિત્ય/કવિતાઓ વિદ્યાર્થીઓ ને પાયામાં ભણાવવામાં આવે છે.
ત્યારે કલાપીની કવિતાની અમુક પંક્તિઓ અને વિવિધ છંદો.
(કલાપી )
શાર્દૂલવિક્રીડિત)

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ
હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી
એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો,
ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી
ગાતાં, મીઠાં ગીતડાં !

(માલિની)

મધુર સમય તેવે ખેતરે શેલડીના,
રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(અનુષ્ટુપ)

વૃદ્ધ માતા અને તાત
તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું
કર્તાએ નિરમ્યું દીસે !

(વસંતતિલકા)

ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(મંદાક્રાન્તા)

ધીમે ઊઠી શિથિલ કરને
નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળાં
ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ
શાંત બેસી રહીને,
જોતાં ગાતો સગડી પરનો
દેવતા ફેરવે છે.

(અનુષ્ટુપ)

ત્યાં તો આવી પહોંચ્યો એ
અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે
‘આવો, બાપુ !’ કહી ઊભો.

(શાર્દૂલવિક્રીડિત)

‘લાગી છે મુજને ત્રુષા, જલ જરી
દે તું મને’બોલીનેઅશ્વેથી
ઊતરી યુવાન ઊભીને
ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ ! શેલડી તણો’
એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ
જ્યાં છે ઊભી શેલડી !

(વસંતતિલકા)

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈ વિચાર કરતો નર તે ગયો પી.

(અનુષ્ટુપ)

‘બીજું પ્યાલું ભરી દેને,
હજુ છે મુજને ત્રુષા,’
કહીને પાત્ર યુવાને
માતાના કરમાં ધર્યું.

(મંદાક્રાન્તા)

કાપી કાપી ફરી ફરી અરે !
કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’
આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી
ભોંકતી શેલડીમાં

(અનુષ્ટુપ)

‘રસહીન ધરા થૈ છે,
દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’
બોલી માતા ફરી રડી.

(વસંતતિલકા)

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’

(શાર્દૂલવિક્રીડિત)

‘પીતો’તો રસ મિષ્ટ હું પ્રભુ ! અરે
ત્યારે જ ધાર્યું હતું,
આ લોક્કો સહુ દ્ધવ્યવાન નકી છે,
એવી ધરા છે અહીં;
છે જોએ મુજ ભાગ કૈં નહી સમો,
તે હું વધારું હવે,
શા માટે બહુ દ્ધવ્ય આ ધનિકની,
પાસેથી લેવું નહીં ?

(ઉપજાતિ)

રસ હવે દે ભરી પાત્ર બાઈ !
પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ,
તમારી તો આશિષ માત્ર માગું !’

(વસંતતિલકા)

પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !’

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

*લી. ધર્મરાજસિંહ વાઘેલા છબાસર*


*કવિ કલાપી નું નામ આવે અને આપણ ને ઘણી સુંદર કવિતાઓ યાદ આવવા લાગે અને એમાંની એક કવિતા "

Read More