instra id @manoj_santoki_manas . હું શબ્દ છું... સદા ગુંજતો રહીશ... mo 8469950007

થોડા દિવસ પહેલા એક મેસેજ આવ્યો...

મારી વાઈફ નો જન્મ દિવસ છે પ્લીઝ શાયરી આપો ને...

મેં કહ્યું 500 રૂપિયા થાય😃😃😃

©મનોજ

Read More

લગ્ન ની પહેલી રાત્રે પતિ પત્ની ને પલંગ પર બેસાડીને કહી રહ્યો હતો.....

બધાને માન આપજે,બધા નું દિલ જીતજે,બધાની સાથે હળીમળી ને રહેજે...

પત્ની અચાનક ઊભી થઈ અને દરવાજો ખોલીને બુમ પાડી.....

એ બધા અંદર આવી જજો...અહી સત્સંગ ચાલે છે...

Read More

રોજ અરીસા સામે ઉભો રહું ને તારો અણસાર લાગે છે,
ભલે આપ કહી નથી શકતા, તમને પણ પ્યાર લાગે છે.

તમામ વૈદ્ય હકીમોની બતાવી છે મેં મારા હાથની રગને,
તમારા માત્ર સ્પર્શમાં મારા દિલના દર્દનો ઉપચાર લાગે છે.

ખાનગીમાં મળ્યા અને ન કહી શક્યો તે લખ્યું કાગળ પર,
અને આ ગઝલનો પણ મારી પર મોટો ઉપકાર લાગે છે.

લખાતેલ મારા પત્રોના હજુ સુધી ઉત્તર મળ્યા નથી મને,
હું નહિ તો શુ થયું મારી ગઝલો તેમને સ્વીકાર લાગે છે.

ઢોળી નાખી મેં મહેફિલમાં તમામ શરાબ હતી મોંઘમ,
તારી આ આંખોના નશાની ઝલક મને પારાવાર લાગે છે.

એ હજુ પણ નીકળે છે એ રસ્તે, મારી સામે જોયા વગર,
પ્રણયની સાથે મનમાં શંકાના વાદળો બે - ચાર લાગે છે.

એ અંતિમ દર્શન મેં કર્યા હતા, તેમની વિદાય વેળાએ,
માંડ આંખો ઊંચી કરી હતી, જાણે બંધનનો ભાર લાગે છે.

ગયા એ અને રૂંધાઇ ગઈ હતી બધી મારા ગામની ગલી,
હતા અવાજ તેના પાયલના, ત્યાં હવે હાહાકાર લાગે છે.

યૌવન ગામનું જાણે લૂંટાય ગયું હોય, ભર જવાનીમાં,
યુવાનો હસી એ રીતે રહ્યા છે જાણે અશ્રુધાર લાગે છે.

મનોજ તેના આવવાથી મહેકી ઉઠતું હતું આ ઉપવન,
વર્ષો થયા તમને જોયા નથી, ને આ બાગમાં ખાર લાગે છે.

મનોજ સંતોકી માનસ

Read More

કોઈ આવીને પૂછી જાય 'નારાજ છો તું...". જવાબમાં શુ કહેવું મારે....??? એ જ ને કે માણસ તરફ થોડી અપેક્ષા થાય અને એ અપેક્ષા પુરી ન થાય એટલે થોડી ઉદાસી આવે. હું માણસ છું ભગવાન નથી કે બધું એમ જ મળી જાય અને હા, ભગવાનને પણ લાગણી અને પ્રેમ માટે ધરતી પર આવવું પડ્યું હતું. તો હું તો માણસ છું....

શુ કારણ છે મારી આ બેચેનીનું...? એકાંતમાં રહીને ખુદને જ પૂછી રહ્યો છું. ખુદ સાથેનો આ સંવાદ છે અથવા એકાંતમાંથી નીકળેલા વિચારોનું આ જુન્ડ છે. ખુદને આ દુનિયાથી અલગ રાખવાની ખૂબ કોશિશ કરી છે. છતાં તેમાં ભળવું પડ્યું છે. અનેક સંબંધને નિભાવવા પડ્યા છે. રક્તની શાહી બનાવીને હરેક ક્ષણોને મેં લખી છે. યોગ હોઈ કે વિયોગ હોઈ તમામને મેં શબ્દોમાં જગ્યા આપી છે.

ઘણા સંબંધ મળ્યા છે, ઘણા છૂટી ગયા છે, ઘણા કદાચ બનશે, ઘણા બનેલા છે એમાંથી વિખુટા થશે, થોડું દિલ બેચેન બનશે, થોડી ખુશીની પાનખર આવશે, આંસુની અગન જ્વાળા વર્તમાનને જલાવી રહી હશે. આવું કેમ બને છે, હું કઠોર છું છતાં આ તમામ બાબતને કેમ અનુભવી રહ્યો છું. કારણ કે ઘણાને લાયકાત કરવા વધુ જીવનમાં સ્થાન આપ્યું છે. ઘણા ને ખુદના માની મેં મારા અસ્તિત્વ સાથે ચેડાં કર્યા છે...

તમામ સ્થિતિના કારણમાં હું જ રહ્યો છું. હા, હું જ છું, જેને જીવનમાં અનેક સંબંધનું સર્જન કરી જીવનનું નિકંદન કાઢ્યું છે. સળગતા અંગારને સામે ચાલી મેં જ દિલમાં ભર્યા છે હવે દિલ દાઝે તો ખરું જ ને. હું નિરાશ છું, હું ઉદાસ છું, હું વ્યથિત છું એના કારણમાં હું જ છું. જીવનમાં સંબંધના માપદંડ હોતા નથી પણ બદલતા વિચારો અને વ્યવહાર જોઈ માપદંડ નક્કી કરવા રહ્યા, નહિતર ખુદ સાથે જ લડીને માણસ ખતમ થઈ જશે...


મનોજ સંતોકી માનસ

Read More

એક આલિંગન, એક ચુંબન, એક મુલાકાત જોઈએ
થયા આંખો થી આંખ નો સંવાદ એ વાત જોઈએ
મનોજ

એક સ્પર્શ, એક મિલન, એક વ્યથા ઘણું બધું,
એક રાહ, એક યાદ, એક આંસુ કે ઘણું બધું......
મનોજ

તારી આંખોમાં હું ખોવાયેલો છું,
હું મારા એક હાથે મુકાયેલો છું.

મંદિર, મસ્જિદમાં ન શોધ મને,
ભીતર જો હું ત્યાં સમાયેલો છું.

તમે જેને સભ્ય સમાજ કહો છો,
આ સમાજને હાથે ચુથાયેલો છું.

નથી કરી શકતો હું ખિદમત તેની,
સત્ય અને ન્યાયથી ગૂંથાયેલો છું.

અન્યાય સામે અવાજ મારો હશે,
એ પથ પર પણ હું પથરાયેલો છું.

કર્મના સિદ્ધાંત સરખા છે સૌ માટે,
તેથી હું ભીલના બાણે ઘવાટેલો છું

હું પણ આપી શકું છું ગાળ તમને,
મનોજ સંસ્કારમાં હું બંધાયેલો છું.

મનોજ સંતોકી માનસ

Read More