Komal Joshi Pearlcharm

Komal Joshi Pearlcharm Matrubharti Verified

@komaljoshi113147

(3.5k)

60

75.2k

181.4k

About You

હ્યદય નુ સ્પંદન કાવ્ય , સાહિત્ય ઝંકાર...

મહાશિવરાત્રિ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શિવ-શક્તિ ની કૃપા આપ સૌ પર હંમેશા રહે🙏

ફરી એ સંધ્યા,
ન જવા કોઈ રાહ , ન થોભવા ની ચાહ
ન કોઈ આશ , ન કોઈ પાસ ,
અને જિંદગી માં ,
હરેક પળે
કંઈક લખાતું , કંઈક ભૂંસાતુ, કંઈક ઘૂંટાતુ, કંઈક ભૂલાતુ
બોજ બનતાં એ વિચારો ને ;
નવજાત શિશુ જેવું, નાજુક મારું મન…..
ખોબા માં મારા ,
અત્યંત કાળજી થી સાચવેલુ
છતાંયે, ઘવાયેલુ, સતત ઘવાયેલુ………
~ કોમલ જોષી

Read More

દિવાળી ની શુભકામનાઓ ! ?

હું મળીશ તને ક્ષિતિજે,
જ્યાં ધરતી આકાશ ને મળે છે.
ને દરિયા ની મોજો ને ચંદ્ર ની કિરણો ચુમે છે.

જ્યાં પવન ની શીતળ લહેર થી
વૃક્ષ ની ડાળીઓ ઝુમે છે.

જ્યાં ખરાં - ખોટા ની પરખ નથી;
અને જ્યાં હું તારા થી અલગ નથી.

એ વાંસળી ના રેલાયેલ સૂરમાં;
અને દીવા થી ફેલાયેલા એ નૂર માં .

હું મળીશ તને એ હરેક સ્મિત માં;
ને આંસુ જે વહે છે પ્રીત માં.

એ હ્યદય ના ધબકાર માં;
અને એનીયે વચ્ચે રહેલા અંતરાલ માં.

એ પાયલ ની ઝંકાર માં ;
અને ચૂડી ની રણકાર માં .

એ ઊડતી લહેરાતી ચુનર માં ;
અને છતાંયે સાચવેલી લજ્જા નાં એ હુનર માં .

હું મળીશ તને દરેક - એક લખાણમાં ;
અને લખાણમાં રહેલા પ્રેમ નાં એ ઊંડાણમાં .

એ લીધેલાં એક - એક શ્વાસ માં ;
અને લંબાયેલા હાથ ના વિશ્વાસ માં .

એ ફૂલો ની સુવાસ માં ;
અને સૂર્ય ની કિરણો થકી નાં ઉજાસ માં .

એ ભમરા ની ગુંજન માં;
અને સ્પર્શ થકી નાં સ્પંદન માં .

હું મળીશ તને વેણી ની મહેંક માં ;
ને પંખી ઓ ની ચહેક માં .

હું મળીશ તને દરેક - એક પળ માં;
અને અખંડ વિશ્વ સકળ માં.

~ કોમલ જોષી

Read More

forever yours!

મહાશિવરાત્રી ની શુભકામનાઓ!?

પ્રેમ એક અદ્ભુત લાગણી છે ;

એને શબ્દો થી ક્રમિત ના કર .

તારો , મારો , આજ નો , કાલ નો , કહી

સમય , બંધન માં એને સીમિત ના કર .

આદિ થી અનંત સુધી સર્વે વ્યાપેલો છે ;

એને ફક્ત ચાર દીવાલો માં ખંડિત ના કર.

પ્રેમની અનુભૂતિ માં પિરોવાઈ જા;

સંબંધો ના નામે એને બંધિત ના કર.

ચાંદ - ચકોર હોય, કે વર્ષા ને ચાતક ;

કે નદી ને સાગર મળવા ની માફક ;

ઇન્તજાર હોય કે સમર્પણ;

એને મૂર્ખતા ગણી અપમાનિત ના કર.

હિમાલય ની જેમ અચલ ને અડગ છે;

ફક્ત બરફ નાં પીગળવા નો ફરક છે;

ઈશ્વર ની અનુભૂતિ નો અહેસાસ છે એ

તું એને ફક્ત ધર્મ ગણી ભ્રમિત ના કર.

ફરજિયાત ની હોય કે મરજિયાત ની હોય,

પરંતુ પ્રેમ ની લાગણીઓ ને તિરસ્કૃત ના કર.

~ કોમલ જોષી

Read More

મારા હ્દય નો દરેક ખૂણો ;

હજી પણ તમારી યાદો નો ભાર લઈને ચાલે છે ,

તમને ય ખબર છે કે ,

હું તમારી પ્રતિક્ષા કરું છું.

પણ તમે નિ:શબ્દ રહ્યા..;

અને એ વાર્તા હજી પણ અધૂરી છે,

મેજ પર પડેલા પુસ્તક માં ;

ખૂણેથી વાળેલા પાનાં ની માફક

ક્યારેક પાછા આવવાની ઈચ્છા સાથે !!!

પણ ત્યારે હું તમને ના સ્વીકારું તો ???

~ કોમલ જોષી

Read More

અચાનક અહેસાસ થયો , અને હું દોડી એ મંઝિલ તરફ ;

જે મારી જ રાહ જોતી હતી, પરંતુ હું તો અસમંજસ માં હતી ;

દૂર સુધી કાળો અંધકાર અને ક્યાંક ખોવાઈ જવાનો ડર;

કદમ મારા થંભી ગયા , જ્યારે દેખાયું એક ભયાનક સ્વરૂપ;

વિશાળકાયા, ડરામણી છાયા,

ભાગવા નો પ્રયત્ન કર્યો , મારા પગ ની બેડીઓ સાથે ;

કદમ કદમ પર લડખડાતી, ડગમગાતી ,

થાકેલી , હારેલી

જ્યારે મધ્ય માં પહોંચી ;

તો સુંદર , મધુર , માદક , મનમોહક ,

સંગીત માં ખોવાઈ ને નાચવા લાગી ;

એક નાદાન શિશુ ની માફક ;

અને અંતિમ પડાવ પર પહોંચી ;

તો બેડીઓ મારી પાંખો માં પરિવર્તિત થઈ ચૂકી હતી.

અને ' હું કોણ છું ?' , 'મારું અસ્તિત્વ શું છે '

એ મને પૂર્ણ રુપે સમજાઈ ગયું હતું.

~ કોમલ જોષી

Read More

હું ક્યાં જાતે ઉડી હતી;

હવા નાં રુખ માં , ખુલ્લા આકાશ માં;

તમારો જ માંજો અને તમારી જ કન્યા

તમે જ‌ લગાડેલી એ ગુંદરપટ્ટી,

વેગ લાગ્યો ત્યાં જ મુડી હતી;

તમારા જ આંચકા ને તમારી જ ઢીલ,

ને ગગન માં મહાલતા મહાલતા

જ્યારે અન્ય પતંગો એ પેચ લડાવ્યો ,

ત્યારે તમારા કહ્યા પ્રમાણે જ હું લડી હતી.

અને જ્યારે કપાઈ ગઈ,

ત્યારે હસતા મોઢે ,

હું એ ધૂળ માં આવીને પડી હતી ;

પણ કોઈને કહેશો નહિ કે

હું થોડું રડી હતી.

~ કોમલ જોષી

Read More