The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
I am primary Teacher.. ગીતો લખવાનો શોખ છે.."રોશન" ઉપનામ થી કાવ્યો લખું છું.
જુવાનીમાં પગ મૂકતાં જ મારી જાત ભૂલી ગયો, હું માણસ છું એ જ મૂળ વાત ભૂલી ગયો.. ✍️ રોશન.. -Jitendra Parmar
બોલે પુસ્તક વણબોલ્યે પણ, બોલે પુસ્તક. રાજ ભીતરનું, ખોલે પુસ્તક. ભાત ભાતના, રંગ બે રંગી; પાને પાને, ડોલે પુસ્તક. મોબાઈલના આ, વાઇબ્રન્ટ યુગમાં; પ્રેમ અમીરસ, ઘોળે પુસ્તક. માંય પડ્યું છે, જીવન આખું. છતાં કોઈ ના, ખોલે પુસ્તક. ✍️જીતેન્દ્ર પરમાર "રોશન"
વેર-ઝેર બધું ભૂલી જઈને નવા વર્ષને વધાવજો.. દુઃખ બધું હેઠું મૂકી ખુશીઓ લઈને આવજો. ✍️રોશન 🌹
🪔 *ભીતર દીવો પ્રગટાવજે* 🪔 દીન-દુઃખીયાની સેવા કરજે, અંતર કદી ના બાળજે. ભીતર દીવો પ્રગટાવજે. તન મેલું તો ચાલશે, મનનો મેલ ઉતારજે. ભીતર દીવો પ્રગટાવજે. સ્નેહ-કરુણા દિલમાં ભરી, પ્રેમનાં બીજ તું વાવજે. ભીતર દીવો પ્રગટાવજે. અમીરી-ગરીબી નેવે મૂકી, મીઠાં સુર તું રેલાવજે. ભીતર દીવો પ્રગટાવજે. લાગણી કેરું તેલ પૂરી, દિલમાં પ્રકાશ ફેલાવજે. ભીતર દીવો પ્રગટાવજે. *જીતેન્દ્ર પરમાર "રોશન"*
તું તારું કર ને હું મારું, બસ થઇ જશે બધું સારું. ને પારકી પંચાત મેલી દે, લાગશે બધું જ પ્યારું. ✍️જીતેન્દ્ર પરમાર "રોશન"
ચોતરફ માતમતણો ચિત્કાર ભાસે છે, હૃદય કંપે છે ને માથે મોત નાચે છે. ✍️ રોશન
મનના સૂકા રણમાં પ્રેમની, સરવાણી ફૂટે એ કવિતા. કલમનો શબ્દ સાથેનો નાતો, ક્યારેય ના તૂટે એ કવિતા. ✍️ રોશન..🌹
મારી ગઝલ.. શબ્દ નો શણગાર છે મારી ગઝલ. પ્રીતનો ધબકાર છે મારી ગઝલ. મુજ હૃદયમાં જે બિરાજે છે અહીં, ઈશનો રણકાર છે મારી ગઝલ. જે નયનથી હું બનું ઘાયલ સદા, લાગણીનો તાર છે મારી ગઝલ. દુશ્મનો સામે હજુયે ઢાલ છે, હેતની તલવાર છે મારી ગઝલ. કોઈ દિ જો થાય મારો સામનો, મોતને પડકાર છે મારી ગઝલ. તું મળે "રોશન" બની દિલ નાચતું, પ્રેમનો અણસાર છે મારી ગઝલ. ✍️ રોશન
ઝરમર વસાદમાં ભીંજાવાનો આનંદ છે, તારો સાથ છે તો મને પણ ઉમંગ છે. ✍️રોશન..
રીમઝીમ વરસાદમાં ભીંજાવાનો આનંદ છે, તારો સાથ છે તો, મને પણ ઉમંગ છે. ✍️રોશન..
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser