i am hetal joshi gujrati writer....

બધું જ નથી મળતું ત્યારે
થોડું પણ જતું નથી કરતા જયારે
મળે છે બધું જ ત્યારે
થોડું પણ જતું કરો છો જયારે
હેતલ .જોષી ...rajkot

Read More

સંબધો ના પણ હવે હિસાબ થવા લાગ્યા છે અહીં ....
સંવેદના ઓ અને લાગણી ઓના પણ હવે હિસાબ થવા લાગ્યા છે અહીં ...
થઇ રહી છે બાદબાકી સંબધો ની અહીં આજે ...
રહિયા છે બાકી જરૂરિયાત પ્રમાણે ના સંબધો અહીં ...
જીવન થઇ રહ્યું છે આખુ ગણિત ઉપર હવે તો ...
તેમાં પણ સંબધો ની ગણતરી થવા લાગી છે અહીં ....
થઇ જાય છે ભાગાકાર પણ સંબધો ના હવે અહીં ...
અને સંવેદના ઓ પણ શૂન્યકાર થવા લાગી છે અહીં ...
જરૂરિયાત પૂરતા જ સંબધો હવે યાદ રહે છે અહીં ...
બાકી સંબધો ના પણ હિસાબ થવા લાગ્યા છે અહીં ...
હેતલ .જોષી ...રાજકોટ

Read More

સંબધો ના સાગર માં
વહાણ લઈ નીકળી છું
મળે નહીં કિનારો
ત્યાં સુધી
હલેસા મારી જિંદગી ને
મંજિલે પહોંચાડવા નીકળી છું
હેતલ .જોષી ...રાજકોટ

Read More

વેરાઈ ગયેલી મારી આ જિંદગી ને લાઉ
થોડી હું સમેટી લઉં
ખોવાઈ જાઉં એ પહેલા
લાઉ થોડી હું
મારી જાત ને પણ
હું ઓળખી લઉં
હેતલ .જોષી ..રાજકોટ

Read More

ક્યાં જવુ હતું અને ક્યાં પહોંચી ગઈ ...
હું આજે ..
રહેવું હતું તારી પાસે અને
તારા થી જ દૂર થઇ ગઈ
હું આજે ....
હેતલ જોષી ..રાજકોટ

Read More