સમાઈ જા...

ઉભો છું હું વૃક્ષ બની ને
તું વેલ બની વિંટળાઈ જા
આ હૃદય ઝંખે પ્રેમ તારો
તું હૃદય માં સમાઈ જા...

જીવન નો આ વગડો મારો
ઉજ્જડ અને વેરાન છે
આવ ઉડી ને તું વગડા માં
ટહુકી ને ગીત ગાઈ જા...

અંધકાર ભર્યા જીવન માં
તું ચાંદની બની છાઇ જા
એકલો ચાલુ કેટલું હજી?
તું સફર માં જોડાઈ જા...

માળો ગૂંથ્યો છે સ્નેહ નો
મહોબ્બત ના તાંતણે થી
હજી ખામોશી કેટલી..?
તું ગીત પ્રેમ નું ગાઈ જા...

તારી યાદો ના દરિયા માં
ડૂબકી લગાવું હજી કેટલી.?
"કલ્પના" વહે "બકુલ" માં
તું પ્રેમરસ મને પાઈ જા...

-બકુલ ની કલમે...✍️
ગઝલ
17 એપ્રિલ 2021
09.21

Read More

લોકડાઉન લવ

કેદ કરી દઉં તને બાંહો માં
પછી થઇ જઈએ લોકડાઉન
જકડી રાખું તને બાંહો માં
ભલે લંબાય આ લોકડાઉન...

ઉર માં ઉછળે આનંદ છોળો
એક બીજાની સંગત માં
એક બીજામાં ડૂબી જઈએ
ભલે લંબાય આ લોકડાઉન...

સ્વર્ગીય સુખ ની એ પળો ને
જલ્દી હવે માણી લઈએ
ઉર થી ઉર ચાંપી ને પછી
ભલે લંબાય આ લોકડાઉન...

એક બીજામાં ઓગળી ને
એકાકાર થઇ જઈએ
મિલન અનેરું હશે "બકુલ"
ભલે લંબાય આ લોકડાઉન...

-બકુલ ની કલમે...✍️
ગઝલ
15 એપ્રિલ 2021
13.42

Read More

तू कहे अगर, तू कहे अगर
तू कहे अगर जीवन भर
मैं गीत सुनाता जाऊं
मन बीन बजाता जाऊं तू कहे अगर..
मैं साज़ हूँ तू सरगम है - २
देती जा सहारे मुझको - २
मैं राग हूँ तू बीणा है - २
इस दम जो पुकारे तुझको
आवाज़ में तेरी हर दम
आवाज़ मिलाता जाऊं
आकाश पे छाता जाऊं... तू कहे अगर...
इन बोलों में, तू ही तू है
मैं समझूँ या तू जाने, हो जाने
इनमें है कहानी मेरी,
इनमें है तेरे अफ़साने
इनमें है तेरे अफ़साने
तू साज़ उठा उल्फ़त का
मैं झूम के गाता जाऊं
सपनों को जगाता जाऊं...
तू कहे अगर...

Geetkar : Mazruh Sultanpuri
Film : Andaz

Read More

રહી ગઈ...

ફૂટી હતી નવી એક એ તો
લાગણી ની કૂંપળ લીલી
પર્ણ બનતા પહેલા કોમળ
બિચારી કરમાઈ ગઈ...

ઉડી હતી છોળો એ તો
ગુલાલ ની હૃદય માં ઘણી
કોઈ ના આવ્યું રમવા અહીં
હૃદય માં જ રહી  ગઈ...

ઘણા હરખ થકી મે તો
ભરી રંગ ની પિચકારી
રાહ જોઈ રહ્યો વિરહી
એમ જ હાથ માં રહી ગઈ...

રચી  બહુ ઉમંગ થી મે તો
ગઝલ એ પ્રણય ની હતી
વાંચનાર કોઈ આવ્યું નહી ને
દફન થઇ ને રહી ગઈ...

રાહ જોઈ હતી ઘણી મે તો
આ હોળી અને ધુળેટી ની
રમ્યું ના કોઈ "બકુલ" સંગે
"કલ્પના" મન માં રહી ગઈ...

બકુલ ની કલમે...✍️
ગઝલ
30 માર્ચ 2021
09.18

Read More

યાદ ના વાદળ

મોસમ તો આવે અને જાય ભલે બધી...
તારી યાદ ના વાદળ આસપાસ છે...

તારી સંગત હું તો કાયમ ઝંખું
આ હૈયા મા તું કંઈક ખાસ છે
                          મોસમ તો આવે અને...
ઠરવું ગમે મને કડકડતી ટાઢ મા ને
હુંફાળી ઉષ્મા તું ખાસ છે
                         મોસમ તો આવે અને....
વાસંતી વાયરા ની ફરતી ફોરમ મહીં
મારી મહેંક તું ખાસ છે
                          મોસમ તો આવે અને....
ફરતા ફાગણીયા ના લહેરાતા રંગ મા
મારી ગુલાબી તું ખાસ છે
                         મોસમ તો આવે અને....
વૈશાખી વાયરા ની બળતી બપોર માં
ઝુલ્ફો ની છાયા તું ખાસ છે
                         મોસમ તો આવે અને...
ભીતર વરસતી આ ધોધમાર વર્ષા થી
નીતરતી હેલી તું ખાસ છે
                          મોસમ તો આવે અને...
શરદ ઋતુ ની અજવાળી રાતની
ઢોળાતી ચાંદની તું ખાસ છે
                         મોસમ તો આવે અને...
હૈયા માં વહેતી તું "કલ્પના" "બકુલ" ના
મારી ગઝલ તું ખાસ છે

મોસમ તો આવે અને જાય ભલે બધી...
તારી યાદ ના વાદળ આસપાસ છે...

-બકુલ ની કલમે...✍️
ગઝલ
27 માર્ચ 2021
06.29

Read More

દો લફઝ ક્યા કેહ દીયે ઉનકો હમને ગુસ્સા હો કર..
ઔર વો સમજે હમ ખુશ હૈ ઉનકે બીના...
કિતની મહોબ્બત હૈ ઉનસે હમકો વો ક્યા જાને..."બકુલ"....
રાતો કી નીંદ,દિન કા ચૈન કહાં ઉનકે બીના..

Read More

મનગમતો મોગરો

મને વ્હાલો રે  સખી મનગમતો મોગરો
મોગરા ની હું તો ઘેલી રે
સખી  મનગમતો મોગરો...
                    મને વ્હાલો રે સખી ........
મોગરા ના ફુલ સખી શ્રીજી ને વ્હાલા
ફૂલડાં શ્રીજી ને ચડાવું રે
સખી  મનગમતો મોગરો...
                   મને વ્હાલો રે સખી........
ફૂલડાં વીણી ને હું તો છાબ ભરી લાવતી
પ્રભુજી ની માળા બનાવું રે
સખી  મનગમતો મોગરો....
                    મને વ્હાલો રે સખી ........
ફૂલડાં ખીલ્યા ને એતો કેવા મહેકીયા
મારાં કેશગુંથન માં શોભ્યા રે
સખી  મનગમતો મોગરો....
                    મને વ્હાલો રે સખી........
કહે "બકુલ" ગુણ મોગરા ના ગાઈ
મારાં જીવન માં મોગરો મહોર્યો રે
સખી  મનગમતો મોગરો....

મને વ્હાલો રે  સખી મનગમતો મોગરો
મોગરા ની હું તો ઘેલી રે
સખી  મનગમતો મોગરો...
                    મને વ્હાલો રે સખી......

-બકુલ ની કલમે...✍️
ભાવગીત
22-03-2021
22.06

Read More

ખ્વાહિશ...

છે ખ્વાહિશ દિલ માં એટલી
કોઈ કામ એવુ કરી જાઉં
હું રહુ કે ના રહુ જગત માં
પણ નામ એવુ કરી જાઉં...

લુછી કોઈ ગરીબ ના આંસુ
મન માં એના હસી જાઉં
ઘર કરું સહુ ના હૃદય માં
અને એમાં હું વસી જાઉં...

દુઃખ દર્દ કોઈ નું જોઈ ને
ભીતર માં હું રડી જાઉં
સહારો બની જાઉં કોઈ નો
પછી ભલે હું પડી જાઉં...

જગત ના બધા કુકર્મો સામે
એકલો યુદ્ધ હું કરી જાઉં
ચાલતા એ સત્ય ના પંથે
થાય ભૂલ તો ડરી જાઉં...

વિશ્વાસ છે ખુદ માં મને
સિંહ ગર્જના કરી જાઉં
ઘવાય નહિ નિર્દોષ મુજ થી
એ ખયાલ થી ડરી જાઉં...

વહાવું પ્રેમસરિતા જગત માં
એમાં ડૂબી હું તરી જાઉં
હા છું "મહોબ્બત નો આશક"
એવો પ્રેમ હું કરી જાઉં...

બની ને શંકર "બકુલ" હું
જગત ના બધા ઝેર પી જાઉં
બની વૃક્ષ કોઈ નો વિસામો
બળતા તાપ માં હું તપી જાઉં....

-બકુલ ની કલમે...✍️
ગઝલ
22-03-2021
07.14

Read More

ઈજન...

છે તારું ઈજન તો
કેમ ના તણાઉં તારી લાગણી ના વ્હેણ માં "બકુલ"...
તારા સૌંદર્ય ની સરિતા માં ડૂબવા માં જ મજા છે...

-બકુલ
21-03-2021
07.32

Read More

લીમડો ને રાયણ

બેસી રહ્યો
હું એની શીતળ છાંય માં
વીતી ગઈ
જો ને
આખી બપોર
આવતી ક્યારેક એ
મીઠી યાદ ની જેમ
ઠંડી હવા ની
લહેરખી
મારા
તનમન ને શીતળતા
અર્પતી
જોયું તો
અહા.... લીમડો ને રાયણ
પાસ પાસે ઉભા
આલિંગી
ને એકમેક માં એવા
ગુંથાયા
જાણે
રાધાકૃષ્ણ નું મધુર
આલિંગન...
થયું આ
મહોબ્બત ના આશક
ને
ચાલો અહીં પણ
પ્રેમ
વરસી રહ્યો છે "બકુલ"
જેવો
ભીતર મારી...

-બકુલ ની કલમે...✍️
પ્રકૃતિ પ્રેમ
20-03-2021
18.08

Read More