Hey, I am on Matrubharti!

# શિકાર
મારી ડાયરી....✍️

પિંજરે પુરાયેલા પંખી ઓ ને જોઈ ને મને બહુ દયા આવી.
પંખી વેચવા વાળા ને કહ્યું ..આ બધા પંખી મારે ખરીદવા છે.
વિસ્મિતભાવે એણે પૂછ્યું કે શું કરશો પછી?
મે કહ્યુ ઉડાડી દઈશ
એણે કહ્યું કે તો તો પછી એ મરી જશે...
મે પૂછ્યું કેમ?
એણે કહ્યું જનમ્યા ત્યારથી જ પિંજરાનાં સુરક્ષિત વાતાવરણ માં ઉછર્યા છે...
પોતાની સુરક્ષા કેમ કરવી એતો એ શીખ્યા જ નથી...
તરત જ કોઈ ના શિકાર નો ભોગ બની જશે.....
વિસ્મિત થઈ મે સાંભળ્યા કર્યું...
Parenting નો ઉમદા પાઠ શીખવાડી ગયો...Asi..

https://www.matrubharti.com/bites/111455737

Read More

આવે જો છીંક તો ઉચાટ થઈ જાય છે,
દાદાના ખોંખારામાં કોરોના દેખાય છે!

ખુલ્લી જે બારીમાંથી અપાતું હતું સ્મિત,
હવે, તે બારી સદાય બંધ જ દેખાય છે !

જે ફૂલ ગુલાબી હોઠો પર હતા કુરબાન,
તે હોઠ બધા હવે માસ્ક તળે ઢંકાય છે !

બાજુની રેંકડીની પેલી તરબતર ખુશ્બુ,
હવે ઘરમાં જ સાંજે ખીચડી રંધાય છે !

કાઢી નાખતા હતા કુચા ઉથલાવીને બધા,
એ છાપા હવે મોબાઈલમાં વંચાય છે !

હતો જેનો ના આવ્યા નો ઉચાટ ઘણોય,
તે કામવાળા યાદમાં પણ ક્યાં વરતાય છે ?

શીખી ગયા છે સૌ હાથ દેતા ઘરકામમાં,
ઝાડુ મારવામાં હવે સ્ટેટ્સ જણાય છે ?

દીકરી ભણે લેપટોપ પર, દીકરો મોબાઈલમાં,
ભણવાની નવી રીતમાં વિસ્મય જણાય છે !

કેટલી વધારી હતી વ્યર્થની જરૂરતો સૌ,
નકામું હતું સઘળું હવે એ સમજાય છે !

ધીરે ધીરે એવું કંઇક સમજાય છે,
કાળ ગુપચુપ ઘણું લૂંટતો જાય છે.

કહીએ દિલ ની વાતો,એવા માણસો,
ગુમસુમ થતા જાય છે.

શ્વાસથી યે નિકટ હતા,જે અબઘડી,
આંખથી સાવ ઓઝલ થતા જાય છે.

ડગ સ્વયંભૂ વળીને જતા જે તરફ,
એ ઘરો હવે ખૂટતા જાય છે.

કોણ જાણે કયો શાપ લાગી ગયો,
લીલાછમ માણસો રણ થતા જાય છે.

જે ઘરો માં જઈ સહેજ હળવા થતા,
બારણાં એ ઘરોના બંધ થતા જાય છે....

*કવિ નું નામ નથી જાણતી... આજની વ્યથા આ ગમી એટલે share કર્યું*

Read More

#દુષ્ટ ની પરિભાષા શું કરી શકાય?
અગર કાર્ય થી દુષ્ટ ..
તો આપણે કોણ એ નક્કી કરી શકીએ કે એણે જે કાર્ય કર્યું છે એ ખોટું છે ..!!
બની શકે એ આપણી દૃષ્ટિ એ ખોટું પણ એણે એ કાર્ય કર્યું મતલબ એને માટે તો એ સાચું અને સારું જ હશે તો જ એ કરેને..?

જો સ્વભાવ થી દુષ્ટ...
તો દરેક ની પોતાના સ્વભાવ ની એક આગવી તાશિર હોય છે.
એને મન એ પોતે જે છે એ બરાબર જ છે. જો એવું નાં હોત તો એણે પોતે એ સુધાર્યો ના હોત..?!!

એટલે ટૂંક માં આપણે એવું કહી શકીએ કે સમાજ નાં મૂલ્યાંકન અને નીતિનિયમો પ્રમાણે જે કોઈક પ્રકારે ખોટો ઠરે અથવા તો જેના કારણે બીજી વ્યક્તિ ને તકલીફ થાય એ માણસ દુષ્ટ ની પરિભાષા માં આવી શકે....
Asi..
*આપ સર્વે પણ આપના વિચારો વ્યક્ત કરો એવી હૃદય થી ઈચ્છા રાખું છું*

#દુષ્ટ

Read More