anjana Vegda

anjana Vegda Matrubharti Verified

@anjanavegda7221

(178)

23

14.8k

61.7k

About You

Hey, I am on Matrubharti!

ભીંજવે શું આજ રંગો આ મને,
એમની યાદો થકી તરબોળ છું.

-Anjana Vegda

ભીંજવે શું આજ રંગો આ મને,
એમની યાદો થકી તરબોળ છું.
-@njana Vegda
#HappyHoli

#KissDay
જિંદગીના ક્યાં વળાંકે તું મળીશ ખબર નથી,

ચૂમવાની કે પછી ભેટી પડીશ ખબર નથી.
-@njana Vegda

કેવો કઠિન પણ હોય રસ્તો ભય નથી,
આશ્લેષમાં જો આપની મંઝિલ મળે.
-@njana Vegda
#HugDay

કોઈ વચન કે વાયદો માંગીશ નહિ,
તું સાથ બસ ઉમ્રભર નિભાવે તો ઘણું.

પળ પળ ગણી દિવસો ગયાં, દિવસો જોડી માસ ગયા,
આખું વર્ષ વીતી ગયું, અમે એના એ જ રહ્યાં.

-@njana Vegda
Happy New Year

કે હૃદયનાં દર્દનું કારણ પ્રેમ છે,
પ્રેમનાં હર મરજનું મારણ પ્રેમ છે.

બોજ શમણાંનો ઉઠાવી ક્યાં શકે,
પાંપણો પર આંસુનું ભારણ પ્રેમ છે.


-Anjana Vegda

Read More

સ્વાર્થ સરખાં તેજ દેખું છું
લાગણી વેળા સે'જ દેખું છું

રાગ દ્વેષ તણા મૂળ મનમાં
ને કણેકણમાં એજ દેખું છું

શેનું છે અભિમાન કાયાને
અહમનો આંખે કેફ દેખું છું

કોણ છે પરિપૂર્ણ આ જગમાં
માણસે માણસે એબ દેખું છું

ઘાત દેખું સમયનાં ચહેરે
ને ક્ષણે ક્ષણમાં ફરેબ દેખું છું.

-Anjana Vegda

Read More