મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરું છું

સાંજના મિલનમાં સૂર્યની છાયા છે,
ચાંદ વગરના મિલનમાં તારા આસપાસ છે,
ક્ષિતિજની પાર મિલનમાં સૂર્ય અને ચંદ્ર છે,
આપણું મિલન એટલે પરિપૂર્ણ છે.

""અમી""

-અમી

Read More

અમી લિખિત વાર્તા "સમી સાંજનું મિલન..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19920545/sami-sanjnu-milan

હવામાં તારી સુંગધ,
માણી,
ધડકનમાં તારી આહટ જાણી,
નયનોમાં તારી તસ્વીર,
બનાવી,
દિલમાં તને છુપાવી,
રાખી.

-અમી

નિરાશાને આશામાં ઘોળીને,
આશા ગટગટાવી મફતમાં.

આશાનો દીવો ટમટમતો,
જ્યોત જગાવી હ્રદયમાં.

આંધી સ્પર્શી ના શકી,
અડગ દીવાલ વિશ્વાસની.

જીવન હલકું, રૂ જેવું પોચું,
ઇશ્વરના સાનિધ્યમાં.

""અમી""

-અમી

Read More

અમી લિખિત વાર્તા "વિચારોની આઝાદી..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19917956/freedom-of-thought

લાગણીઓને પ્રેમના સરોવરમાં તરતી રાખી હતી,
અવિશ્વાસનો મગરમચ્છ આવીને ગળી ગયો.

""અમી""

આત્મીયતાની હેલી,
તુજ સંગ,
દિલથી દિલનું જોડાણ.

એકાંતમાં અહેસાસ તારો,
સાથ આપણો,
અનુભૂતિનું વાત્સલય

તારી મારી એકલતા,
જુદાઈ નથી,
યાદોનો મીઠો સ્પર્શ.

'"અમી'"

-અમી

Read More

તારી મારી વાતો, કિનારે રોકાઈ ?
વાતોનો વેગ પ્રવાહમાં વ્હેત.

તારો મારો પ્રેમ, કિનારે અટક્યો ?
પ્રેમ મોજા સાથે મઝધારમાં ડૂબત.

તારાં મારા મિલનનો, સંગીત કિનારો ?
મિલનની રંગતમાં સાઝ છેડાત.

તારાં મારાં આંસુનો, પાંપણ કિનારો ?
આંસુ અટકત હોઠેને સ્મિત ઝરત.

""અમી"'

-અમી

Read More

તારી મારી વાતો રોજ યાદ આવે,
યાદોનું વદન પર સ્મિત પથરાય,
સ્મિતથી જીવનની ચાહત નિખરે,
ચાહતની લાલી દિલ પર છવાય.
❤️

-અમી

Read More