Hey, I am on Matrubharti!

*મેઘા ,ધન્ય તારી ધમાલ*
-------- ------ ------
*વાહ રે તારું શુભ આગમન*
*વાહ રે તારો બહુ વ્હાલ ,*
*વાહ સુરમય તારું રાગ ને ,*
*સૌથી શ્રેષ્ઠ તારી ત્રીતાલ ,*
*સદા વગાડજે સ્નેહ થી ,*
*તારી આવીજ તું કરતાલ ,*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા, ધન્ય તારી ધમાલ ...!*
*ભચાઉ આવ્યો તું ભાવથી ,*
*ભુજ વષાવ્યો તેં ભાવ ,*
*નલીયા ને તેં ખુશ કરી ,*
*નખત્રાણાનેં કરી દીધો તેં ન્યાલ ,*
*ક્યાંક બન્યો તું ક્રિષ્ન તું ,*
*તો ક્યાંક તું બાલ ગોપાલ ,*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા, ધન્ય તારી ધમાલ..!*
*મોથાળા જાણે મથુરા બન્યો ,*
*ભવાનીપર હૈયે આવી હામ ,*
*બિટ્ટા નંદન વન બન્યો ,*
*તેરા, ત્રિવેણી જેવો ધામ ,*
*કોઠારા બન્યું ક્રિષ્નમય ,*
*આ તારી લીલા ની કમાલ ,*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા,ધન્ય તારી ધમાલ...!*
*લખપત આવી લ્હેર તારી ,*
*માજી મઢ માં બેઠી મલકાય ,*
*હાજીપીર રણ ને ઉપવન કરી ,*
*નારાયણસરોવર નેં તું છલકાય ,*
*દયા સાગર તું દાનવીર ,*
*તુજ વિણ કોણ હોય ખુશ હાલ ?*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા,ધન્ય તારી ધમાલ.!*
*ભચાઉ ને કર્યો ભરપૂર ને ,*
*અંજાર નેં માલંમ માલ,*
*મુન્દ્રા તન તરબોળ કરી ,*
*માંડવી મહેકી બન્યું લાલ ,*
*અદભુત તારી અકળ ગતી ,*
*તારા અજબ છે આ હાલચાલ ,*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા,ધન્ય તારી ધમાલ...!*

Read More

તારું આમ પાછું વળીને જોવું,
ઘસડીને લઇ જાય છે મને અતીતમાં !!

*તુ આવે કે ન આવે મારે...*
*વાટ જોવી છે..*

*ખોવાઈ જાય ..મારો ને તારો*
*પડછાયો એકબીજા માં !*

*એક એવી મુલાકાત કરવી છે ..*

Read More

વેર્યા મેં બીજ🌾 અહીં છુટ્ટે હાથે👐
હવે વાદળ⛈ જાણે ને વસુંધરા...

*સાચું કહ્યું છે કોઇક કે,*
*"સમય ની સાથે બધા બદલાય જાય છે.*
*"ભુલ એમની નથી જે બદલાય ગયા છે,*
*" ભુલ આપડી છે કે આપડે પહેલા જેવા જ રહી ગયા "*
📿MAHADEV👑HAR📿
MORNING 🙏

Read More

હુ એનામાં રહી ગયો છું,
એ મારામાં રહી ગયા છે..

કહેવાને ભલે કહી દીએ કે અમે જુદા થઈ ગયા છે...

"બરકત વિરાણી” ની એક સુંદર રચના...

*શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,*
*માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...*

*આપણી સામે અલગ ને લોકો સામે અલગ,*
*બદલાતા માણસની જાત નથી ગમતી મને..*

*અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?*
*દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...*

*પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,*
*દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...*

*જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,*
*એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...*

*જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,*
*સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...*

- *"બેફામ"*
🌴🦚🌴🦚🌴🦚🌴

Read More

જો છુટા પડવાનું ફાવે
તો જ મળવાનું રાખજે...

અને જો છુટ્ટા પડવું જ પડે
તો મળ્યા ની ગરિમા રાખજે..