ક્યારેક સંવેદનાઓ એકસરખી નથી રહેતી ,એનો મતલબ એ નથી હોતો કે પ્રેમ નથી.

❛નજર લાગે એમ, શું કોઈ જોતું હશે,
આટલું તે વહાલ, કદી હોતું હશે...❜

કોઈ જતું રહે એના કરતાં થોડુંક જતું કરી દેવામાં ઘણી વખત સંબંધ સ્વસ્થ રહેતો હોય છે.
#કેયુ

માણસ ઉતાવળે ભૂલ કરે છે,
અને નિરાંતે પસ્તાય છે !!

આ કલિયુગ છે ,
ઈમાનદાર માણસને ગાંડો અને
કપટી માણસને સ્માર્ટ ગણવામાં આવે છે !!

પરિસ્થિતિ બદલવી જયારે અશક્ય હોય,
ત્યારે મનની સ્થિતિ બદલી નાખો તો
જીવનમાં બધું આપોઆપ બદલાઈ જશે !!

જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ દે,
તેનાથી વધુ તમને કોઈ પ્રેમ ના કરી શકે !!

સમય સમયની વાત છે ,
કાલે જે રંગ હતા એ આજે દાગ થઇ ગયા !!

સાચું બોલવાની જ સલાહ આપે છે બધા,
કોઈ એવું કેમ નથી કહેતું કે સાચું સાંભળી પણ લેજો !!

એક શબ્દની તાકાત કેટલી,
ગાઢ સંબંધ પર પાણી ફેરવી દે એટલી !!