Gujarati Good Night videos by AJ Arpit Watch Free
Published On : 18-Dec-2018 09:00pm386 views
42 Comments


જો દેખાવું હોય તો ટીવી માં આવવું પડે અને વંચાવવું હોય તો #Aj_Arpit કરીને લખવું પડે....

સાચી વાત છે અનુભવ જ્યારે શબ્દો બને છે ત્યારે જ બધા થી સરસ લખેલું હોય એવું લાગે છે...

એકદમ સાચી વાત કહી હિરેન શબ્દો ને સમય નો કાટ લાગતો નથી. ચોક્કસ થી હું આવી વાતો લઇ ને આવતો રહીશ તમે પણ આવજો આપણે નવા વિચારોની આપ લે કરીશું

વિચાર એ અવિરત ચાલે છે અને એ હિસાબે આપણી પાસે લખવાનો કોનેન્ટ પણ અનંત કહી શકાય . તમે પણ લખતા રહો મિત્તલબેન

લખવું એ જરૂરી છે હું તો કવ છુ કે લખવાની પણ એક આદત હોવી જોઈએ કેમ કે મગજ મા રહેલું પણ બધું મિટાય જાય છે પણ લખાયેલું ક્યારેય નથી મિટાતુ અને એવું લખવું કે એમાંથી કોઈક કઈક શીખી શકે અને શીખવાડી શકે ...સરસ વાત કરી અર્પિત તમે અને આવીજ વાત લઈ ફરી આવો

જો કલમ રોકાતી નથી તો તમે રોકાશો પણ નહીં. તમારી કૃતિ નું પણ અહીં પઠન કરી શકું એવો મોકો અમને પણ આપો તન્વીબેન

બસ તન્વીબેન તમે આ જ Attitude થી લખતા રહો કલાકાર પોતાની કૃતિ પોતાની સમજણ, અનુભવ અને આગવી શૈલી થી લખે છે એ બીજા ને સમજાય એ જરૂરી નથી. તમે હંમેશા લખતા રહો એવી પ્રભુને પ્રાર્થના

હા અર્પિતભાઈ... હું પણ ક્યારેય એવું નથી વિચારતી કે મારું લખાણ કે વાર્તા હાયકુ બીજાને ગમશે કે કેમ? બસ મારા મનમાં, હ્રદય માં જે હોય એ લખું છું. છતાં matrubharti પરિવાર થકી એક લેખક તરીકે અહી ઘણા મિત્રો મળ્યા છે જેઓ પોતે સારું લખે છે અને બીજાને પ્રોત્સાહન પણ આપે છે. ચાલો ત્યારે લેખન યાત્રા ને આગળ વધારીએ.... ને લખતા રહીએ..

અર્પિત આ દિવસ ની વાત છે જ્યારે મેં લખવાનું શરૂ કર્યું તું... પછી તો જ્યાર થી ખુદ પર વિશ્વાસ મેળવ્યો છે ત્યાર થી તો કલમ ને રોકી જ નથી....?

હા... હ્રદય માં જે છે બસ લખતા રહેવું... રાત્રે દિવસે જ્યારે મન ફાવે ત્યારે બસ લખવું જ. સાચી વાત છે અર્પિત જી... પોતાના માટે લખે એ જ સાચો લેખક...

ધન્યવાદ કિંજલભાઈ હા હું લખું છું અને એ ટૂંક સમય માં અપલોડ કરવાનું પણ ચાલુ કરીશ તમે એને માતૃભારતી પર જ વાંચી શકશો

તમારી વાતો પરથી એવું લાગે છે કે તમે બીજાના વિચારો ને વધુ પડતું જ મહત્વ આપો છો, લોકો હસે છે તો એમને હસવા દો એ ક્યાં સુધી હસસે. અને જો એ હસે છે તો તમે લખાણ દ્વારા તેમને હસવાનું એક કારણ તો આપો છો. તમે તમારી કોઈ કૃતિ અનામી પેશ કરી જુઓ અને જૂઓ કે લોકો નું રિએકશન કેવું આવે છે આ પ્રયોગ મને લાગે છે ત્યાં સુધી તમને હેલ્પ કરશે જ અને ત્યાં સુધી રવીનાબેન તમે લખતા રહો અને રોજ લખો?

અર્પિત બહુ સરસ વાત કહી તમે... હું 15 વરસ ની હતી ત્યાર થી લખું છું... કાયમ લપાઈ છુપાઇ ને લખતી કેમ કે મને લાગતું કે બધા મારા પર હસસે.. કે આ કેવો શોખ લખવાનો! કોઈ પૂછે કે શું લખે છે તો કવ કઈ પણ.. તો ફરી બધા હસે.. કે કંઈપણ લખે છે! ધીમે ધીમે આ વાત કહેતી થઈ કે હા હું લખુ છું .. અંગત લોકો ને વંચાવતી.. ધીમે ધીમે બધા એ પ્રોત્સાહન આપ્યું... આજે પણ એજ કાર્ય ચાલુ છે.. લેખક નથી બનવું બસ શોખ ને જીવંત રાખવો છે... બસ આમ જ જીવવું છે.. એ જે સૂકુંન છેને એ શબ્દો માં નહિ કહી શકું..
આભાર જ્યોતિ