Gujarati Blog videos by Darshana Hitesh jariwala Watch Free

Published On : 01-Jan-2023 12:09pm

316 views

એક વખત ફરી વર્ષ વિતી ગયું..
કંઈ ગુમાવ્યું, તો કંઇક પામ્યું.
એક વખત ફરી થોડે આવી અટકી જવાયું,
કંઈ કેટલી આશાઓ અધૂરી રહી,
પ્રયાસોમાં કંઈક તો ખામી રહી..
નિરાશાની પકડ જબરી રહી,
મંજિલેથી થોડું ભટકી જવાયું..
કંઈ કેટલાં સપના અધુરા રહ્યાં,
તો કેટલાક પૂરા થયા.

****

આ શાશ્વત સત્ય છે. હર ઘડી, હર પળ ખૂબ જ કિંમતી છે, માટે પોતાનાં સપનાને પામવાં પ્રયાસ કરો, મહેનત કરો, ક્યાંય અટકી નહીં જાઓ.. કારણ કે સમય સારો હોય કે ખરાબ હંમેશા હાથમાંથી સરકી જાય છે, અને જે એક વખત જતું રહે છે, એ ફરી કયારેય આવતું નથી.. એ પછી, વસ્તુ હોય કે વ્યક્તિ..

દરેક પળે જિંદગી જીવવા માટે નવો શ્વાસ મળે, ત્યારે ભીંતરનો શ્વાસ ઉચ્છવાસ બની બહાર નીકળી જાય છે, પળે પળે જો શ્વાસોમાં પરિવર્તન આવતું હોય, તો આ સમયનું પરિવર્તન છે. આ પરિવર્તન સાથે આપણે એ જ શીખવાનું છે કે કોઈ પણ પરિસ્થિતી આપણા હાથમાં નથી.. છતાં દરેક પળે પ્રયાસ કરવો એ તો આપણા જ હાથમાં છે.

સમય તો એક ધારો વહે છે, આપણા માટે ફરક બસ જાન્યુઆરી થી ડિસેમ્બરનો છે. તારીખ બદલાઈ, વાર બદલાઈ, મહિનો બદલાઈ અને આખરે વર્ષ પણ બદલાઈ.. કોઈ વખત એવું પણ બને કે આખે આખો માણસ પણ બદલાઈ જાય.. ત્યારે વ્યક્તિનો સ્વભાવ બદલાઈ જાય, સ્વભાવ બદલાઈ જવાથી પરિવર્તન આવે અને પરિવર્તન આવવાથી જિંદગી પણ બદલાઈ જાય છે..

હવે, વિચારવાનું એ છે કે સમયે તો સમયનું કામ કર્યું જ છે, પણ શું આપણામાં કોઈ પરિવર્તન આવ્યું છે?

જો નથી આવ્યું, તો નવા વરસમાં નવા જોમ સાથે ગુમાવ્યાનો અફ્સોસ કર્યાં વિના ફરીથી નવા પ્રયત્નો કરી લઈએ. શું ખબર આ પ્રયત્નોથી જ આપણે આપણી મંજિલ મળી જાય..

કોઈ અપમાન કરી ગયું, તો શું?
કોઈ નાકામી બતાવી ગયું, તો શું?
કોઈ દગો આપી ગયું, તો શું?
કોઈ ચાલાકી કરી ગયું, તો શું?

જિંદગી અહીં તો અટકતી નથી જ... બસ, સમય બની સરકી જાય છે, અને "જો જિંદગી અટકતી નથી, તો આપણે અટકવું કેટલું યોગ્ય છે?"

જીવનની છેલ્લી ઘડીએ એક અફસોસ કરવો, એના કરતાં પોતાનાં સપનાઓને સાકાર કરવા પ્રયાસ કરવો યોગ્ય છે. જીવનની દરેક નાકામીઓને નવા જોમ સાથે પ્રયાસોમાં પરિવર્તિત કરવા માટે, સમય પણ આપણે સાથ આપે છે.

રુક જાના નહીં તું કભી હાર કે,
કાંટો પે ચલ કર મિલેગે સાયે બહાર કે..

આ નવું વરસ તમારા દરેક સપના પૂરા થાય, એવી સહ હ્રદય પ્રાર્થના..

જય શ્રીકૃષ્ણ
રાધે રાધે

4 Comments

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 2 year ago

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 2 year ago

ખુબ સરસ હકારાત્મક ઉજાઁ આપતુ, સાતત્ય છલકાવતુ લેખન..✍🏻👌🏻👌🏻❤
નવ વષૅની ખુબ ખુબ શુભેચ્છા.🙏🏻

Lotus videos on Matrubharti
Lotus Matrubharti Verified 2 year ago

Happy new year