Gujarati Good Night videos by AJ Jaini Watch Free
Published On : 18-Mar-2019 09:00pm11 views
34 Comments


tejal , આભાર . વાહ કવિતા એ પોતાના માટે લખાતી વસ્તુ છે ભલે આખો દિવસ આપણે આપણી અને પરિવાર ની ઈચ્છા ઓ પુરી કરવામાં કાઢીએ પણ દિવસ નો અમુક સમય એવો હોવો જોઈએ જે ફક્ત આપણો હોય .

હા સાચી વાત આખો દિવસ જોયેલા સપનાઓ ને પુરા કરવા મથવાનું એ પણ સાચું છે પણ કંઈક એવું હોવું જોઈએને કે હૃદયને કઈક ખાસ અહેસાસ આપે... મારા માટે મારી કવિતા છે કે જે હું શબ્દોમાં રજૂ કરું છું તે મને ખુબજ શાંતિ આપે છે આખો દિવસ બધા માટે સમય કાઢતા જ્યારે બહુ થોડો સમય આપણે આપણી માટે કાઢીએ ત્યારે ખુબજ સારું લાગે છે
સુંદર રજુઆત જૈની......??????

અરીસામા જોતા આજે આંખો ઝાંખી લાગે છે,
સપના ઓ પુરા થયા પણ કઇક બાકી લાગે છે,
જવાબદારીઓ સામે ઈચ્છાઓ ની હાર પાકી લાગે છે,
કરેલા સરવાળા સંબંધોના, આજે બાદબાકી માંગે છે .
હરીફાઈ ની હોડ માં આત્મા પણ થાકી લાગે છે,
સીધી સરળ જિંદગી આજે થોડી વાંકી લાગે છે

શરદ , સાચી વાત કરી . સંતોષ એ આપણી expectation પર પણ આધાર રાખે છે . અને સંતોષ મેળવવો પણ આપણા જ હાથ માં છે . ખૂબ સાચી વાત કરી .

Fabulous..,ખૂબ જ સરસ વાત કરી...... ,
માણસ ભલે ગમે તેટલો ટોચ સુધી પહોચી જાય,પણ જો તે સંતોષથી વંચિત હોય તો તે હંમેશા અધુરુ જ મહેસૂસ કરે છે..;
પરંતુ,
જે માણસના જીવનમા સંતોષ હોય છે એ હંમેશા ખૂશ જ હોય છે ,પછી ભલે એ અમીર હોય કે ગરીબ.....
Sangeet hamesha potani khushi maate gavaay bhale bija aa sangeet ne sune k na sune ae j eni maate santoshjanak kaam kevaay...???