" લાગણીઓ સરી પડી કાગળ પર ને કાગળ રડી પડ્યો..! " #વિનય__ વિ - વિશ્વને ઓળખનારા એ, ન - નહીં કેવળ પોતાના ખાતર, ય - યથાથૅ છે જીવન એથી એમનું.

અમે તો તમારા દિવાના થવાના
ન માનો તમે તો બીજાના થવાના

બધી છે આ મારા સુખની કરામત
દુઃખોમાં સૌ મારા રવાના થવાના

બન્યા ના કદી દોસ્ત રાજા ને રંકો
હવે ક્યા સુદામા ને કાના થવાના?

ભલે હોય થોડું ચલાવી એ લેજો
સમયને જતા ક્યા જમાના થવાના?

બનોના અજાણ્યા કરી ખોટા કામો
પ્રભુના ઘરે ક્યા બહાના થવાના?

વિનય પટેલ

Read More