Work is worship...

મન ભરાયું
લાગણીના છાલકે,
શાંત ઉરમાં.

ધ્રૂજે ટેરવા
શ્વેત પટલ પર,
સ્પર્શી શબ્દો.

ઓમ શાંતિ
રિપની જ્વાળામાં,
શબ્દો સળગ્યા.

ખૂટયા શ્વાસ
માનવજાતના,
વિષાણુ પાશે.

શમણાં થઈ
પીગળ્યા આથમણે,
તિમિર ઉજાસે.

ઓગળી સાંજ
એના મૌનમાં જઇ,
અનુત્તર રહી.

સાંજ થઈને
ડૂબ્યો સૂરજ રાતો
શમણાં ઢળ્યા.

સ્મરણ તારું
મૌન ના તિમિરમાં,
સર્જે વિરહ.

ચૈત્રી બપોરે
ચિત્કારે સાયરન,
ઉર વ્યાકુળ.

મારી આંખમાં
ડિજિટલ સપનાં,
ટેરવે ખીલે.