તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની...

*આજે પિતૃઓનો સંદેશ*

મારે કાગડો બનીને
તારી છત પર પુરી-પાત્રા ખાવા આવવું નથી.

નથી કૂતરો બનીને તારા દ્વાર પર
નહિં ગાય બનીને તને તાક્યાં કરવું
હું તો આવીશ તારા બે શ્ચાસ વચ્ચેનાં અંતરની વચ્ચે સાક્ષી બનીને.......

હું તો આવીશ તારા પૂજા સ્થાન પર દિવાની જ્યોત બનીને...

તું જ્યારે કોઈ દુવિધામાં હોય
કોઈ પ્રશ્ન હોય, મને યાદ કરજે
તારી નાભિ પર હાથ મૂકી
હું તરત તને એનો ઉકેલ મોકલાવીશ.

હું તો આવીશ મુશ્કેલીમાં હિમ્મત બનીને...
હું તો આવીશ સંકટ સમયે ધૈર્ય બનીને......

તને શારીરિક સમસ્યા હોય તો મને યાદ કરજે
હું આવીશ ઔષધિ બનીને....

તને માનસિક સમસ્યા હોય તો મને યાદ કરજે
હું આવીશ ગાઢ નિદ્રા બનીને

તને આર્થિક સમસ્યા હોય તો મને યાદ કરજે
હું આવીશ મહાલક્ષ્મીમાં ને તારા દ્વાર પર લઈને

બસ મને બોલાવી લેજે
તારી નાભિ પર હાથ મૂકીને
બસ મને બોલાવી લેજે

હું ક્યાં દૂર છું
મારે કાગડો બનીને
તારી છત પર પુરી-પાત્રા ખાવા આવવું નથી.
*મારે ફક્ત શ્રાધ્ધ પક્ષમાં જ આવવું નથી.*

*અજ્ઞાત*

Read More

મને એટલી ક્યાં નવરાશ છે કે

હું નસીબનું લખેલું જોઉં ,

બસ મારા દોસ્ત નું સ્મિત જોઇને

માની લઉં છું કે હું નસીબદાર છું..

Read More

મારી ચા ના કપ ને હોઠોનો સ્પર્શ કરો,
મીઠાશ ની સાથે ચા માં પ્રેમ ભરાય જાય.

એક કોરે કાળજું ને એક કોરે છે શિલા,
કર્મ એક સરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય;
કિંતુ ધરતી-આભ કેરો છે તફાવત બેઉમાં,
એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય

Read More

*मेरी आंखो को समुन्दर समझकर,*

*लोगों ने अपनी अपनी कश्तियां चलाई...!*

ઉગેલી આ સવાર તારે નામે,
પહેલી ટપાલ તારે સરનામે.

🌷🌷हास्य 🌷🌷

તમારી એક હા માં દિલમાં હાહાકાર થઈ ગયો,
તમારી આ અદા પર જ અમને પ્યાર થઈ ગયો

💞💞हास्य 💞💞

દૂરથી લાગે છે એ સિંહણ જેવી,
દોડવામાં લાગે છે હરણ જેવી.
વાતો એવી રીતે કરે છે તું બકા,
લાગણીના વહેતા ઝરણ જેવી
🌹💞हास्य 💞🌹

Read More

એક નાની મુલાકાત આપ,
બેચેન જીવનમાં શ્વાસ આપ....
તું નથી આવતી વાંધો નહિ,
થોડો તારો મને ભાષ આપ.....

મનોજ સંતોકી માનસ

Read More

શાયરી, શેર, ગઝલ, નઝમ ને કવિતા છે,
લાગણી, દર્દ, પ્રેમની શબ્દની સરિતા છે.

થાય પાંચજન્યનાદ કુરુક્ષેત્રના મેદાનમાં,
કર્મને જે કહે છે મહાન એ શ્રી ગીતા છે.

તખ્તા પર રહેલ ન આવે ધોબીની વાતમાં,
વનવાસમાં પુત્રને જન્મ આપતી સીતા છે.

હથિયાર સામે નથી ચાલતા અહિંસાપાઠ,
આંસુ અને હથિયારમાં, હથિયાર જીતા છે.

છે મહાન દેશની આ ભયાનક દશા આજ,
વિદેશી ચરણમાં પડ્યો વિશ્વ વિજેતા છે.

એ નેતા હવે નેતા નથી રહ્યા હવે "મનોજ",
કરે છે અનેક ખેલ એ, જાણે અભિનેતા છે.

©મનોજ સંતોકી માનસ

Read More