એક પ્રયત્ન વધારે...

#તાન્કા

બની ગયું એ
યાદગાર, સપનું
હકીકતમાં
ફેરવાયું જયારે,
ખૂબ પરિશ્રમથી.

***

-Sagar Vaishnav

ખુદના જ જીવનપ્રવાહ સાથે વહેવાનું રાખીએ,
જરૂર પડયે સામા પ્રવાહે પણ તરવાનું રાખીએ!
મહત્ત્વ સમજીએ, અસ્તિત્વના અનંત પ્રવાહનું,
તરોતાજા રહેવા સતત આગળ વધવાનું રાખીએ.

****

-Sagar Vaishnav

Read More

#હૈકુ

નિજ આવાસ,
સબંધોમાં સુવાસ;
સ્વર્ગ જ અહીં...!

ધરતીરૂપી
આવાસ, લઈએ સૌ
કાળજી એની...

ખર્ચે જીંદગી,
બનાવવા આવાસ,
દેખાદેખીનું...

#આવાસ

-Sagar Vaishnav

Read More

કર્મો કરવામાં સદાયે જાગૃત રહી સારા કર્મો જ કરીએ, કેમકે ખરાબ કર્મોના ફળમાંથી કોઈને પણ માફી મળી હોય એવું આજસુધી સાંભળવામાં, વાંચવામાં કે પછી જોવામાં ધ્યાનમાં આવ્યું નથી.

#માફી

-Sagar Vaishnav

Read More

ઈર્ષાળુ લોકો ગણતાં રહે છે સદાયે બીજાનું નળીયું!
સરખામણી કરીને માપતાં રહે છે પોતાનું જ ફળીયું,
કહો કોઈક, દેખાદેખી બંધ કરીને આપે ધ્યાન ખુદમાં,
નહીં તો આવશે એમની જ આર્થિક ક્ષમતાનું તળિયું.

#તળિયું

Read More