Hey, I am reading on Matrubharti!

તારી પ્રતીક્ષામાં વીતે જેની પળેપળ, એની હું કથા શું કહું
સમજતી નથી તું જ્યાં વાત સરળ, એની હું વ્યથા શું કહું

©"અલ્પ" પ્રશાંત

Read More

આ મહોબ્બતનો નથી કોઈ ઈલાજ
બસ થઈ જવું પડે છે એમાં તારાજ

©"અલ્પ" પ્રશાંત

શુભ સવાર 🙏

તું આવે યાદ મને, એવી મને ફુરસત નથી
વાંચી ચહેરો, કોઈ કહે નહિ કે હું મસ્ત નથી


©"અલ્પ" પ્રશાંત

એક મુદ્દત પછી આજે કોઈ અમને મળ્યું છે
થીજેલાં શ્વાસે, આજે કોઈ અમને મળ્યું છે
ના હરફ ઉચ્ચારાયો, ના આંખોએ મટકું માર્યું
કેમ કે વરસો બાદ આજે કોઈ અમને મળ્યું છે

©"અલ્પ" પ્રશાંત

Read More

આ મુહબ્બતે તો દોસ્તી નો જીવ લીધો
હર્યા ભર્યા ઉપવનને એણે તો દવ દીધો

©"અલ્પ" પ્રશાંત

ભલે છે, આ મનમંદિરમાં તારો વાસ
પણ લેવા ને શ્વાસ, તું જોઈએ પાસ

©"અલ્પ" પ્રશાંત

હું દઉં છું તને સાદ, તું સાંભળી લે
રાધા કરે તને યાદ, તું વાંસળી લે

©"અલ્પ" પ્રશાંત


તારા
નયન
કરતાંય
ગમે છે
મને

મારા
નયન
કારણ કે
દેખાય
એમાં
તો
છબી
તારી જ
એથી વધુ
શું કહું
તને
હું

©પ્રકૃતિ...Ek Ghazal

Read More

વાતાવરણમાં ઠંડક ને મુજ ભીતર એક આગ જલે
જીવન મરણનો પ્રશ્ન થયો મારે, તારા એક સવાલે

©"અલ્પ" પ્રશાંત