Jis Pal Tu Mile Wahi Pal Zindgi Hai

હાય, માતૃભારતી પર આ વાર્તા 'માં - તું જ મારુ સર્વસ્વ' વાંચો
https://www.matrubharti.com/book/19868556/maa-my-everything

Please read n Rate

હાય, માતૃભારતી પર આ વાર્તા 'માં - તું જ મારુ સર્વસ્વ' વાંચો
https://www.matrubharti.com/book/19868556/maa-my-everything

“નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું સાહેબ,
જીવ એટલા માટે જાય છે કે …….
પાણીમાં, તરતા નથી આવડતું”

યાદ એટલે?
સાથે ન હોવા છતાં સાથે રહેવું…

પોતાના દરેક અનુભવ થી શીખતાં રહો, કેમકે તમારી જીંદગી માં ધરખમ ફેરફાર તમારા સિવાય દુનિયા નો કોઈ વ્યક્તિ નહીં કરી શકે…

“પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
સમસ્યા એટલા માટે થાય છે કે …
આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ”.

પાણી ની જેમ વહેતા શીખો; અેક જગયા અે ભરાઈ જશો તો લીલ જામી જશે

Read More

SPEECHLESS

#LoveYouMummy

માં - તું જ મારુ સર્વસ્વ
માં આ એક જ શબ્દ આસપાસ આજે મારી દુનિયા રચાઈ ગઈ છે. તે મને જન્મ આપ્યો, મોટી કરી, સમજણ આપી અને મારી યુવાની મા હું તને કહેતી થઈ કે તું મને સમજતી જ નથી, તને ખબર ના પડે, બસ તું જ મને આઝાદી નથી આપતી પણ જ્યારે મારા જીવન મા બનેલા એક ખરાબ પ્રસંગે તે કીધુ કે "હું મારી દીકરી ની સાથે છું દુનિયા ને જે કહેવું હોય તે કહે" બસ આ એક જ શબ્દ એ મને તારું મહત્ત્વ સમજાવી દીધું. લગ્ન પછી અલગ રાજ્ય મા રહેવા છતાં પણ આપણી માં-દીકરી ની લાગણી મા ક્યારેય ઓટ નથી આવી. દરિયા મા પણ ભરતી ઓટ આવતી રહે છે પણ તારી લાગણી મા ક્યારેય નથી આવી કે નહીં આવે.

આજે હું ઘર ના બધા માટે માટે રસોઈ બનાવું છું પણ તારા હાથ ની રસોઈ નો સ્વાદ મને મળતો જ નથી. માં હવે તારા હાથ ની રસોઈ બહુ જ મિસ કરું છું. આંખ મા આંસુ આઈ ગયા જ્યારે મારો મનપસંદ તારા હાથ નો બનાવેલો ગાજર નો હલવો કુરિયર દ્વારા આવ્યો ત્યારે એ ગરમ નહોતો પણ સ્વાદ, સુગંધ અને લાગણી આજે પણ અકબંધ હતા.

દિલ થી માફી માગુ છું કારણ કે માં આજે તારી ફરિયાદ અને ગુસ્સો મને સમજાય છે કે એ તો તારી લાગણી અને કાળજી હતી. અમારી કાળજી લેવામાં તે ક્યારેય તારી કાળજી નથી લીધી હવે થોડી તારી કાળજી પણ લઈ લે, હવે તારા માટે પણ જીવી લે. હું ક્યારેય તને નથી કહી શકી પણ હું તને બહુ જ મીસ કરું છુ.

આ શબ્દો કહીને તારા દિલ ને ઠેસ પહોંચાડવા નથી માંગતી પણ કરી શકુ તો તારો આભાર વ્યક્ત કરવા છું.THANK YOU MUMMY તારી જ શિખવાડેલી કાળજી, માન, રસોઈ, રિવાજો, પરખ, સમજણ,… થી આજે મારી સાસરી મા મારુ માન છે, પણ ખરાં અર્થ મા એ તારું માન છે.મને જયારે કોઈ એમ કહે કે તારી માં જેવી છે ત્યારે લાગે છે કે હું સૌથી નસીબદાર દીકરી છું.

I LOVE YOU MAA મારી સાચી સહેલી અને માર્ગદર્શક બનવા માટે, મને દુનિયા મા સૌથી વધારે પ્રેમ કરવા માટે, મારી ભૂલો ની અવગણના કરી ને તારા વિશાળ હદય મા સ્થાન આપવા માટે. "તું મહાન છે માં" હું ઈશ્વર ને પ્રાર્થના કરીશ કે દરેક જન્મ માં તને જ મારી માં બનાવે કારણ કે "જનની ની જોડ સખી નહીં જડે રે લોલ."

આ પત્ર મા 100 કરતા વધારે શબ્દો લખવા બદલ માફી માંગુ છું પણ મારા માટે આ પણ ઘણું જ ઓછું છે.

#LoveYouMummy

Read More