તાકાત તકલીફો માથી ઉભી થાય,. ને તકલીફો તાકાત થીજ નિર્વાણે છે.

શૂળ ઉપડે છે શબ્દો નું ને લખાઈ જાય છે,
દુઆ દવા બને નહીં કલમે લખાઈ જાય છે.
કેવા કેવા થયાં પ્રયોગ જીવન પ્રયોગશાળામાં,
સફળતા નિષ્ફળતા ત્રાજવે તોલાઈ જવાય છે.
રહેમ કર આજ કે ઈશ્વર ઉપરથી નજર કર,
રહેમતોની દુવા કબુલે ક્યાં તકલીફ પડી જાય છે?
જીજ્ઞેશ શાહ

Read More

Jignesh Shah લિખિત વાર્તા "લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-5 - અંતિમ ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19909984/leave-in-relationship-ananya-5

કેમ ભગવાને સ્ત્રી જ ગુનેગાર બની જાય તેવા કાટલા રચ્યા છે. કેમ સ્ત્રી ને જ મર્યાદા નાં વાડા બાધ્યા છે. બધું સ્ત્રી માટે પ્રતિબંધ હોઈ શકે છે. મન થી મજબુત પણ તન ની મર્યાદા સ્ત્રી નો ઉપયોગ લાગણીના વાડા માં પુષ્કળ કરી લેવામાં આવે છે.
ગુમાવવા કરતાં દિલ ને છેદતા વેધક શબ્દો કયાક સ્ત્રી ને નબળી બનાવી દેતાં હોય છે.
ખરે જ લિવ ઈન રિલેશનશીપ કે બીજા કોઈ પણ સમાજીક બંધન સિવાયનાં સંબંધો સ્ત્રી માટે ધાતક સાબીત થાય છે. શું તે વ્યાજબી છે? કે તેમને અનુશાસન, મર્યાદા, માં રહેવુ જ યોગ્ય છે? સવાલ નો જવાબ આપની ઉપર છોડુ છું.

અંતિમ ભાગ લિવ ઈન રિલેશનશીપ નો રજુ કરૂ છુ. આપના તરફ થી મળતા ઉમળકા ભેળ રીન્યુ માટે આભાર વ્યક્ત કરૂ છું.

Read More

Jignesh Shah લિખિત વાર્તા "લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-4" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19909592/leave-in-relationship-ananya-4

અનન્યા ની જીવન ની દાસ્તાન ને પુરુષ પ્રધાન સમાજમાં સમજવી મુશ્કેલ બની જાય છે. નવા સંબંધો ને નિભાવા કઠીન છે જો તેને સામાજીક નામ ના હોય તો.
ફ્રેન્ડ, જસ્ટફ્રેન્ડ, બોયફ્રેન્ડ, ની પરિભાષા ના ભેદ પાડતા કેટલાય યુવા લોકો પોતાના જીવન ને ધળમોળી દેતા હોય છે. લિવ ઈન રિલેશનશીપ ના ઓથા હેઠળ કોણ કોનું શોષણ કરી લે છે તેનો ખ્યાલ રહેતો નથી.
કનિકાબેન ડોક્ટર છે આધુનિક જમાના ની વર્કિંગ વુમન છે પણ જયા પોતાના સ્ત્રીહ્ત ની વાત આવે છે ત્યા તે થંભી જાય છે દીકરી ને ઠપકો આપે છે
વાર્તા પોતાના પા્ત્રો ને લઈ આગળ પ્રસ્થાન કરી રહી છે સાથે આપણે વાંચન રૂપે આગળ વધીએ.
લિવ ઈન રિલેશનશીપ અનન્યા ભાગ - 4
વાચકમિત્રો વાંચી ને પ્રતિસાદ આપવા વિનંતી.

Read More

Jignesh Shah લિખિત વાર્તા "લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ -3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19908891/leave-in-relationship-ananya-3

વિદેશી વ્યવહાર આપણી સંસ્કૃતિ કેટલાં હદે ખમી શકે તેનો કયાસ કાઢવો રહ્યો. અનન્યા આધુનિક છે તેમ કહેવું કે કનિકાબેન સંસ્કાર ને મહત્વ આપે છે તે નક્કી કરવું રહ્યું. જનરેશન ગેપ ના નામે કેટલાક વાતો ને ખપાવી દે છે.
કોઈ કહે છે દીકરા દીકરી સાંભળતા નથી તો કોઈ કહે કે માતા-પિતા વધારે પડતાં ચિંતાનાં નામે જીવનમાં ધોંસ મારે છે. ઠીક છે આ ચાલતું રહ્યું છે ને ચાલતું રહેશે.

આજ લિવ ઈન રિલેશનશીપ નો ભાગ - 3 રજુ કરૂ છુ. વાચકમિત્રો પ્રતિસાદ આપવા વિનંતી.

Read More